Home /News /gandhinagar /ડી- માર્ટ મોલમાં મળશે નોકરી, રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા સીધી ભરતીનો પ્રયાસ

ડી- માર્ટ મોલમાં મળશે નોકરી, રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા સીધી ભરતીનો પ્રયાસ

સીધી ભરતીનો પ્રયાસ

State Labor and Employment Department: રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા જે તે જિલ્લામાં બેરોજગારોને નોકરી મળી રહે તે માટે ખાનગી કંપનીઓ સાથે સીધા ટાઇપ દ્વારા સીધી ભરતીના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આવા જ એક પ્રયાસ અંતર્ગત ગાંધીનગરની સ્થાનિક શ્રમ અને રોજગાર કચેરી દ્વારા ડી માર્ટ નામની ખાનગી કંપની સાથે ટાઇ અપ કરવામાં આવ્યું છે.

વધુ જુઓ ...
ગાંધીનગર: રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા જે તે જિલ્લામાં બેરોજગારોને નોકરી મળી રહે તે માટે ખાનગી કંપનીઓ સાથે સીધા ટાઇપ દ્વારા સીધી ભરતીના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આવા જ એક પ્રયાસ અંતર્ગત ગાંધીનગરની સ્થાનિક શ્રમ અને રોજગાર કચેરી દ્વારા ડી માર્ટ નામની ખાનગી કંપની સાથે ટાઇ અપ કરવામાં આવ્યું છે. ડી માર્ટ ગાંધીનગરમાં - ગાંધીનગરના જ બેરોજગારોને યોગ્ય સ્થાન મળી રહે, યોગ્ય રોજગારી મળી રહે તે માટે એક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગાંધીનગર વાસીઓને પ્રથમ પસંદગી મળશે.

ખાનગી કંપની સાથે સીધા ટાઇપ સીધી ભરતીના પ્રયાસો


ગાંધીનગર જિલ્લા રોજગાર કચેરી અને ડી- માર્ટ ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે તારીખ 15/03/2023ના રોજ સવારે 10:00 કલાકે ડી- માર્ટ, ક્રોમા શોરૂમ પાસે, આસ્થા હોસ્પિટલની સામે સરગાસણ, ગાંધીનગર ખાતે રોજગાર ભરતી મેળો યોજાશે. આ ભરતી મેળામાં દેશની જાણીતી રિટેલ સર્વિસ કંપની ડી- માર્ટ ભાગ લેશે. જેમાં સેલ્ફ એસોસિયેટ, કેશિયર, પેકર, હાઉસ કીપિંગ, ફેસીલીટી સ્ટાફ તથા સિક્યુરિટી સ્ટાફ સહિતની જગ્યા માટે મોટા પ્રમાણમાં ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે.

આ પણ વાંચો: પ્રસાદ વિવાદ: 21 ભૂદેવોએ મોહનથાળ શરૂ કરવા કરી માંગ, જો માંગ નહિ સ્વીકારાય તો...

આ ઉમેદવારો લઈ શકે છે ભાગ


ગાંધીનગર જિલ્લાના ઉમેદવારો કે જેઓ ધોરણ 8 પાસ, 10 પાસ કે 12 પાસ થયા હોય તેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા 18 થી 25 વર્ષની વય ધરાવતા અને હાઉસ કીપિંગ તથા સિક્યુરિટી માટે 18 થી 40 વર્ષની વય ધરાવતા તમામ ઉમેદવારો ભાગ લઈ શકશે. ઉપરોક્ત જગ્યા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો એ ભરતી મેળાના સ્થળ પર પોતાની શૈક્ષણિક લાયકાત મુજબ ડોક્યુમેન્ટ અને બાયોડેટા સહિત ઉપસ્થિત રહેવાનું રહેશે.

આ પણ વાંચો: શું કોરોના પાછો આવ્યો? શહેરમાં વાયરલ ઈન્ફેકશનના કેસોમાં ધરખમ વધારો જોવા મળ્યો

ગાંધીનગરમાં રહેતા ઉમેદવારોને પ્રથમ પ્રાધાન્ય


આ સાથે ઉમેદવારો વધારે જાણકારી માટે ગાંઘીનગર રોજગાર હેલ્પલાઇન નંબર 63 57 390390 પર ફોન કરીને અથવા તો જિલ્લા રોજગાર કચેરી સી-વિંગ, પ્રથમ માળ, સહયોગ સંકુલ, સેક્ટર 11 ગાંધીનગરમાં રૂબરૂ આવી મુલાકાત લઇ પણ માહિતી મેળવી શકે છે. ઉલ્લેખનીય છે કે, આ રોજગારી મેળામાં ગાંધીનગરમાં રહેતા ઉમેદવારોને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે.
Published by:Vimal Prajapati
First published:

Tags: Employment, Employment news, Gandhinagar News