Home /News /gandhinagar /બોટાદ કેમિકલકાંડના આરોપીઓ સકંજામાં, કડક કાર્યવાહી કરી તાત્કાલિક ન્યાય અપાશે: હર્ષ સંઘવી

બોટાદ કેમિકલકાંડના આરોપીઓ સકંજામાં, કડક કાર્યવાહી કરી તાત્કાલિક ન્યાય અપાશે: હર્ષ સંઘવી

બોટાદ કેમિકલકાંડનો કેસ ફાસ્ટ્રેક કોર્ટમાં ચાલશે.

કેમિકલકાંડ મુદ્દે ગૃહ વિભાગની પ્રેસ કોન્ફરન્સમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, અમે તાત્કાલિક પગલા ભર્યા છે. કેમિકલકાંડમાં અસરગ્રસ્ત લોકોને શોધવા પોલીસ માટે એક પડકાર હતો જેને પહોંચી વળવા માટે પોલીસે ગામેગામ ચેકિંગ કર્યું હતું.

વધુ જુઓ ...
બોટાદ કેમિકલકાંડ (Botad Chemical Scandal) અત્યાર સુધીમાં 42થી વધુ લોકોને ભરખી ગયો છે. ત્યાં જ ઘણા દર્દીઓ હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે ત્યારે પોલીસ (Gujarat Police) લોકોને અપીલ કરી રહી છે કે જેને પણ કેમિકલની અસર જણાય તે સામે આવે જેથી તેમનો જીવ બચાવી શકાય. 42 લોકોના મોત બાદ આજે રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghavi)એ પણ પ્રેસ કોન્ફરન્સ કરી કેમિકલકાંડમાં મોતને ભેટેલા મૃતકો માટે દુ:ખ વ્યક્ત કર્યુ હતું અને જણાવ્યું હતું કે, આ મામલે ત્વરિત કાર્યવાહી કરી આરોપીઓને કડકમાં કડક સજા કરવામાં આવશે. અત્યાર સુધીમાં 15 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.



કેમિકલકાંડ મુદ્દે ગૃહ વિભાગની પ્રેસ કોન્ફરન્સમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આ કેમિકલકાંડમાં આપણા 42 જેટલા નાગરિકો મોતને ભેટ્યા છે. અમને જાણકારી મળતા જ અમે તાત્કાલિક પગલા ભર્યા છે. કેમિકલકાંડમાં અસરગ્રસ્ત લોકોને શોધવા પોલીસ માટે એક પડકાર હતો જેને પહોંચી વળવા માટે પોલીસે ગામેગામ ચેકિંગ કર્યું હતું. અને લોકોને શોધી તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. હાલમાં 97 લોકોને સારવાર આપવામાં આવી રહી છે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એવું પણ જણાવ્યું હતું કે, કેમિકલકાંડમાં સામેલ તમામ લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે સાથે જ આ મામલે 10 દિવસની અંદર ચાર્જશીટ ફાઇલ કરવામાં આવશે અને આખો કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવાશે.

આ પણ વાંચો- પરિણીતા માટે સાસરિયાં બન્યા હેવાન, પ્રાઈવેટ પાર્ટમાં શરમજનક કૃત્ય કરતા મહિલા બેભાન

રોજિંદ ગામમાં થયેલ કેમિકલકાંડ મામલે હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, જે ગામમાં આ ઘટના બની છે ત્યાં 20 દિવસ પહેલાથી પોલીસે આકરી કાર્યવાહી કરી હતી અને દારૂનું વેચાણ બંધ કરાવી દીધુ હતું. જેથી બુટલેગરો આ કેમિકલ લાવવા મજબૂર થયા હતા પરતું આ પ્રકારની ઘટના ભવિષ્યમાં ન બને અને આ પ્રકારના કેમિકલો પર કેવી રીતે કંટ્રોલ કરી શકાય તે માટે ગઇ કાલે ઉચ્ચ કક્ષાએ ઊંડાણપૂર્વક ચર્ચા કરી છે.

વધુમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, બરવાળા પોલીસ સ્ટેશનમાં IPC કલમ 302, 328, 120 (બી), 65(એ), 67-1(એ) મુજબ દાખલ કરવામાં આવેલા ગુનામાં ઝીણવટભરી તપાસ કરતાં 14 આરોપીઓની સંડોવણી ધ્યાને આવી છે જેમાંથી 14 આરોપીઓની ધરપકડ કરી દેવામાં આવી છે. તે જ પ્રમાણે રાણપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા આ ગુનામાં પણ 11 આરોપીઓની સંડોવણી ધ્યાને આવી છે જેમાંથી 9 આરોપીઓની ધરપકડ કરાઇ છે.

આ પણ વાંચો- આવતીકાલે PM મોદી ગુજરાતના આંગણે આવશે 

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વધુમાં કહ્યું કે, ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસને બદનામ કરવાના ઇરાદેથી કરવામાં આવેલા આ કૃત્ય સંદર્ભે 3 ગુના નોંધવામાં આવ્યા છે અને તે અંગે ઝડપી તપાસ કરી, ફસ્ટટ્રેક ટ્રાયલ ચલાવી, તેમને કડકમાં કડક સજા કરાવવા તથા મૃતકોના પરિવારોને ન્યાય અપાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. સમગ્ર ઘટનાની તલસ્પર્શી તપાસ કરવા માટે 3 સભ્યોની સમિતીની રચના કરવામાં આવી છે અને તેઓ સર્વગ્રાહી તપાસ કરી બનાવ બનવા અંગેના સંજોગો, બનાવ અંગે પોલીસ તથા અન્ય વિભાગોની જવાબી કાર્યવાહીની યોગ્યતા ચકાસી ખામીઓ અને તે માટે જવાબદાર લોકો બાબતે અહેવાલ પાઠવશે. જેના આધારે રાજ્ય સરકાર દ્વારા જરૂરી સુધારાત્મક અને શિક્ષાત્મક પગલા લેવામાં આવશે.
First published:

Tags: Botad, Gujarati news, બોટાદ, લઠ્ઠાકાંડ, હર્ષ સંઘવી

विज्ञापन