Gandhinagar: ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ ચૂંટણી પંચ દ્વારા 'અવસર' અભિયાનનું લોન્ચિંગ કરાયું
Gandhinagar: ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ ચૂંટણી પંચ દ્વારા 'અવસર' અભિયાનનું લોન્ચિંગ કરાયું
રાજ્યમાં આગામી નવેમ્બર કે ડિસેમ્બર માસમાં ચૂંટણીનું આયોજન કરવામાં આવી રહ્યુ છે.
રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્ય મતદાર યાદી સંક્ષિપ્ત સૂધારણા કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections)ને લઇને ચૂંટણી પંચ (Election Commission) દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આજે ગાંધીનગર (Gandhinagar) લીલા હોટલ (Hotel Leela) ખાતે રાજ્યના તમામ કલેક્ટરની બે દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મતદાર યાદી સુધારણા ઝુંબેશ તેમજ ઈવીએમ ફર્સ્ટ લેવલ ચેકિંગને લઈને આયોજન કરવામાં આવ્યું છે.
6 ઓગસ્ટના રોજ ચૂંટણીપંચ દ્વારા ખાસ વર્કશોપનું લીલા હોટલ ખાતે આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં ઈ.વી.એમ.ના ફર્સ્ટ લેવલ ચેકિંગની કામગીરી સહિત મતદાર સુધારા કાર્યક્રમને લઇ ખાસ વર્કશોપ યોજવામાં આવ્યો છે. આ વર્કશોપમાં રાજ્યના વિવિધ જિલ્લા કલેક્ટરો હાજર રહ્યા હતા અને આ સિવાય દિલ્હીથી મુખ્ય ચૂંટણી અધિકારીઓ પણ આ વર્કશોપમાં હાજરી આપીને મતદાર સુધારા કાર્યકમમાં કેટલાક સુઝાવો પણ આપ્યા હતા.
રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્ય મતદાર યાદી સંક્ષિપ્ત સૂધારણા કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગાંધીનગર ખાતે જિલ્લા ચૂંટણી અધિકારીની બે દિવસની ટ્રેનિંગ યોજવામાં આવી છે. ત્યાં જ "અવસર" નામનું કેમ્પઈન આજે લોન્ચ કરવામાં આવ્યું છે. મતદાન ટકાવારી વધારવા અને મતદાન યાદીમાં નોંધણી કરવા માટે આ અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે. આગામી 12 ઓગષ્ટથી આ અભિયાનનો થશે પ્રારંભ રાજ્ય વ્યાપી કરવામાં આવશે.
નોંધનીય છે કે રાજ્યમાં આગામી નવેમ્બર કે ડિસેમ્બર માસમાં ચૂંટણીનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. ત્યારે અધિકારીઓ કેવા પ્રકારની કામગીરી ચૂંટણીમાં કરવી તેની જાણકારી રાજ્યના તમામ જિલ્લાના કલેક્ટરને આપવામાં આવી હતી. ખાસ કરીને મતદાર યાદી સુધારા કાર્યક્રમ પર વધુ ભાર મૂકવામાં આવ્યો હતો, જેમાં ગુજરાત રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ જણાવ્યું હતું કે, અવસર કરીને મતદાર યાદી સુધારા કાર્યક્રમનો આરંભ કરવામાં આવી રહ્યો છે. જે આગામી 12 ઓગસ્ટથી સમગ્ર રાજ્યમાં વોટર મતદાર હેલ્પ પર જઇને મતદારે પોતાની વિગતો જણાવાની રહેશે. આ ઉપરાંત આગામી માસમાં ચૂંટણી પચ દ્રારા મહત્વના કામો શરૂ કરવામાં આવશે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર