Home /News /gandhinagar /Gandhinagar: રૂપાલની પલ્લીમાં વહેતી ધીની નદીમાં ન્હાયા બાદ સાબુ વગરજ આ તળાવમાં થઈ જાય છે કપડા સાફ

Gandhinagar: રૂપાલની પલ્લીમાં વહેતી ધીની નદીમાં ન્હાયા બાદ સાબુ વગરજ આ તળાવમાં થઈ જાય છે કપડા સાફ

કોરોનાના

કોરોનાના 2 વર્ષ બાદ આ વર્ષે 8 લાખ લોકો દર્શને આવે તેવો અંદાજ છે

રુપાલ ગામે શ્રી વરદાયની માતાજીનું મંદિર ખૂબ ઐતિહાસિક અને પૌરાણિક છે. આ મંદિર સાથે બ્રહ્માજી, રામચંદ્ર ભગવાન, પાંડવો અને સિદ્ધરાજ જયસિંહ સહિત અનેક કથાઓ જોડાયેલી છે.

  Abhishek Barad, Gandhinagar: ગાંધીનગરના રુપાલ ગામે શ્રી વરદાયની માતાજીનું મંદિર ખૂબ ઐતિહાસિક અને પૌરાણિક છે. આ મંદિર સાથે બ્રહ્માજી, રામચંદ્ર ભગવાન, પાંડવો અને સિદ્ધરાજ જયસિંહ સહિત અનેક કથાઓ જોડાયેલી છે.

  આ વિસ્તારમાં વિષ્ણુ ભગવાનના કુક્ષ માંથી ઉતપન્ન થયેલો દુર્મદ નામનો રાક્ષસ રહેતો હતો. બ્રહ્માજી જ્યારે સૃષ્ટિનું સર્જન કરી રહ્યા હતા ત્યારે આ રાક્ષસ વારંવાર સૃષ્ટિનો નાશ કરી નાખતો હતો. આ રાક્ષસ અતિ બળવાન હતો તેથી બ્રહ્માજી તેમની સાથે યુદ્ધ કરી શકે એમ ના હત. બ્રહ્માજી વિષ્ણુ ભગવાન પાસે ગયા અને આ સમસ્યા જણાવી. વિષ્ણુ ભગવાનએ જણાવ્યું કે આ કાર્ય મારાથી નહીં થઈ શકે તમે મા ભગવતી ને જણાવો. ત્યારબાદ બ્રહ્માજી બાળ સ્વરૂપે મા ભગવતીને આ સમસ્યા જણાવી. મા ભગવતીએ આ વિસ્તારમાં આવીને આ રાક્ષસનો નાશ કર્યો અને ત્યારબાદ માતાજીએ તેમના રક્તરંજીત વસ્ત્રો સાફ કરવા માટે એક તળાવ બનાવ્યું. જેનું નામ સહસ્ત્ર છે, કહેવાય છે કે આ તળાવ સૃષ્ટિનું સૌ પ્રથમ તળાવ છે.  રામચંદ્ર ભગવાન પણ વનવાસ દરમિયાન આ જગ્યા પર આવ્યા હતા અને માતાજીની પૂજા અર્ચના કરી હતી. માતાજીએ તેમને શક્તિ બાણ આપ્યું હતું અને કહ્યું કે જ્યારે તમામ શસ્ત્રો કાર્ય ના કરે ત્યારે જ આ શસ્ત્રનો ઉપયોગ કરવો. શ્રી રામચંદ્ર ભગવાને રાવણ સાથેના યુદ્ધ વખતે આ બાણનો ઉપયોગ કરીને રાવણનો નાશ કર્યો હતો.  પાંડવોનો ગુપ્તવાસ ખૂબ કઠિન બનતો જતોહતો કારણકે રાજા યુધિષ્ઠિર અસત્ય બોલતા ન હતા તેથી છુપાઈને રહેવું મુશ્કેલ બનતુંજતું હતું. જેથી માતાજીને પ્રાર્થના કરી. માતાજી એ કહ્યું કે તમે સત્યની સાથે છો એટલે હું પણ તમારી સાથે છું. આ વરખડા ના વૃક્ષ નીચે તમારા તમામ શસ્ત્ર છુપાવી દો. માતાજી એ તેમને વસ્ત્રો આપ્યા આ દિવ્ય વસ્ત્રો ક્યારેય પણ મેલા થતા ન હતા અને માતાજીએ યુદ્ધમાં વિજય થવાના પણ વરદાન આપ્યું હતું.  માતાજીના વવરદાન પ્રમાણે પાંડવોનો યુદ્ધ માં વિજય થયો. ત્યારબાદ પાંડવો માતાજી પાસે આવ્યા અને કહ્યું માતાજી તમારા આશીર્વાદથી અમારો વિજય થયો. હવે અમારા પાંચ ભાઈઓ માંથી કોઈ પણની માનવબલી અમે તમને ચડાવીશું. માતાજી એ કહ્યું હું બ્રહ્મચારીણી છું મને લોહી ના ચડે. મને ધી અને શ્રીફળ આપો.  પાંડવોએ પંચબલી યજ્ઞ કર્યો અને સોનાની પલ્લી બનાવી ત્યારબાદ આ પરંપરા સતત ચાલતી આવી છે.અત્રે ઉલ્લેખનીય છે કે આ પલ્લીમાં લાખો કિલો ઘી ચડે છે. આમાં લાખો લોકો દર્શન કરવા આવે છે. આ પલ્લી દરમિયાન ઘી થી લથપથ લોકો માતાજી એ બનાવેલ સહસ્ત્ર તળાવમાં સ્નાન કરવાથી કોઈપણ જાતના સાબુ કે ડિટર્જન્ટ વગર ચિકાસ નીકળી જાય છે
  First published:

  Tags: Gandhinagar News, Navratri 2022, Navratri celebration

  विज्ञापन
  विज्ञापन