ગાંધીનગર : રાજ્યના પોલીસ વડાએ આજે ગાંધીનગર ખાતે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનો ચિતાર આપતા ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે લૉકડાઉનનો કડકાઈથી અમલ થશે અને લોકો જો લૉક઼ાઉન તોડશે તો કાર્યવાહીથશે. લૉકડાઉનમાં ટેક્સી કે રીક્ષાને પરવાનગી અપાઈ નથી અને જો આવા ધંધાદારી વાહનો ઝડપાશે તો કાર્યવાહી થશે. લોકો ભીડ એકઠી ન કરે અને જો ભીડ સર્જાય તો 100 નંબર પર પોલીસને જાણ કરવી. ગઈકાલે 10,488 વાહનો જપ્ત થયા છે. લૉકડાઉનમાં બીજી વાર વાહન પકડાશે તો કાર્યવાહી થશે. ઉપરાંત લોકો એ પણ ધ્યાનમાં રાખે આવશ્યક વસ્તુઓ લેવા માટે ખાનગી વાહનોને છૂટ છે. રીક્ષા કે ટેક્સી મળી આવશે તો જપ્ત થશે.
રાજ્યના પોલીસ વડાએ આપેલી માહિતીના મુખ્ય અંશો
કન્ટેનમેન્ટ એરિયામાં સખત અમલ કરાવવામાં આવશે. ભીડ દેખાય તો 100 નંબર પર ફોનથી માહિતી આપો, જેથી તાત્કાલિક કાર્યવાહી થાય. ગઈકાલે 100 નંબર પર આવેલા ફોનના આધારે 45 ગુના નોંધાય છે જ્યારે ડ્રોનની મદદથી : 363 ગુનાઓ નોંધવામાં આવ્યા છે.
બોટાદમાં દારૂની ગેરકાયદેસર હેરાફેરી ઝડપાઈ છે. આ વાહન દૂધ વિતરણ માટે પાસ આપવામાં આવ્યો હતો જેમાં દારૂની હેરાફેરી કરવામાં આવી હતી. ગઈકાલે 5770 વાહનો ગઈકાલે ડિટેન્શનમાંથી મુક્ત કર્યા છે.