Home /News /gandhinagar /

AHEMDABAD: વ્રજ પટેલના દહી-ભલ્લાના બિઝનેસ આઈડિયાને કાર્તિક આર્યને ટ્વીટ કરી બિરદાવ્યું, ટૂંક સમયમાં ખોલશે સ્ટોલ

AHEMDABAD: વ્રજ પટેલના દહી-ભલ્લાના બિઝનેસ આઈડિયાને કાર્તિક આર્યને ટ્વીટ કરી બિરદાવ્યું, ટૂંક સમયમાં ખોલશે સ્ટોલ

પ્રેરણાદાયી

પ્રેરણાદાયી વીડિયો જોઈને નવો બિઝનેસ કરવાનો વિચાર મળ્યો

નવયુવાન વ્રજ પટેલ જે મૂળ પાટણના રણુજ ગામનો વતની છે. જેણે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં દહીં ભલ્લા (Dahi Bhalla) વેચવાનો વિચાર રજૂ કર્યો છે.

  પાર્થ  પટેલ/ અમદાવાદ: અમદાવાદના (Ahmedabad) ઘાટલોડિયા વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતો નવયુવાન વ્રજ પટેલ જે મૂળ પાટણના રણુજ ગામનો વતની છે. જેણે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં દહીં ભલ્લા (Dahi Bhalla) વેચવાનો વિચાર રજૂ કર્યો છે. અને તેની સાથે વાતચીત કરતા જાણવા મળ્યું કે તે ટૂંક જ સમયમાં પોતાનો સ્ટોલ શરૂ પણ કરી દેશે.આ નવયુવાનની વાત કરીએ તો તેણે ડિપ્લોમા ઇન આઈટી એન્જિનિયરીંગ (Diploma in IT Engineering) જે ગર્વમેન્ટ પોલિટેકનિક, ગાંધીનગર કોલેજમાં અભ્યાસ કર્યો છે.

  2019 માં પાસઆઉટ થયા બાદ કોલેજના પ્લેસમેન્ટમાં પોતાને અનુકૂળ ન આવતાં અને પોતાનું નેતા બનવાનું સપનું સાકાર કરવા રાજકીય પાર્ટીમાં કામ કરવા લાગ્યો. પરંતુ સંજોગોવસાત આ કાર્ય છોડવું પડ્યું.કહેવાય છે કે જેને જીવનમાં કંઈક નવું લોકો માટે કરવું છે તે સખત અને સતત મહેનત કરતા રહે છે. ત્યારબાદ તેણે નક્કી કર્યું કે બિઝનેસ (Business) કરીને પોતાના કરીયરમાં તે આગળ વધશે.

  પ્રેરણાદાયી વીડિયો જોઈને નવો બિઝનેસ કરવાનો વિચાર મળ્યો

  અમદાવાદના પ્રખ્યાત એમબીએ ચાયવાલેના (MBA Chaiwale) પ્રફુલ બિલોરે તથા અન્ય યંગસ્ટારના સોશિયલ મીડિયામાં પ્રેરણાદાયી વીડિયો જોઈને નવો બિઝનેસ કરવાનો વિચાર મળ્યો. દરેક સેલિબ્રિટી (Celebrity) પોતપોતાની રીતે ટ્વિટર પર હેસટેગ ચલાવતા હોય છે.

  તેમાંથી હાલમાં ટ્વિટર પર ચાલતું હેસટેગ #AskKartik માં તેણે ટેગ કરીને પોતાના નવા બિઝનેસ શરૂ કરવાનો સંદેશો મોકલ્યો હતો. જેના રીપ્લાયમાં કાર્તિક આર્યને ટ્વિટ (Tweet) કરીને શુભેચ્છા પણ પાઠવી હતી. કેમ કે કાર્તિક આર્યન પણ પોતે એક એન્જિનિયર છે. દરેક સેલિબ્રિટી નવા બિઝનેસની નવી શરૂઆત કરતા આ નવયુવાન યંગસ્ટરને (Youngster) પ્રોત્સાહન આપે છે.

  વ્રજને કોલેજમાં કોઈ સારી નોકરીની તકન મળતા સૌપ્રથમ વડાપાંઉ વેચવાનું શરૂ કર્યું હતું.

  વ્રજને પહેલેથી રાજનીતિમાં રસ હતો કારણ કે તેનું સપનું નેતા (Leader) બનવાનું હતું. પણ હવે તે અધુરું જ રહેશે અને નવા વિચાર સાથે બિઝનેસ શરૂ કરશે. વ્રજને કોલેજમાં કોઈ સારી નોકરીની તક (Opportunity) ન મળતા સૌપ્રથમ વડાપાંઉની શરૂઆત પણ નારણપુરાથી કરી હતી. જે બે અઠવડિયા જેટલી ચલાવી. તે પછી વડાપાંઉ વેચવાનું (Sell) બંધ કર્યું. કેમ કે આ ધંધો વ્રજ માટે નવો હતો અને સમય વ્યવસ્થાપન સચવાતો નહતો તથા અન્ય પર્સનલ કારણથી વ્યવસાય બંધ કરવો પડ્યો. ત્યારબાદ મુકેશ શર્મા જે દિલ્લીમાં નહેરુપ્લેસમાં દહીં ભલ્લા વેચે છે. જેમના યુટ્યુબ (YouTube) પરના પ્રેરણાદાયી વીડિયો જોઈને દહીં ભલ્લા વેચવાનો વિચાર કર્યો છે.જે આગામી ટૂંકસમયમાં તે શરૂઆત કરી દેશે.  આ પણ વાંચો: 500 વર્ષ બાદ પાવાગઢ મહાકાળી મંદિરે રચાયો ઇતિહાસ, જુઓ તસવીરો

  મિત્ર કે સગાસંબંધીમાંથી કોઈએ સાથ સહકાર ન આપ્યો

  દહીં ભલ્લા જે દિલ્લીની લોકપ્રિય ચાટ (Chaat) છે. જે અમદાવાદમાં કેટલીક હોટેલ અને રેસ્ટોરન્ટમાં મોંઘા ભાવે વેચાતી જોવા મળે છે. તે સામાન્ય ખાણીપીણીના (Eating and Drinking) રસિકો ખાઈ શકે તે ભાવે બનાવીને વેચશે. આ કાર્ય માટે તેના મિત્ર વર્તુળ કે સગાસંબંધીમાંથી કોઈએ સાથ સહકાર ન આપ્યો. પરંતુ તેના માતા-પિતા એ સપોર્ટ કર્યો. પણ પોતાના આ નવા બિઝનેસ કરવાનું સાહસ જોઈને ઘણા લોકોએ તથા સેલિબ્રિટીએ પ્રશંસા કરી શુભેચ્છા (Good Luck) પાઠવી રહ્યા છે.
  Published by:kuldipsinh barot
  First published:

  Tags: Ahmedabad news, Kartik aaryan, અમદાવાદ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन