Home /News /gandhinagar /Gandhinagar: આ છે ગુજરાતના ગરબા ક્વિન; વર્ષ 1995થી અત્યાર સુધી જીતી ચૂક્યા છે અનેક ઈનામ

Gandhinagar: આ છે ગુજરાતના ગરબા ક્વિન; વર્ષ 1995થી અત્યાર સુધી જીતી ચૂક્યા છે અનેક ઈનામ

રાસ

રાસ ગરબામાં માતા હેમાબેનનો વારસો દીકરી જિલ પણ જાળવીને વિજેતા થાય છે

પાર્ટી પ્લોટમાં આયોજકો તરફથી શ્રેષ્ઠ ખૈલેયાઓને ઇનામો અપાય છે. હવે એમાં પણ અનેક કેટેગરીમાં ઇનામો આપે છે. શ્રેષ્ઠ પહેરવેશ, શ્રેષ્ઠ ગરબા કિંગ - કવિન, શ્રેષ્ઠ ટીનેજર જેવી અનેક કેટેગરીમાં ઇનામો આપવામાં આવે છે.

    Abhishek Barad, Gandhinagar: ભારત દેશ વિવિધતાઓથી ભરેલો દેશ  છે. ભારત દેશ વિવિધ બોલી ભાષા સંસ્કૃતિ, અને વિવિધ તહેવારોથી સમૃદ્ધ છે.ભારતમાં દરેક રાજ્યમાં પ્રાદેશિક નૃત્યની આગવી ઓળખ ધરાવે છે. એજ રીતે ગુજરાતની આગવી ઓળખ એટલે ગરબા છે.દેશમાં નવરાત્રિ પર્વ પર મા અંબાના વિવિધ સ્વરૂપોની પૂજા અર્ચના કરી ભક્તો મા ને રીઝવવાનો પ્રયાસ કરે છે.ત્યારે ગુજરાતમાં નવરાત્રિમાં ગવાતા ગરબાના માધ્યમથી ખેલૈયાઓ માની આરાધના કરે છે.

    ગુજરાતમાં પહેલા શેરી ગરબા થતા હવે પાર્ટી પ્લોટમાં ગરબાનો ટ્રેંડ ચાલે છે. આ પાર્ટી પ્લોટમાં આયોજકો તરફથી શ્રેષ્ઠ ખૈલેયાઓને ઇનામો અપાય છે. હવે એમાં પણ અનેક કેટેગરીમાં ઇનામો આપે છે. શ્રેષ્ઠ પહેરવેશ, શ્રેષ્ઠ ગરબા કિંગ - કવિન, શ્રેષ્ઠ ટીનેજર જેવી અનેક કેટેગરીમાં ઇનામો આપવામાં આવે છે.

    ત્યારે ઘણા ખેલૈયાઓ એવા હોય છે કે છે દર વર્ષે કોઈને કોઈ કેટેગરીમાં વિજેતા થતા હોય છે.ગાંધીનગરમાં રહેતા હેમાબેન ભટ્ટની વાત કરીએ તો તેઓ વર્ષોથી ગરબા કોમ્પિટિશનમાં અનેકો મેડલ અને ઈનામો જીતી ચૂક્યા છે.તેઓ અત્યાર સુધીમાં અનેક વખત ઈનામો જીતીને ગરબાને તેઓની અંદર જીવંત રાખ્યું છે. હેમાબેન આટલી ઉંમરે હજી પણ એવા ગરબા રમે કે ભલભલા યુવાનોને હાંફી દે છે.

    આ પણ વાંચો: આવી રીતે સેક્ટર 24 અને ઈન્દ્રોડાની 4 સરકારી પ્રાથમિક શાળા બની ચાઈલ્ડ ફ્રેન્ડલી;જુઓ વીડિયો

    ગાંધીનગરમાં વસતા હેમાબેન ભટ્ટ નાનપણથી ગરબા, નૃત્યમાં રસ ધરાવે. શેરી ગરબા થી ચાલુ કરેલી આ યાત્રા તેઓએ ધોરણ 10થી ગરબા સ્પર્ધામાં ભાગ લેવાનું ચાલુ કર્યું. તેઓ જિલ્લા કક્ષા, રાજ્ય કક્ષાએ પણ વિજેતા રહ્યા. તેઓએ ગાંધીનગરમાં થતી નવરાત્રી રંગોલી ક્લાવૃંદ, કલ્ચરલ ફોરમ, લાયન્સ, હેલો સહિયરમાં અનેક વાર વિજેતા રહ્યા છે. એવોર્ડ તો એટલા જીત્યા છે કે ઘરમાં રાખવાની જગ્યા ઓછી પડે છે.તેઓ વર્ષ 1995 થી કોઈને કોઈ કેટેગરીમાં વિજેતા રહ્યા છે.આ વારસો તેમની દીકરી એ પણ જાળવી રાખ્યો અને તે પણ ગરબા કોમ્પિટિશનમાં વિજેતા થાય છે.

    અત્રે ઉલ્લેખનીય છે કે હેમાબેન ભટ્ટ ગાંધીનગર મહાનગરપાલિકામાં કોર્પોરેટર પણ છે. હેમાબેન અને દીકરી જિલ કથકમાં પણ નિપુણ છે. જિલએ તો કથકમાં વિશારદ પ્રથમ ક્રમે કર્યું છે અને માતા હેમાબેન પણ વિશારદની તૈયારી કરી રહ્યા છે. કથકમાં માતાનું સ્વપ્ન દીકરી એ પૂરું કર્યું છે. જિલ તેના ગુરુ હાર્દિકાબેનના નર્તન ડાન્સ ક્લાસમાંથી અખિલ ભારતીય ગાંધર્વ મહાવિદ્યાલની વિશારદની પદવી પ્રાપ્ત કરનારી પહેલી શિષ્યા છે.ત્યારે આ વર્ષે પણ હેમાબેન અને તેમની પૂત્રી નવરાત્રિમાં ઈનામ જીતે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે.
    First published:

    Tags: Gandhinagar News, Navratri 2022, Navratri celebration

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन