Home /News /gandhinagar /

Gandhinagar: વાહ! અનાથ દીકરીને દત્તક લઈ NIDમાં ભણાવી: વાંચો સામાન્ય દંપતીની અસામાન્ય કહાની 

Gandhinagar: વાહ! અનાથ દીકરીને દત્તક લઈ NIDમાં ભણાવી: વાંચો સામાન્ય દંપતીની અસામાન્ય કહાની 

પરિવારના

પરિવારના અનેક વિરોધો વચ્ચે આ દંપતીએ દુર્ગા ને દત્તક લીધી

કુસુમબેનના પિતા ફોરેસ્ટ વિભાગમાં નોકરી કરતા હતા. કુસુમબેન અને તેમના પતિ ધર્મેન્દ્રભાઇ સુથારે દીકરીને દત્તક લઇ ખૂબ ભણાવી. દીકરીએ NIDમાંથી ભણી અને અત્યારે મોટા પગાર સાથે નોકરી કરે છે. આ દીકરી પણ ભવિષ્યમાં બાળક દત્તક લેવા ઇચ્છા રાખે છે. 

વધુ જુઓ ...
  Abhishek Barad, Gandhinagar: સંતાન વિનાનું દંપતી (couple)જ્યારે અનાથ બાળકને (Orphan child) દત્તક લઇ તેનું નવુ જીવન આપવાનું નક્કી કરે ત્યારે એક બાળકને નવી જિંદગી મળે છે અને મા-બાપને સંતાન સુખ. ઉચ્ચ વિચાર અને સમાજ માટે કંઇક કરી છૂટવાની ભાવનાવાળા લોકો જ બાળકોને દત્તક (adoption) લઇ તેને સારો ઉછેર કરી એક નવી જિદંગી આપે છે અને સમાજને નવો રાહ ચિંધે છે.

  અનાથ બાળકને દત્તક લઇ તેને કારકિર્દીના સર્વોચ્ચ શિખરે પહોંચાડી

  ગાંધીનગરમાં રહેતા ધર્મેન્દ્રભાઈ સુથાર અને તેમના પત્ની કુસુમબેન પણ કંઇક આવુ જીવન જીવે છે અને એક અનાથ બાળકને દત્તક લઇ તેને કારકિર્દીના સર્વોચ્ચ શિખરે પહોંચાડી સમાજ માટે ઉદાહરણરૂપ બન્યા છે.સુથાર દંપતીને સંતાન નહોતું. તેમને સંતાન થાય તેવી તેમને ઇચ્છા તો હતી. લગ્ન જીવનનાં થોડા વર્ષો પછી કુસુમબેને નક્કી કર્યુ કે, તેઓ બાળક દત્તક લેશે. અનાથ બાળકમાં પણ દીકરીને દત્તક લેવાનું નક્કી કર્યું. આ વિચાર તેમણે તેમના પતિ ધર્મેન્દ્રભાઈ અને તેમના પિતાને જણાવ્યો, અને તેઓ બન્ને આ વિચારથી રાજી થયા.

  દંપતીનાં આ નિર્ણયથી પરિવારમાં કેટલાક લોકો નારાજ પણ થયા.

  આ નિર્ણય કુદરતે પણ વધાવ્યો હોય એમ એ જ સમય દરમિયાન કુસુમબેનના પિતા રાજપીપળામાં ફોરેસ્ટ વિભાગમાં (Forest department, Rajpipla)ફરજ બજાવતા હતા. ત્યાં એક ભાઈ પાસે 11 મહિનાની અનાથ બાળકી હતી. ધર્મેન્દ્રભાઈ અને કુસુમબેને આ બાળકીને દત્તક લેવાનું નક્કી કર્યું અને સરકારી ચોપડે વિધિ પૂરી કરી. આ દીકરીનું નામ હતું દુર્ગા (Durga).
  દંપતીનાં આ નિર્ણયથી પરિવારમાં કેટલાક લોકો નારાજ પણ થયા. આમ છતાં, તેઓ તેમના નિર્ણય પર અડગ રહ્યા. આ બાળકી દુર્ગાને માતાનું દૂધ નહોતું મળ્યું જેના કારણે નોર્મલ બાળક કરતા શારીરિક રીતે નબળી હતી. આ દંપતીએ અનેક ડોક્ટરો પાસે સારવાર કરાવી, પરંતુ છ વર્ષ સુધી ચોક્કસ પરિણામ મળ્યું નહિ અને અનેક સમસ્યાઓ વચ્ચે આ દીકરીને મોટી કરી, ત્યારબાદ તે નોર્મલ બાળકની જેમ સ્વસ્થ થઈ.

  ગાંધીનગર NID (National School of Design)માંથી ડિઝાઇનિંગમાં માસ્ટર કર્યું.

  ધર્મેન્દ્રભાઈ અને કુસુમબેન નક્કી કર્યું હતું કે આપણે આ બાળકીને કોઈ ડોક્ટર કે એન્જિનિયર બનાવવા માટે ફોર્સ નથી કરવો. આ બાળકીમાં જે કળા છે તે પારખીને તેને મોટી કરવાની છે. ધીમે ધીમે દુર્ગા મોટી થઈ. માતા કુસુમબેને પારખી લીધું કે, આ દીકરીમાં ડ્રોઈંગ આર્ટની કળા છે. તેમણે ગાંધીનગરના સારામાં સારા આર્ટના ટીચર પાસે અભ્યાસ કરાવ્યો અને દુર્ગા પણ આ ક્ષેત્રમાં ખૂબ આગળ વધી. તે તમામ સ્પર્ધામાં હંમેશા અગ્રેસર જ રહી, ત્યારબાદ તેણે એમ.એસ. યુનિવર્સિટીમાંથી (M.S University)માં બેચલર ડિગ્રી અને ગાંધીનગર NID (National School of Design)માંથી ડિઝાઇનિંગમાં માસ્ટર કર્યું.

  માતા પિતા કોઈ એક શબ્દ નથી પણ પુરી દુનિયા છે:દુર્ગા

  કોલેજ કેમ્પસમાંથી જ બેંગ્લોરની પ્રતિષ્ઠિત કંપનીમાં પ્લેસમેન્ટ મળ્યું. દુર્ગા આજે સારા એવા પગાર સાથે મોટી કંપનીમાં કામ કરે છે અને તે પોતે પણ તેના માતા-પિતાના રસ્તે ચાલવા માંગે છે અને ભવિષ્યમાં બાળક દત્તક લેવા ઇચ્છે છે.દુર્ગા સાથે વાત કરતા તે જણાવે છે કે, માતા પિતા કોઈ એક શબ્દ નથી પણ પુરી દુનિયા છે. મારા માતા પિતાએ મને જે પ્રેમ આપ્યો એવો જ પ્રેમ લાગણી હું પણ કોઈ અનાથ બાળકને આપું એવી મારી ઈચ્છા છે.

  જો કુસુમબેનના પરીવારની વાત કરીએ તો તેઓના પિતાનું નામ દલસુખભાઈ સુથાર હતું તેઓ Deputy conservator of forest( DCF) તરીકે નિવૃત થયા હતા.કુસુમબેનની ઉંમર 53 વર્ષ છે તેઓ હાલ નેચર એજ્યુકેટર, ગીર ફાઉન્ડેશન માં કાર્યરત છે.તેમના પતિનું નામ ધર્મેન્દ્રભાઈ સુથાર છે તેઓની ઉંમર પણ 53 વર્ષ છે તેઓ ઓટોમોબાઈલના બિઝનેસ સાથે સંકળાયેલા છે.
  Published by:Santosh Kanojiya
  First published:

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन