Home /News /gandhinagar /પીએમ મોદીએ ખેડૂતોને પ્રાધાન્ય આપ્યું છે : નમો કિસાન પંચાયતમાં જે. પી. નડ્ડા

પીએમ મોદીએ ખેડૂતોને પ્રાધાન્ય આપ્યું છે : નમો કિસાન પંચાયતમાં જે. પી. નડ્ડા

ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા નમો કિસાન પંચાયત કાર્યક્રમમાં શુભારંભ કરાવીને ઇ-બાઇકને ફ્લેગ ઓફ કરાવ્યું છે.

ગુજરાતની આશરે 143 વિઘાનસભા બેઠક પર આશરે 14 હજાર 200 ગામડામાં નમો કિસાન પંચાયત થકી કેન્દ્ર અને રાજય સરકારની વિવિધ ખેડૂત લક્ષી યોજના અને કાર્યો અંગે ઇ-બાઇકથી માહિતી આપવામાં આવશે.

  ગાંધીનગર : ભાજપના રાષ્ટીય અધ્યક્ષ જે.પી. નડ્ડા બે દિવસે ગુજરાત પ્રવાસે આવ્યા છે. આજે તેઓએ પ્રદેશ ભાજપ કિસાન મોરચા દ્વારા યોજાનાર “નમો કિસાન પંચાયત” કાર્યક્રમ અંગે લોન્ચ કર્યુ છે. ગુજરાતની આશરે 143 વિઘાનસભા બેઠક પર આશરે 14 હજાર 200 ગામડામાં નમો કિસાન પંચાયત થકી કેન્દ્ર અને રાજય સરકારની વિવિધ ખેડૂત લક્ષી યોજના અને કાર્યો અંગે ઇ-બાઇકથી માહિતી આપવામાં આવશે. ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા નમો કિસાન પંચાયત કાર્યક્રમમાં શુભારંભ કરાવીને ઇ-બાઇકને ફ્લેગ ઓફ કરાવ્યું છે.

  તેમણે આ સંબોધનમાં જણાવ્યુ છે કે, કૃષિ વિભાગના બજેટમાં 6 ગણો વધારો કર્યો છે. ખેડૂતોને વધુમાં વધુ ભાવ મળે તેવા પ્રયાસ કરાયા છે. તેમણે વધુમાં જણાવ્યુ કે, PM મોદીએ ખેડૂતો સુધી સીધી સહાય પહોંચાડી છે. PM મોદીએ ખેડૂતોને પ્રાધાન્ય આપ્યું છે.  જે. પી નડ્ડાએ સંબોધનમાં જણાવ્યુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના ચલાવીને 80 કરોડ જનતાને પાંચ કિલો ઘઉં, પાંચ કિલો ચોખા અને પાંચ કિલો દાળ આપીને ગરીબ જનતાને મજબૂત કરવાનું કામ કર્યુ છે. તેમણે વધુમાં જણાવ્યુ કે, એક સદી પહેલા જ્યારે દુર્ઘટના સર્જાઈ હતી, ત્યારે રોગ કરતાં ભૂખમરાથી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા. કોરોના મહામારી સદીની સૌથી મોટી દુર્ઘટના હતી. પરંતુ વડા પ્રધાન મોદીએ પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ તેમણે 11 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં વાર્ષિક 6 હજાર રૂપિયા મોકલવાનું કામ કર્યું છે.

  Video: આપના કાર્યકર્તાઓની ગુંડાગર્દી, લાઇવ કાર્યક્રમમાં મહિલા એન્કર સાથે કર્યું અણછાજતું વર્તન  નોંધનીય  છે કે, વડાપ્રઘાન નરેન્દ્ર મોદી દેશના રાષ્ટ્રપિતા ગાંઘીજીના સ્વપ્નને સાકાર કરવા અથાગ પરિશ્રમ કરી રહ્યા છે. દેશના ખેડૂતોને સમૃદ્ધ કરવા સતત પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે કિસાન મોરચા દ્વારા વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી નમો કિસાન પંચાયત કાર્યક્રમ યોજાનાર છે. જેમાં દેશના યશસ્વી વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રાજયના ખેડૂતો માટે કરેલા કામો તેમજ વડાપ્રઘાન બન્યા પછી સતત ખેડૂતોના હિત માટે કરેલ જુદા-જુદા કામોને રાજયના વિવિધ ગામડામાં કિસાન મોરચાના કાર્યકરો માહિતી આપશે.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Gujarat Elections, ગાંધીનગર, ગુજરાત, ગુજરાત ચૂંટણી

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन