Home /News /gandhinagar /Gandhinagar: અક્ષરધામ હજારો દીવડાઓથી જગમગી ઉઠ્યું,મનમોહક દ્રશ્યો સર્જાયા

Gandhinagar: અક્ષરધામ હજારો દીવડાઓથી જગમગી ઉઠ્યું,મનમોહક દ્રશ્યો સર્જાયા

પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવના અંતર્ગત વિશેષ 10000 દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા

બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા સ્થાપિત અક્ષરધામ ખાતે દર વર્ષની જેમ દિવાળી નિમિતે રોશની અને દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા હતા.આ વર્ષે તા. 15 ડિસેમ્બર 2022 થી તા. 15 જાન્યુઆરી 2023 દરમિયાન અમદાવાદમાં બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની શતાબ્દી મહોન્સવની ઉજવણી થશે.

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • Gandhinagar, India
Abhishek Barad, Gandhinagar: બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા સ્થાપિત અક્ષરધામ ખાતે દર વર્ષની જેમ દિવાળી નિમિતે રોશની અને દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા હતા. આ સમયે અક્ષરધામમાં દર્શન કરવા અને રોશની જોવા હજાર લોકો આવ્યા હતા.

રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે આવેલ અક્ષરધામમાં દિવાળી તેમજ નુતનવર્ષે દર વર્ષે દીવડાઓ પ્રગટાવીને ઉત્સવ મનાવવામાં આવતો હોય છે. આ વર્ષે ઉજાસના ઉત્સવને પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી વર્ષે દીપાવલી પર્વે અક્ષરધામમાં વિશેષ ઉજવણી અંતર્ગત હજારો દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા હતા. ભારતીય સંસ્કૃતિની પવિત્ર ભાવનાઓ વહાવતું 'સ્વામિનારાયણ અક્ષરધામ' એ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ દ્વારા ભગવાન શ્રી સ્વામિનારાયણને અપાયેલી દિવ્ય અને ભવ્ય અંજલી છે.



અક્ષરધામના દર્શનથી હજારો-લાખો દર્શનાર્થીઓ શાંતિ, સંવાદિતા અને દિવ્યતાની અનુભૂતિ કરે છે. આ વર્ષે તા. 15 ડિસેમ્બર 2022 થી તા. 15 જાન્યુઆરી 2023 દરમિયાન અમદાવાદમાં બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની શતાબ્દી મહોન્સવની ઉજવણી થશે.



એમના શતાબ્દી મહોત્સવ પર્વે આ વર્ષે સ્વામિનારાયણ અક્ષરધામ' હજારો દીવડાઓ વચ્ચે પ્રકાશથી દેદીપ્યમાન બની દર્શનાર્થીઓના જીવનમાં પ્રેમ, કરૂણા, શાંતિ, સૌહાર્દ, સંવાદિતા, વિશ્વબંધુત્વ સાંસ્કૃતિક અસ્મિના આદિ અનેકવિધ દીવડાઓ પ્રગટાવી જીવનને ઉન્નત બનાવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.



આ કાર્યક્રમ સોમવાર, તા. 24 ડિસેમ્બર થી રવિવાર તા. 30 ડિસેમ્બર સુધી રોજ સાંજે 6:00 થી 7:45 દરમિયાન આંતરિક ઉજાસનો આ ઉત્સવને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર હિતેશભાઈ મકવાણા, અન્ય મહાનુભાવો સહિત શહેરીજનો તેમજ દર્શનાર્થીઓએ માણ્યો હતો.



'અક્ષરધામ'નો શાબ્દિક અર્થ થાય છે ભગવાનનું દિવ્ય નિવાસ. ભક્તિ પ્રદાન કરવા અને શાશ્વત શાંતિનો અનુભવ કરવા માટે તે શાશ્વત સ્થળ છે. ગાંધીનગર ખાતેનું સ્વામિનારાયણ અક્ષરધામ એ એક મંદિર છે - એક હિન્દુ પૂજાનું ઘર, ભગવાનનું નિવાસસ્થાન અને ભક્તિ, શિક્ષણ અને એકીકરણ માટે સમર્પિત આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પરિસર છે. કાલાતીત ભક્તિમય સંદેશાઓ અને જીવંત હિંદુ પરંપરાઓ તેની કળા અને સ્થાપત્યમાં પડઘો પાડે છે. મંદિર એ ભગવાન સ્વામિનારાયણ (1781-1830) અને હિન્દુ ધર્મના અવતાર, દેવો અને ઋષિઓને નમ્ર શ્રદ્ધાંજલિ છે. આ પરંપરાગત શૈલીના સંકુલનું ઉદ્ઘાટન 30મી ઓક્ટોબર, 1992ના રોજ પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદથી અને કુશળ કારીગરો અને સ્વયંસેવકોના સમર્પિત પ્રયાસો દ્વારા કરવામાં આવ્યું હતું.





અક્ષરધામ મંદિરનું ગર્ભગૃહ (અંતરનું ગર્ભગૃહ) ભગવાન સ્વામિનારાયણ અને તેમના દૈવી અનુગામીઓનું ઘર છે. દૈવી વંશમાં ગુણાતીતાનંદ સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજનો સમાવેશ થાય છે. સંપ્રદાયના ગુરુઓ (દૈવી ફેલોશિપ). અક્ષરબ્રહ્મના અભિવ્યક્તિઓ તરીકે, તેઓ ભગવાનના શાશ્વત સેવકો અને પવિત્રતા અને ભક્તિના આદર્શો છે. તેઓ ગર્ભગૃહમાં રહે છે, ભગવાન સ્વામિનારાયણની સેવા અને પૂજા અર્પણ કરે છે.
First published:

Tags: Akshardham, BAPS Swaminarayan, Diwali 2022, Gandhinagar News

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો