Home /News /gandhinagar /Gandhinagar: વિનોદ કુમાર પાંડેને રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ, 17 વર્ષથી આ શાળામાં બજાવે છે ફરજ

Gandhinagar: વિનોદ કુમાર પાંડેને રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ, 17 વર્ષથી આ શાળામાં બજાવે છે ફરજ

જિલ્લાના

જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પણ એવોર્ડ મળી ચુક્યો છે

ડભોડા સ્થિત શ્રી એમ. એચ. વિદ્યામંદિરના ઉત્સાહી, પ્રવૃતિશીલ, સંશોધનકર્તા, નિષ્ઠાવાન અને પ્રામાણિક, વિજ્ઞાન-ગણિત શિક્ષક (ઈન્ચાર્જ આચાર્ય) ડૉ.વિનોદકુમાર બાબુરામ પાંડેને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ એનાયત કરાયો.

    Abhishek Barad, Gandhinagar: રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શાળામાં વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સાથે તેઓના સર્વાંગી વિકાસ માટે કરવામાં આવતી શૈક્ષણિક અને બિન શૈક્ષણિક પ્રવૃત્તિઓ બદલ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના આચાર્ય અને શિક્ષકોને એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવે છે. રાજ્યક્ષાના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ દર વર્ષે શિક્ષક દિન તારીખ 5મી, સપ્ટેમ્બરના દિવસે આપવામાં આવે છે. તેમાં જિલ્લાના ગાંધીનગર તાલુકાની મગોડીની પી.આર. ઠક્કર વિદ્યાવિહારના પ્રિન્સિપાલ મનુભાઇ રામભાઈ પ્રજાપતિ, ડભોડાની એમ.એચ. વિદ્યામંદિરના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડો.વિનોદકુમાર બી. પાંડે અને દહેગામ તાલુકાની મોટી મોરાલી ગામની સરકારી પ્રાથમિક શાળાના સંજયકુમાર વિષ્ણુભાઈ પટેલની પસંદગી કરવામાં આવી હતી.અને તેઓને આજે સન્માનિત કરવામાં આવ્યા હતા.

    ડૉ.વિનોદકુમાર બાબુરામ પાંડે ડભોડામાં છેલ્લા 17 વર્ષથી વિજ્ઞાન-ગણિત શિક્ષક તરીકે ફરજ બજાવે છે.

    રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક માટે ગાંધીનગર જિલ્લામાંથી આઠ આચાર્ય અને શિક્ષકોએ રાજ્યના શિક્ષણ વિભાગમાં અરજી કરી હતી. જેમાં શ્રી એમ. એચ. વિદ્યામંદિર,ડભોડા શાળાના વિજ્ઞાન-ગણિત શિક્ષક (ઈન્ચાર્જ આચાર્ય) ની રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી કરવામાં આવી હતી . જિલ્લાના ડભોડા સ્થિત શ્રી એમ. એચ. વિદ્યામંદિરના ઉત્સાહી, પ્રવૃતિશીલ, સંશોધનકર્તા, નિષ્ઠાવાન અને પ્રામાણિક, વિજ્ઞાન-ગણિત શિક્ષક (ઈન્ચાર્જ આચાર્ય) ડૉ.વિનોદકુમાર બાબુરામ પાંડે ની તાજેતરમાં “ગુજરાત રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક” એવોર્ડ તરીકે પસંદગી થઈ હતી.

    ડૉ.વિનોદકુમાર બાબુરામ પાંડે ડભોડામાં છેલ્લા 17 વર્ષથી વિજ્ઞાન-ગણિત શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેઓ વર્ષ 2021 ઈન્ચાર્જ આચાર્ય તરીકે સેવા આપે છે. તેઓએ તેમના કાર્યકાળ દરમિયાન ઉત્તમ શિક્ષણ પુરૂં પાડ્યુ છે. તેમના વડપણ હેઠળ શ્રી એમ. એચ. વિદ્યામંદિર,ડભોડા ને જિલ્લાની  “ શ્રેષ્ઠ સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર ” નો એવોર્ડ મળેલા છે અને ખેલ મહાકુંભમાં પણ તાલુકામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યુ છે.  દર વર્ષે આ શાળાના વિદ્યાર્થીઓ વિજ્ઞાન મેળા, ઈકો-કલબ, ખેલ મહાકુંભ તેમજ અન્ય પ્રવૃતિમાં અગ્રેસર રહે છે.  શ્રી એમ. એચ. વિદ્યામંદિર, ડભોડા શાળાના ધોરણ 10નું પરિણામ છેલ્લા દસ વર્ષથી 75 ટકાથી વધારે તેમજ ધોરણ 12 નું પરિણામ 95 ટકાથી 100 ટકા આવે છે.  શાળાના વિજ્ઞાન-ગણિત શિક્ષક (ઈન્ચાર્જ આચાર્ય)ની રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી થતા ડભોડા ગામમાં તેમજ જિલ્લામાં આનંદનો માહોલ સર્જાયેલ છે.  5 સપ્ટેમ્બરના રોજ ગુજરાત રાજ્યના રાજ્યપાલના હસ્તે વિજ્ઞાન-ગણિત શિક્ષક (ઈન્ચાર્જ આચાર્ય) નું સન્માન થયું.

    આ પણ વાંચો: ગ્રીનવેલી સ્કૂલને મળ્યો બેસ્ટ હાઈજીન કેટેગરીનો એવોર્ડ; સ્કૂલમાં આ રીતે મેઈન્ટેન થાય છે સ્વચ્છતા

    વિનોદ કુમાર પાંડેને ગાંધીનગર જિલ્લા શ્રેષ્ઠ શિક્ષકનો પારિતોષિક એનાયત

    વિનોદ કુમાર પાંડેને 5 સપ્ટેમ્બર 2021 ના રોજ ગુજરાત સરકાર (શિક્ષણ વિભાગ) દ્વારા “ગાંધીનગર જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક (માધ્યમિક)\" નો પારિતોષિક એનાયત કરવામાં આવ્યો છે. સમગ્ર શિક્ષા ગુજરાત, ગાંધીનગર દ્વારા વર્ષ 2021-22 માં રાજ્યકક્ષાની STEM LAB Program વિષય નિષ્ણાત તરીકે કામગીરી. સમગ્ર શિક્ષા ગુજરાત, ગાંધીનગર દ્વારા વર્ષ 2021-22 માં રાજ્યકક્ષાની “પુસ્તકાલય પેટાસમિતિ” ના સભ્ય તરીકે કામગીરી કરેલ છે. સમગ્ર શિક્ષા ગુજરાત, ગાંધીનગર દ્વારા વર્ષ 2021-22 માં ધોરણ 10 માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ માટે " બ્રીજ કોર્સ કલાસ રેડીનેસ- જ્ઞાનસેતુ કાર્યક્રમ નાં પ્રસારણ વિષય નિષ્ણાત તરીકે કામગીરી નિભાવેલ છે.

    સમગ્ર શિક્ષા ગુજરાત, ગાંધીનગર દ્વારા વર્ષ 2020-21 માં કોરોના મહામારીને કારણે ધોરણ- 1 થી 12 ના વિદ્યાર્થીઓ માટે “ હોમ લર્નિંગ\" ગુજરાત વર્ચ્યુઅલ શાળામાં ધોરણ-9,10 વિજ્ઞાન અને ધોરણ-12 જીવવિજ્ઞાન માં 77 જેટલાં એપીસોડ્સમાં વિષય નિષ્ણાત તરીકે કામગીરી કરી હતી. વર્ષ 2020-21 માં કમિશનર શાળાઓની કચેરી, ગાંધીનગર દ્વારા \"ધોરણ 10-12 સ્ટુડેંટ હેલ્પલાઈન\" શૈક્ષણિક પ્રોગ્રામ માટે વિજ્ઞાન વિષય નિષ્ણાત તરીકે કામગીરી કરી હતી.

    વર્ષ 2020-21 માં ગુજરાત માધ્યમિક શિક્ષણ બૉર્ડ તેમજ DIKSHA Portal માટે QR Code ની કામગીરીમાં ધોરણ-૩ તથા ધોરણ-10 વિજ્ઞાન વિષયના નિષ્ણાત તરીકે કામગીરી નિભાવેલ. ગુજરાત માધ્યમિક શિક્ષણ બૉર્ડ દ્વારા ધોરણ-9 તથા ધોરણ-10 વિજ્ઞાન વિષય ના નવા પાઠ્યપુસ્તક માં સમીક્ષક તરીકે કામગીરી કરેલ તેમજ ગુજરાત માધ્યમિક શિક્ષણ બૉર્ડ અને GCERT, પાઠ્યપુસ્તક મંડળ તથા STTI દ્વારા શિક્ષકોની તાલીમ પુસ્તિકા(મોડ્યુલ) ના લેખક તરીકે કામગીરી હતી. આ ઉપરાંત Geer Foundation ગાંધીનગર પ્રકાશિત પુસ્તક "ગુજરાતની ઔષધિય વનસ્પતિઓ” માં સંશોધક તરીકે કામગીરી, Geer Foundation ગાંધીનગર પ્રકાશિત સૃષ્ટિ અંક 55 દુર્લભ વનસ્પતિ વિશેષાંક માં ઉત્તર ગુજરાતની અતિ દુર્લભ જાતિ-"સીરોપેજીઆ ઓડોરાટા\" માં લેખક અને સંશોધક તરીકે કામગીરી. વન વિભાગ, Geer Foundation ગાંધીનગર માં વનસ્પતિશાસ્ત્ર (જીવવિજ્ઞાન) વિષયના વિષય નિષ્ણાત અને સલાહકાર તરીકે કામગીરીમાં જોડાયેલા હતા.

    આ પણ વાંચો:  જૂનાગઢમાં 7 દિવસ યોજાશે મફત એડવેન્ચર કોર્સ; 8થી 13 વર્ષના બાળકો આ તારીખ સુધી કરી શકશે અરજી

    Geer Foundation ગાંધીનગર દ્વારા BISAG સ્ટૂડિયોમાં સંચાલિત “ઇકો કલબ સેતુ” કાર્યક્રમમાં તજજ્ઞ તરીકે કામગીરી. હેમચન્દ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા Ph.D. ની પદવી Feb 2012 માં મળી હતી.ઈકો કલબ, નેશનલ ગ્રીન કોર્પ્સ, GLOBE અને બાલ ઉર્જા રક્ષક દળ અંતર્ગત પર્યાવરણલક્ષી પ્રવૃતિઓ, આંતરરાષ્ટ્રીય (International) રીસર્ચ મેગેઝીન માં 18 રીસર્ચ પેપર(આર્ટીકલ) પ્રકાશિત કરી ચુક્યા છે. આંતરરાષ્ટ્રીય કક્ષાના પરિસંવાદ અને 15 જેટલા રાજ્ય રાષ્ટ્રીય માઁ ભાગ લીધેલો છે. શિક્ષણ વિભાગ ગુજરાત રાજય અને શ્યામચી આઈ ફાઉન્ડેશન, મહારાષ્ટ્ર દ્વારા સંચાલિત “ગુજરાત કેરીઅર મિત્ર " વીડીઓ કોન્ફરંસ પ્રોગ્રામમા ગાંધીનગર જિલ્લાના તજજ્ઞ તરીકે કામગીરી કરી રહ્યા છે.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Award, Teachers Day 2020, ગાંધીનગર

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन