Home /News /gandhinagar /ગાંધીનગર જિલ્લામાં જમીન સંપાદનના રેકર્ડનું ડિજીટાઈઝેશન કરવામાં આવશે

ગાંધીનગર જિલ્લામાં જમીન સંપાદનના રેકર્ડનું ડિજીટાઈઝેશન કરવામાં આવશે

ગાંધીનગર જિલ્લામાં જમીન સંપાદનના રેકર્ડનું ડિજીટાઈઝેશન કરવામાં આવશે

આ અંગે કલેક્ટરે યોજેલી બેઠકમાં જરૂરી વિગતો અને રેકર્ડ ઉપલબ્ધ કરાવવા માટે સંબંધિત વિભાગોના અધિકારીઓને સૂચના આપી છે.

ગાંધીનગર: સમગ્ર રાજ્યમાં ધીમે ધીમે તમામ મહેસૂલ વ્યવહારો એને દસ્તાવેજો ઓનલાઇન કરવાની દિશામાં રાજ્ય સરકાર છે. આજ પ્રક્રિયાના ભાગરુપે હવે ગાંધીનગર જિલ્લામાં જમીન સંપાદનના રેકર્ડનું ડિજીટાઈઝેશન હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સંદર્ભે જિલ્લા કલેક્ટર દ્વારા પ્રાથમિક ચર્ચાઓ અંગે બેઠક પણ થઈ ગઈ છે. ગાંધીનગર શહેર માટે સંપાદન થયેલી જમીન, શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં સરકાર દ્વારા વિવિધ પ્રોજેક્ટ્સને લઈ સંપાદન કરવામાં આવેલ જમીન, રેલ્વેની જમીન, પ્રા.આ. કેન્દ્રો માટે ગ્રામ્યસ્તરે ફાળવવામાં આવેલ જમીન સહિતના રેકર્ડનું ડિજીટાઈઝેશન કરવામાં આવનાર છે. આ અંગે કલેક્ટરે યોજેલી બેઠકમાં જરૂરી વિગતો અને રેકર્ડ ઉપલબ્ધ કરાવવા માટે સંબંધિત વિભાગોના અધિકારીઓને સૂચના આપી છે.

આ પણ વાંચો: હળવદમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા, કરોડોનો મુદ્દામાલ જપ્ત

૧૫ એપ્રિલ સુધીમાં આ રેકર્ડ ઉપલબ્ધ થયા બાદ ડિજીટાઈઝેશન અંગેની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ કલેક્ટર કચેરીના સૂત્રોમાંથી જાણવા મળેલ છે. અગાઉ જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોના રેકર્ડ ડિજીટાઈઝેશન પછી સરકારે હવે મહેસુલ વિભાગના રેકર્ડનું પણ ડિજીટાઈઝેશન કરવા માટેનું મન બનાવી લીધુ હોવાનું જાણવા મળેલ છે.

આ પણ વાંચો: અરવલ્લી: ટ્રકે બાઇકને મારી ટક્કર, દંપતી સહિત બે બાળકોના મોત

ગાંધીનગર જિલ્લામાં હાલ જમીન સંપાદનના રેકર્ડનું ડિજીટાઈઝેશન કરવામાં આવશે. આ પછી અન્ય કચેરીઓમાં આ કામગીરી તબક્કાવાર હાથ ધરવામાં આવશે તેમ જાણવા મળેલ છે. ૫૦ વર્ષથી પણ વધુ જૂના રેકર્ડ હોવાથી ડિજીટાઈઝેન કરવુ જરૂરી બન્યુ છે જેથી રેકર્ડની જાળવણીમાં સરળતા રહેશે તેમજ રેકર્ડની ચકાસણીની કામગીરી આંગળીના ટેરવે શક્ય બનશે.આ ડીજીટલાઇઝેશન આગામી પચાસ વર્ષ ને ધ્સાન મા રાખીને કરવામા આવશે . જોકે આ પ્રક્રિયા સમયમાંગી લે તેમ છે.

સમગ્ર તંત્રે ને ઓનલાઇન કરતા એટલીસ્ટ એક વર્ષ જેટલો સમય લાગી શકેછે.


પરંતુ ભવિષ્યની જરુરિયાતો ને ધ્યાન મા રાખીને સમગ્ર રાજ્ય માટે આ નિર્ણય લેવાયો છે.જેનો અનલ સૌથી પહેલા પાટનગર દ્વારા કરાશે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Gandhinagar News, Gujarat News