Home /News /gandhinagar /

Gandhinagar: સરકારી નોકરીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ફ્રી સેમિનારનું આયોજન; આ નંબર પર કરો સંપર્ક

Gandhinagar: સરકારી નોકરીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ફ્રી સેમિનારનું આયોજન; આ નંબર પર કરો સંપર્ક

ગાંધીનગરમાં

ગાંધીનગરમાં સંખ્યાબંધ પ્રાઇવેટ કલાસીસ અને લાઈબ્રેરી ઉપલબ્ધ છે. ત્યારે મધુર ડેરી દ્વારા મધુર એકેડમીની શરૂઆત કરવામાં આવી રહી છે. જેના પ્રથમ દિવસે 15મી ઓગસ્ટ 2022 સવારે 8:00 કલાકે ફ્રી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.

ગાંધીનગરમાં સંખ્યાબંધ પ્રાઇવેટ કલાસીસ અને લાઈબ્રેરી ઉપલબ્ધ છે. ત્યારે મધુર ડેરી દ્વારા મધુર એકેડમીની શરૂઆત કરવામાં આવી રહી છે. જેના પ્રથમ દિવસે 15મી ઓગસ્ટ 2022 સવારે 8:00 કલાકે ફ્રી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.

    Abhishek Barad, Gandhinagar: રાજ્યમાં સરકારી નોકરીની તૈયારી માટેનું નામ આવે એટલે યુવાનો ગાંધીનગર પસંદ કરે. હાલમાં ગાંધીનગરમાં સંખ્યાબંધ પ્રાઇવેટ કલાસીસ અને લાઈબ્રેરી ઉપલબ્ધ છે. ત્યારે મધુર ડેરી દ્વારા મધુર એકેડમીની શરૂઆત કરવામાં આવી રહી છે. જેના પ્રથમ દિવસે 15મી ઓગસ્ટ 2022 સવારે 8:00 કલાકે ફ્રી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.

    મધુર ડેરી દ્વારા મધુર કેરિયર એકેડમીની શરૂઆત અને પ્રથમ દિવસે નિઃશુલ્ક માર્ગદર્શન સેમિનારનું આયોજન

    સમગ્ર દેશમાં અત્યારે આઝાદીના 75 વર્ષની ઉજવણી ઉત્સાહભેર થઈ રહી છે. સરકાર, તંત્ર અને વિવિધ સંસ્થાઓ દ્વારા હર ઘર તિરંગા અને અનેક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. આ ઉજવણીમાં ગાંધીનગરમાં પણ અનેક સંસ્થાઓ અને લોકો હોંશભેર જોડાઈ રહ્યા છે. ત્યારે ગાંધીનગરમાં મધુર ડેરી દ્વારા મધુર કેરિયર એકેડમીની શરૂઆત અને પ્રથમ દિવસે નિઃશુલ્ક માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.



    આ સેમિનારમાં મધુર ડેરી સાથે સીધા સંકળાયેલા લોકો તેમજ મધુર ડેરીની પ્રોડક્ટ વાપરતા ગ્રાહકો જોડાઈ શકશે. મધુર ડેરી દ્વારા રાજ્યમાં સૌપ્રથમ વખત સહકારી મંડળી દ્વારા આ નવતર પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. જેમાં કલાસ 1, કલાસ 2, કલાસ 3, LRD, અગ્નિવીર, TET-TAT, તેમજ અન્ય પરીક્ષાની તૈયારી કરતા યુવાનો માટે સારામાં સારી ફેકલ્ટી દ્વારા તૈયારી કરાવવામાં આવશે. આ ઉપરાંત ફીઝીકલ - દોડ પરીક્ષા માટે પણ તૈયારી કરવામાં આવશે.

    મધુર ડેરી વિશે

    ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ મિલ્ક યુનિયન લિમિટેડ જે મધુર ડેરી તરીકે જાણીતી છે તે ISO 9001-2015 અને ISO 22000-2005 સંસ્થા છે. જેની સ્થાપના 6ઠ્ઠી ફેબ્રુઆરી, 1971ના રોજ ગુજરાત સહકારી મંડળી અધિનિયમ-1962 હેઠળ કરવામાં આવી હતી. આ સંઘ કદમાં નાનું છે પરંતુ વિશ્વસનીય અને પુરસ્કાર આપવામાં મોટું છે. ગુજરાતમાં ખેડૂતોને દૂધનો સૌથી વધુ ભાવ. દૂધ સંપાદન ડેટા પર નજર કરીએ તો, મધુર વર્ષ 1962 માં 3000 LPD થી વર્ષ 2018 માં 2.64 લાખ LPD સુધી ખૂબ જ ઝડપથી આગળ વધ્યું હતું.



    સંઘે પ્રાથમિક દૂધ ઉત્પાદકોની જાગૃતિ અને શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે જેના પરિણામે દૂધ સંપાદન, પશુ વિકાસ સેવાઓમાં વધારો થયો છે. મધુર ડેરી પાસે કુલ 204 ગ્રામ ડેરી સહકારી મંડળીઓ (VDCS) છે જેમાં કુલ 47,021 સભ્યો પ્રાથમિક દૂધ ઉત્પાદક તરીકે નોંધાયેલા છે. અમને ગર્વ છે કે કુલ 166 VDSC માંથી અમારી પાસે 38 સહકારી સંસ્થાઓ છે જે ફક્ત મહિલાઓ દ્વારા ચલાવવામાં આવે છે. મધુર ડેરીના વિકાસમાં આ એક મહાન સીમાચિહ્નરૂપ છે. મધુરની નાણાકીય વૃદ્ધિને ધ્યાનમાં લેતા, તે નોંધનીય છે કે યુનિયન વર્ષ 2016-17માં ટર્નઓવર 500 કરોડ સુધી પહોંચી ગયું છે. દૂધ અને દૂધની બનાવટો ઉપરાંત મધુર સ્વીટ્સે મૂડીમાં શ્રેષ્ઠ બજાર કબજે કર્યું છે.

    સેમિનાર સ્થળ: મધુર ડેરી, જીઆઈડીસી ઈલેક્ટ્રોનિક એસ્ટેટ, સેક્ટર 25, ગાંધીનગર, ગુજરાત 382027

    સંપર્ક નંબર: 6351514322
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Career and Jobs

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन