Home /News /gandhinagar /Gandhinagar: રોહિદાસ સમાજમાં કુરિવાજો દૂર કરવા  મહાસંમેલન યોજાશે; આ મુદ્દાઓની ચર્ચા થશે

Gandhinagar: રોહિદાસ સમાજમાં કુરિવાજો દૂર કરવા  મહાસંમેલન યોજાશે; આ મુદ્દાઓની ચર્ચા થશે

ગુજરાતના

ગુજરાતના દરેક ગામો માંથી 1 લાખ કરતા વધારે સમાજના લોકો આવશે

સંતશ્રી રોહિદાસ સેવા સમાજ ગાંધીનગર દ્વારા આયોજિત ગુજરાત રાજ્ય રોહીત સમાજનું મહા સંમેલન યોજાશે. ગ્રામ્ય, તાલુકા, શહેર, જિલ્લા તેમજ રાજ્ય સરે સંગઠનની રચના, સમાજમાંથી અંધશ્રદ્ધા, કુરિવાજો દૂર કરવા જેવા 16 ઉદ્દેશો સાથે મહા સંમેલન યોજાશે.

વધુ જુઓ ...
    Abhishek Barad, Gandhinagar: રાજ્યના પાટનગરમાં અનેક સમાજો દ્વારા આંદોલન, શક્તિ પ્રદર્શન અને સંમેલનો કરવામાં આવે છે. ત્યારે સંતશ્રી રોહિદાસ સેવા સમાજ ગાંધીનગર દ્વારા આયોજિત ગુજરાત રાજ્ય રોહીત સમાજનું મહા સંમેલન યોજાશે. જેમાં સમાજના એક લાખ કરતા વધારે લોકો ગુજરાત ભરમાંથી આવશે.ગ્રામ્ય, તાલુકા, શહેર, જિલ્લા તેમજ રાજ્ય સરે સંગઠનની રચના, સમાજમાંથી અંધશ્રદ્ધા, કુરિવાજો દૂર કરવા જેવા 16 ઉદ્દેશો સાથે મહા સંમેલન યોજાશે.

    ગુજરાત રાજ્ય રોહિત સમાજનું મહાસંમેલન રામકથા મેદાન, સેક્ટર-૧૧, ગાંધીનગર, તારીખ 25 સપ્ટેમ્બર, રવિવાર સવારે 10 કલાકે યોજાશે. આ રોહિત મહાસંમેલન બિનરાજકીય છે. સંત શિરોમણી રોહિદાસજી અને ભારતીય સંવિધાનના નિમાના, ભારતરત્ન, યુગપુરૂષ, ડૉ. બાબાસાહેબ આંબેડકરની વિચારધારાને મૂર્તિમંત કરવા રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ઇતિહાસમાં સૌ પ્રથમ વખત ગુજરાત પ્રદેશ લેવલનું રાજ્યકક્ષા રોહિત મહાસંમેલન'' સંતશ્રી રોહિદાસ સેવા સમાજ (ગુજરાત), ગાંધીનગર દ્વારા આયોજીત મહાસંમેલન સમાજના શુભચિંતકો, બૌદ્ધિક આગેવાનો, કર્મશીલી, શ્રેષ્ઠીઓ, આગેવાનો, આ મહાન ભગીરથ કાર્યમાં આપ સર્વેના સાથ અને સહકારની ભાવનાન ઊત્તેજિત કરી સામાજિક અને શૈક્ષણિક તેમજ સમાજલક્ષી વિચારોની આપલે કરવા સમાજની સંગઠન શકિત નવી ઊર્જાનો સંચાર થાય તેવા આશયથી મહાસંમેલનમાં ખૂબ વિશાળ સંખ્યામાં ગુજરાતભરમાંથી લોકો આવશે.

    આ સંમેલનમાં 16 જેટલા ઉદેશોની ચર્ચા - વિચારણા કરવામાં આવશે. 1. સમાજનું ગ્રામ્ય, તાલુકા, શહેર, જિલ્લા તેમજ રાજ્ય સ્તરે સંગઠનની રચના કરવી. 2. દરેક ખાનગી અને સરકારી ક્ષેત્રોમાં નિયમ અનુસાર આરક્ષણનો અમલ કરાવવો. કોન્ટ્રાક્ટ પધ્ધતી બંધ કરી ડીસ્ટ્રીકટ બેક, ડેરી, ફર્ટિલાઇઝર કંપનીમાં અમલ કરાવવો. 3. અનુ. જાતિ માટે દસ લાખ આવક મર્યાદા કરવા રજુઆત કરવી. 4. અનુ. જાતિની વસ્તીના પ્રમાણમાં અનામતમાં વધારો કરવા રજુઆત કરવી.





    5. સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગો અને ફિઝિકલફિટનેસ કેમ્પનું નિયમિત આયોજન કરવું. 6. અનુ. જાતિ આરક્ષિત જગ્યાઓ બિનઆરક્ષિતમાં ન ફેરવાય તે અંગે રજુઆત કરવી, 7. સમગ્ર ગુજરાત પ્રદેશ રોહિત સમાજનું એકજ બંધારણ થાય તે અંગે અમલ તરફ દરેક પરગણાના બંધારણ કમીટીના સભ્યોએ ચર્ચા વિચારણા કરવી. 8. સમગ્ર ગુજરાતમાં રોહિત સમાજ ઉપર આવનાર વિકટ પરિસ્થિતિમાં મદદરૂપ થવું, 9. ગુજરાત અનુસૂચિત જાતિ આયોગની રચના કરવા મજબુત રીતે રજૂઆત કરવી, 10. અનુસૂચિત જાતિ માટે બજેટમાં ફળવાયેલ ફંડ તેનો સમાજના ઉત્થાનમાં ઉપયોગ થાય તે અંગે રજુઆત કરવી. તેમજ સમાજના ખેડૂતોને વિના વ્યાજે લોન મળે તે અનુસંધાને રજુઆત કરવી.

    11. રોહિત સમાજના સગાઈ, લગ્ન, શ્રીમંત, મરણ જેવાં પ્રસંગોમાં ખોટા ખર્ચા કે દેખાડા બંધ થાય તે અંગે ચર્ચા અને અમલ અંગે વિચારવું. 12. સમાજના આર્થિક નબળા લોકોનાં હોશિયાર વિદ્યાર્થીઓને મદદ કરી શકાય તે અંગે વિચાર વિમર્શ કરી ફંડ ઉભું કરવા વિચારવું તેમજ વિદેશ અભ્યાસ અર્થે જનાર વિધાર્થીઓને મદદરૂપ થવું 13. અનુસૂચિત જાતીના શિક્ષીત બેરોજગારોને તેમજ સમાજની વિધવા, ત્યક્તા બહેનો સન્માનભેર જીવી શકે, રોજગારી મળે તે અંગે રજુઆત કરવી તેમજ બેરોજગાર યુવાન, યુવતી તેમજ વિધવા, ત્યકતાને મદદરૂપ થવા અંગે રજુઆત કરવી. 14. સરકારના તમામ બોર્ડ, નિગમ કોર્પોરેશનમાં અનુ. જાતિને સ્થાન આપવું. 15. અનુ. જાતિ ઉપર થતા અત્યાચાર માટે અનુ.જાતિના વકીલની પેનલ બનાવવી અને કસુરવાર સામે બિન જામીનપાત્ર ગુન્હો બને તેનો અમલ કરાવવો. 16. રોહિત સમાજના મહાસંમેલનના દાન માટે યૂનિયન બેંક QR કોડનો ઉપયોગ કરવો.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Gandhinagar News, Program, Society

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन