અમદાવાદ: ગુજરાતમાં (Gujarat) 48 કલાક હિટવેવની (Heat wave) આગાહી કરવામાં આવી છે. ગરમીનો (Garmi) પારો 43 ડિગ્રીને પાર જઇ શકે છે. અમદાવાદ, ગાંધીનગર સહિત અન્ય શહેરમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે.
અનેક શહેરોમાં તાપમાન 43 ડિગ્રીએ પહોંચી ગયું
રાજ્યમાં (State) અમદાવાદમાં 45.4 ડિગ્રી તાપમાનથી (Temperature) લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા હતા. ત્યારબાદ સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 46 ડિગ્રી, ગાંધીનગરમાં 44.9 ડિગ્રી, અમરેલીમાં 44.6°C, રાજકોટમાં 44.3°C, ભુજમાં 42.3°C, વડોદરામાં 41.8°C અને કંડલામાં 42.8°C તાપમાન નોંધાયું હતું.રાજ્યમાં ગરમીની (Garmi) વાત કરીએ તો અમદાવાદમાં (Ahmedabad) 42 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે અનેક શહેરોમાં તાપમાન (Temperature) 41 ડિગ્રીએ પહોંચી ગયું છે. હવામાન ખાતા દ્વારા કરાયેલી આગાહી મુજબ અમદાવાદ સહિત ગુજરાતના અનેક શહેરોમાં (Cities) હિટવેવની આગાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે હવામાન (Weather) ખાતાએ કરેલી આગાહી (Forecast) મુજબ અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને કચ્છમાં કાળઝાળ ગરમી (Garmi) અનુભવાઈ હતી.
સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આપી ભારે ચેતવણી
રાજ્યમાં ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત અઠવાડિયા પહેલાથી જ થઇ હતી. ત્યારબાદ ભેજનું (Humidity) પ્રમાણ વધતા તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. જો કે ફરી હવે તાપમાન વધવા લાગ્યું છે અને આકરો ઉનાળો (Summer) સહન કરવાનો વારો આવ્યો છે. અગાઉ હવામાન વિભાગે મે દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારે ચેતવણીની આગાહી જાહેર કરી હતી. જેના કારણે આગામી દિવસોમાં તાપમાન 42 થી 45 ડિગ્રી વચ્ચે નોંધાઇ શકે છે. હિટવેવની (Heatwave) આગાહી દરમિયાન લોકોએ બપોરના (Noon) 1 થી 4 વાગ્યા સુધી કામ વગર ઘરની બહાર નીકળવું જોઇએ નહિં. જો તમારે કોઇ ઇમરજન્સી (Emergency) કામ હોય તો જ ઘરની બહાર નીકળો.
રાજ્યમાં પડી રહેલી કાળઝાળ ગરમીને (Garmi) કારણે અનેક રસ્તાઓ (Road) સૂમસામ પડી ગયા છે. બપોરના સમયે દુકાનો પણ લોકો બંધ કરવા લાગ્યા છે. જો તમે પણ આ ગરમીમાં બહાર જાવો છો તો ફેસને (Face) બરાબર કવર કરીને નીકળો. સ્કિન (Skin) દઝાડતી ગરમી તમને અનેક રીતે નુકસાન પહોંચાડે છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર