Home /News /gandhinagar /ગાંધીનગરમાં ફરી દેખાયો દીપડો? અક્ષરધામ પાસે વનવિભાગનું સર્ચ ઓપરેશન

ગાંધીનગરમાં ફરી દેખાયો દીપડો? અક્ષરધામ પાસે વનવિભાગનું સર્ચ ઓપરેશન

Gandhinagar news: ગાંધીનગર મહાનગરપાલિકાના કર્મચારીઓને દીપડો દેખાયો હોવાની માહિતી મળી હતી. જે બાદ હાલ વન વિભાગે તે વિસ્તારમાં દીપડાની શોધખોળ કરી રહ્યું છે

Gandhinagar news: ગાંધીનગર મહાનગરપાલિકાના કર્મચારીઓને દીપડો દેખાયો હોવાની માહિતી મળી હતી. જે બાદ હાલ વન વિભાગે તે વિસ્તારમાં દીપડાની શોધખોળ કરી રહ્યું છે

  • News18 Gujarati
  • Last Updated :
  • Gandhinagar, India
    ગાંધીનગર: સાબરમતી નદીનો પટ દીપડા સહિતના પ્રાણીઓ માટે શહેરમાં આવવાનો દરવાજો બની ગયો હોય તેમ લાગી રહ્યુ છે. સાબરકાંઠાના જંગલોમાંથી ગાંધીનગર સુધી પહોંચી જતા હોય તેમ લોકો માની રહ્યા છે. આ દહેશત વચ્ચે દીપડો દેખાયાની આશંકા છે. આ વખતે અક્ષરધામ પાસે દીપડો દેખાયાની વાત સામે આવી છે. ગાંધીનગર મહાનગરપાલિકાના કર્મચારીઓને દીપડો દેખાયો હોવાની માહિતી મળી હતી. જે બાદ હાલ વન વિભાગે તે વિસ્તારમાં દીપડાની શોધખોળ કરી રહ્યું છે. નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા પણ સચિવાલય પાસે દીપડો દેખાયો હતો.

    દીપડાને પ્રથમ જોનાર મહાનગરપાલિકાનાં મહિલા કર્મચારી પોતાની વાત ન્યૂઝ18 ગુજરાતી સાથે કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતુ કે, 'અમે કામ કરવા માટે નગરપાલિકા તરફ જઇ રહ્યા હતા. તે દરમિયાન બાથરૂમ જવા ગયા હતા. પછી ઝાડીમાંથી દીપડો આવતા જોયો તો અમે ત્યાંથી ભાગી ગયા હતા.'

    આ પણ વાંચો: ગિરનાર પર્વત પર 100 કિમીની ઝડપે ફૂંકાયો પવન, રોપ વે બંધ

    તેમણે વધુમાં જણાવ્યુ કે, 'જે બાદ અમે અમારા સુપરવાઇઝરને જાણ કરી હતી. હાલ વન વિભાગ દ્વારા ઝાડીઓમાં દીપડા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.'

    વન વિભાગ દ્વારા અક્ષરધામ મંદિરની પાછળના ભાગની વચ્ચે બંધ મકાનની અંદર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આસપાસના સ્થાનિકોમાં પણ દીપડો આવ્યો હોવાની દહેશત જોવા મળતી હતી.

    બીજી બાજુ વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે પિંજરું અને નેટ મગાવવામાં આવી હતી. વન વિભાગના કર્મચારીઓએ બંધ પડેલા મકાનમાં નેટ સાથે વન વિભાગના કર્મચારીઓએ અંદર પ્રવેશ કર્યો હતો. બંધ ખંડેર હાલતમાં પડેલા મકાનમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.



    આ પહેલા સંતસરોવર, સચિવાલય, આયુર્વેદ હોસ્પિટલ સંકુલ, દોલારાણા વાસણા ગામમાંથી પણ દીપડો પકડાયેલો છે. જે બાદ થોડા દિવસ પહેલા જ નદી કિનારાના ભાગે સંત સરોવરથી રાજભવન વચ્ચેના ભાગે એક વ્યક્તિને દીપડો દેખાયાની વાત સામે આવી હતી.


    જે બાદ વનવિભાગની ટીમ દ્વારા શોધખોળ કરવામાં આવી હતી.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: ગાંધીનગર, ગુજરાત, દીપડો

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन