Home /News /gandhinagar /Paper Leak Case: પેપર લીક કેસમાં કમિટીની રચના કરાઈ, નવી તારીખ અંગે લેવાયો છે મહત્વનો નિર્ણય

Paper Leak Case: પેપર લીક કેસમાં કમિટીની રચના કરાઈ, નવી તારીખ અંગે લેવાયો છે મહત્વનો નિર્ણય

પેપર ફૂટ્યા પછી બનેલી કમિટી પરીક્ષાની નવી તારીખ જાહેર કરશે

Junior Clerk Paper Leak Case: જુનિયર ક્લાર્કની આજે યોજાનારી પરીક્ષા પેપર લીક થવાના કારણે મોકૂફ રખાઈ છે. હવે આ મામલે એક કમિટીની રચના કરવામાં આવી છે જે આજે જ પરીક્ષાની નવી તારીખ જાહેર કરશે. આ કમિટીમાં ATS, પંચાયત સેવા બોર્ડ અને ગૃહ વિભાગનો સમાવેશ કરવામાં આવ્યો છે.

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
ગાંધીનગરઃ પેપર લીક મામલે કમિટીની રચના કરવામાં આવી છે આ કમિટી દ્વારા આગામી પરીક્ષાની તારીખની જાહેરાત કરવામાં આવશે. આ કમિટીમાં ATS, પંચાયત સેવા બોર્ડ અને ગૃહ વિભાગનો સમાવેશ કરવામાં આવ્યો છે. કમિટી દ્વારા આ કેસમાં અહેવાલ તૈયાર કરવામાં આવશે અને તેની સોંપણી સરકારને કરવામાં આવશે. આ સાથે પરીક્ષાની તારીખ અંગે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

જુનિયર ક્લાર્કનું પેપર ફૂટવા મામલે કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટી આગામી પરીક્ષા ક્યારે યોજાશે તે અંગે આજે જ નિર્ણય લઈને નવી તારીખની જાહેરાત કરવામાં આવશે. માનવામાં આવે છે કે આગામી ટૂંક સમયમાં ફરીથી પરીક્ષાનું આયોજન કરવામાં આવી શકે છે.

આ પણ વાંચોઃ પેપર વેચવા માટે આરોપીઓ કઈ રીતે બકરો શોધતા હતા?

આજે જ જાહેર કરાશે પરીક્ષાની નવી તારીખ


પરીક્ષા શરુ થવાની હતી તેના ગણતરીના કલાકો પહેલા પેપર ફૂટવાની ઘટનાને કારણે પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરીક્ષા માટે તૈયારી કરી રહેલા ઉમેદવારોને અંતિમ ક્ષણે પરીક્ષા રદ્દ થવાની વાત જાણીને ભારે આંચકો લાગ્યો છે. ઉમેદવારોના આક્રોશને ધ્યાનમાં રાખીને આજે જ પરીક્ષાની નવી તારીખ જાહેર કરી દેવામાં આવશે.

કમિટી તૈયાર કરેલો અહેવાલ સરકારને સોંપશે


પેપર ફૂટવાની ઘટનામાં જે કમિટી બનાવવામાં આવી છે તેમાં ATS (એન્ટી-ટેરર સ્ક્વોડ), પંચાયત સેવા બોર્ડ અને રાજ્યનું ગૃહ વિભાગ સામેલ રહેશે. આજે બપોર સુધીમાં આ કમિટી દ્વારા નિર્ણય લઈને આગામી પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવશે.



ગુજરાતમાં વારંવાર પેપર ફૂટવાની ઘટના બનતી રહી છે પરંતુ આ વખતે ATS દ્વારા બાતમીના આધારે પરીક્ષા શરુ થાય તેના કલાકો પહેલા જ કાર્યવાહી કરીને આરોપીઓને ઝડપી પાડ્યા છે. ઝડપાયેલા આરોપીઓમાં 15 લોકોનો સમાવેશ થાય છે, જેમાં 10 ગુજરાત બહારના છે અને 5 ગુજરાતના છે. હવે ઝડપાયેલા આરોપીઓની તપાસ કરીને આ ગેંગનું સંચાલન ક્યાંથી અને કોના દ્વારા કરવામાં આવી રહ્યું છે તે અંગે તપાસ કરવામાં આવશે.
First published:

Tags: Gujarati news, Paper leak, ગાંધીનગર, ગુજરાતી સમાચાર, પેપર લીક