Home /News /gandhinagar /ગાંધીનગર ખાતે યોજાઈ મહત્ત્વની બેઠક, રાજ્યમાં 400 જેટલી જ્ઞાનસેતુ ડે સ્કૂલ બનાવવાનો નિર્ણય

ગાંધીનગર ખાતે યોજાઈ મહત્ત્વની બેઠક, રાજ્યમાં 400 જેટલી જ્ઞાનસેતુ ડે સ્કૂલ બનાવવાનો નિર્ણય

જ્ઞાનસેતુ ડે સ્કૂલ બનાવવાનો નિર્ણય

Gnanasetu Day School in Gujarat: ગુજરાત સરકાર દ્વારા શૈક્ષણિક ક્રાંતિ માટે એક મહત્વનો નિર્ણય કરાયો છે. જે અનુસાર રાજ્યમાં ધોરણ 6 થી 12ના શિક્ષણ માટે જ્ઞાનસેતુ ડે સ્કૂલ બનાવવામાં આવશે. હાલ રાજ્યમાં 400 જેટલી આવી સ્કૂલો શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે.

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • Gandhinagar, India
ગાંધીનગર: આગામી દસ વર્ષમાં સરકારી શાળાઓ માટેનો સરકારી શાળામાં મળતા શિક્ષણ પ્રત્યેનો અભિગમ અને જોવાનો દ્રષ્ટિકોણ ધરમૂળ થી બદલાય તો નવાઇ નહી. સરકારી શાળાઓ એટલે થર્ડ ક્લાસ હોય છે એ હવે કદાચ ભૂતકાળ બને એવા દિવસો આવી ગયા છે. ગુજરાત સરકાર દ્વારા શૈક્ષણિક ક્રાંતિ માટે એક મહત્વનો નિર્ણય કરાયો છે. જે અનુસાર રાજ્યમાં ધોરણ 6 થી 12ના શિક્ષણ માટે જ્ઞાનસેતુ ડે સ્કૂલ બનાવવામાં આવશે. હાલ રાજ્યમાં 400 જેટલી આવી સ્કૂલો શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે.

કુબેર ડીંડોરના અધ્યક્ષ સ્થાને એક વિશેષ બેઠક મળી


આ જ્ઞાન સેતુ શાળાનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યની સરકારી અને ગ્રાન્ટ એડ શાળામાં ભણતા બે લાખ તેજસ્વી વિદ્યાર્થીઓને ઓળખી કાઢીને તેમને ગુણવત્તા યુક્ત સ્કૂલિંગ પ્રદાન કરવાનો છે. દરેક તાલુકામાં એક તેમજ મહાનગરપાલિકા વિસ્તારમાં ઓછામાં ઓછી આવી એક શાળા શરૂ કરવા માટેની તૈયારી રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. જેના આયોજન મુદ્દે આજે ગાંધીનગરના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે મંત્રી કુબેર ડીંડોરના અધ્યક્ષ સ્થાને એક વિશેષ બેઠક મળી હતી.

આ પણ વાંચો: અમદાવાદના યશ પડસાલાએ થાઈબોક્સિંગ ક્ષેત્રે ટાઇટલ બેલ્ટ જીતી ગુજરાતનું નામ રોશન કર્યું

શાળાઓમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પર ભાર


આ જ્ઞાન સેતુ શાળાઓએ - શ્રેષ્ઠ ખાનગી શાળાઓ સમકક્ષ બને તેવો શિક્ષણ વિભાગનો પ્રયાસ રહેશે. આ શાળાઓમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પર ભાર મૂકાશે. શ્રેષ્ઠ ખાનગી શાળાઓની આધુનિક ભૌતિક સુવિધાઓ, અનુભવ અને નિપુણતાનો ઉપયોગ કરવામા આવશે. શિક્ષણ વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર ધોરણ 1 થી 5ના સરકારી અને ગ્રાન્ટ ઈન એઈડ શાળાના બાળકો જ આ શાળામાં પ્રવેશ માટે અરજી કરી શકશે અને તેમાં પ્રવેશ માટે ખાસ કોમન પ્રવેશ પરીક્ષા લેવામા આવશે.


આ પણ વાંચો: અર્બન 20 સમિટ: દેશ-વિદેશના મહેમાનોનું અમદાવાદ ખાતે આગમન, ગુજરાતી શૈલીમાં કરવામાં આવ્યું સ્વાગત

પ્રાથમિક શિક્ષણની અધ્યક્ષતામાં રચવાનો નિર્ણય


સમગ્ર પ્રોજેક્ટ ગુજરાત કાઉન્સિલ ફોર એજ્યુકેશન સમગ્ર શિક્ષા અભિયાન સંભાળશે આ માટે ગવર્નિંગ સ્કૂલનું સંચાલન સચિવ પ્રાથમિક શિક્ષણની અધ્યક્ષતામાં રચવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર જીએચએસઇબીના અધ્યક્ષ કમિશનર સ્કૂલ નિયામક પ્રાથમિક શિક્ષણ જીસીઆરટી વિભાગ તેમજ ત્રણ સ્વતંત્ર સભ્યોની સમિતિ રહેશે. આ શાળામાં ભણતા દરેક વિદ્યાર્થીની પ્રગતિનું સંપૂર્ણ ટ્રેકિંગ માટે વિદ્યા સમીક્ષા કેન્દ્ર સર્વગ્રાહી મૂલ્યાંકન કરશે. શાળાઓમાં ગુણવત્તાનો ઉચ્ચ ધોરણ સુનિશ્ચિત કરવા માટે શાળાઓનું સમયાંતરે ક્વોલિટી એક્રીડીટેશન કાઉન્સિલ દ્વારા મૂલ્યાંકન કરવામાં આવશે.
Published by:Vimal Prajapati
First published:

Tags: Education News, Gujarat Education, ગુજરાત

विज्ञापन