Home /News /gandhinagar /રડતા હૃદય અને મક્કમ મનોબળ સાથે PM મોદીએ હીરાબાને આપી કાંધ

રડતા હૃદય અને મક્કમ મનોબળ સાથે PM મોદીએ હીરાબાને આપી કાંધ

વ્હાલ કરતાં એ હાથને આજે અંતિમવાર સ્પર્શીને પીએમ મોદી ભાવુક થઈ ગયા.

ગાંધીનગરમાં પોતાના ભાઈ પંકજ મોદીના ઘરે પહોચેલા પીએમના ચહેરા પર માતાના નિધનથી થયેલું દુઃખ સ્પષ્ટ જોઈ શકાતું હતું. જોકે માતના વિયોગમાં રડતા હૃદય પણ ચહેરા પર મક્કમ મનોબળ સાથે પીએમ મોદીએ હીરાબાના પાર્થિવ દેહને નમસ્કાર કરીને કાંધ આપી હતી.

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી હીરાબાનું 100 વર્ષની વયે નિધન થયું છે. હીરાબાના અંતિમ સંસ્કાર ગાંધીનગરમાં થઈ રહ્યા છે. તેમની અંતિમ યાત્રા પુત્ર પંકજ મોદીના રાયસણ સ્થિત ઘરેથી 8.30 વાગ્યા નીકળી છે અને સેક્ટર-30ના સ્મશાન ખાતે પહોંચશે. પીએમ મોદી પણ તાબડતોબ ગાંધીનગર પહોંચી ગયા છે.  પીએમ મોદી પોતાના માતા હીરાબાના અંતિમ દર્શન માટે રાયસણમાં રહેતા પોતાના ભાઈ પંકજ મોદીના ઘરે પહોંચ્યા ત્યારે માતાના નિધનથી થયેલું દુઃખ તેમના ચહેરા પર સ્પષ્ટ જોઈ શકાતું હતું. જોકે માતના વિયોગમાં રડતા હૃદય પણ ચહેરા પર મક્કમ મનોબળ સાથે પીએમ મોદીએ હીરાબાના પાર્થિવ દેહને નમસ્કાર કરીને કાંધ આપી હતી.



પીએમ મોદીએ ટ્વિટ કરીને હીરાબાના નિધનની જાણકારી આપી હતી. તેમણે લખ્યું - એક ગૌરવપૂર્ણ સદી ભગવાનના ચરણોમાં છે. માતામાં, મેં હંમેશા તે ત્રિમૂર્તિ અનુભવી છે, જેમાં એક તપસ્વીની યાત્રા, નિઃસ્વાર્થ કર્મયોગીનું પ્રતીક અને મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ જીવનનો સમાવેશ થાય છે.



હીરાબેન મોદીનો જન્મ ગુજરાતમાં મહેસાણાના વિસનગરમાં થયો હતો, જે તેઓના વતન વડનગરની નજીક છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા હીરાબાને મંગળવારે રાતે અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતા. જ્યાં તેમને અંતિમ શ્વાસ લીધા છે.



મહત્વનું છે કે પીએમ મોદીને તેમના માતા હીરાબા પ્રત્યે અનન્ય ભાવ હતો જે તેમની દરેક મુલાકાતમાં જોવા મળતો હતો. પીએમ જ્યારે પણ મોકો મળતો ત્યારે હીરાબાને મળવા પહોંચી જતા હતા. છેલ્લે જ્યારે તેઓ હીરાબાને ઘરે મળ્યા હતા ત્યારે પણ આવી જ કંઈક ઘટના હતી. 26 દિવસ પહેલાનો એ દિવસ એટલે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનું ઘમાસાણ બોલી રહ્યું હતું. ચૂંટણીના રણમાં કતલની રાત પહેલા 4 ડિસેમ્બરના દિવસે જ દેશના વડાપ્રધાન મોદી પોતાની નાગરિક ફરજ પૂર્ણ કરવા માટે ગુજરાત આવી ચૂક્યા હતા. એક તરફ ગુજરાતના ભાજપના દિગ્ગજોથી લઈને હજારો કાર્યર્તાઓ કમલમ પર તેમની રાહ જોઈ રહ્યા હતા અને માતૃપ્રેમમાં મગ્ન પીએમ મોદી અચાનક જ બધુ છોડીને હીરા બાને મળવા માટે તેમના ઘરે પહોંચી ગયા હતા.
First published:

Tags: Hiraba, Mother heera Baa, PM Modi પીએમ મોદી

विज्ञापन