ગાંધીનગર : રાજ્ય સરકારે ચાર મહાનગરોમાં રાત્રી કરફ્યૂને લઈ મહત્વનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે રાજ્યના ચાર મહાનગરોમાં કરફ્યૂને લઈ રાહત આપવાનો નિર્ણય કરી નાના મોટા વેપારીઓને રાહત આપતો નિર્ણય લીધો છે.
રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા રાત્રીના કરફ્યૂને લઈ રાહતભર્યો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના ચાર મહાનગર અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં હવે રાત્રીના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી જ કરફ્યૂ રહેશે.
તમને જણાવી દઈએ કે, કરફ્યૂના નવા સમયનો અમલ તારીખ 1 જાન્યુઆરી 2021થી લાગુ ગણાશે. તમને એ પણ જણાવી દઈએ કે, આ ચાર મહાનગરોમાં રાત્રિ કરફ્યૂની સમય વ્યવસ્થા તારીખ 14 જાન્યુઆરી સુધી અમલમાં રાખવામાં આવશે, તેવો નિર્ણય કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં (Gujarat) છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 799 કેસ નોંધાયા છે. જેની સામે 834 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 7 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4302 થયો છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ 2,44,258 નોંધાયા છે. જેમાંથી એક્ટિવ કેસ 9979 છે. આજે રાજ્યમાં કુલ 54,708 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 94.15 ટકા છે.
આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં અમદાવાદ શહેરમાં 157, અમદાવાદ જિલ્લામાં 7, સુરત શહેરમાં 117, સુરત જિલ્લામાં 30, વડોદરા શહેરમાં 99, વડોદરા જિલ્લામાં 29, રાજકોટ શહેરમાં 69, રાજકોટ જિલ્લામાં 19, ગાંધીનગર શહેરમાં 12, ગાંધીનગર જિલ્લામાં 12, કચ્છમાં 26, ભરુચ, મહેસાણા, પંચમહાલમાં 16-16, આણંદ, દાહોદમાં 15-15, ખેડા, મોરબી, સાબરકાંઠામાં 11-11, બનાસકાંઠા, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢમાં 10-10 સહિત 799 કેસ નોંધાયા છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર