Home /News /gandhinagar /Harsh Sanghvi Birthday: હર્ષ સંઘવીએ પીએમ મોદીનાં કહેવાથી છોડી દીધું હતું સિગરેટનું વ્યસન, જાણો અજાણી વાતો

Harsh Sanghvi Birthday: હર્ષ સંઘવીએ પીએમ મોદીનાં કહેવાથી છોડી દીધું હતું સિગરેટનું વ્યસન, જાણો અજાણી વાતો

હર્ષ સંઘવીની પીએમ મોદી સાથેની ફાઇલ તસવીર

હર્ષ સંઘવી ધોરણ 10ના અભ્યાસ દરમ્યાન પિતા રમેશભાઈ સંઘવી તેમના માતાની સારવાર અર્થે હોસ્પિટલમાં હોવાથી પોતાનો અભ્યાસ છોડી પરિવારની ડાયમંડ કંપની ગિરનાર કોર્પોરેશન સંભાળતા થયા હતા.

  • News18 Gujarati
  • Last Updated :
  • Gandhinagar, India
ગાંધીનગર: હર્ષ સંઘવી સુરતનાં સુખી સંપન્ન પરિવારમાંથી આવે છે. હર્ષ સંઘવીએ પોતાની રાજકીય કારકિર્દી સત્તાવાર હોદ્દો વર્ષે 2010-11 માં ભાજપ યુવા મોર્ચાનાં મહામંત્રી તરીકે સંભાળ્યો. ત્યાર બાદ ગુજરાતના યુવા ધારાસભ્ય અને રાષ્ટીય ભારતીય જનતા પાર્ટીમાં પણ મહામંત્રી અને ઉપાધ્યક્ષ તરીકે કામ કરી ચુક્યા છે. ભુપેન્દ્ર પટેલ સરકરમાં યુવા મંત્રી તરીકે જવાબદારી સાંભળતા સુરત મજુરા વિધાનસભાના ધારાસભ્ય હર્ષ સંઘવીનો આજે 38મો જન્મ દિવસ છે.

10માં ધોરણમાં હતા ત્યારથી પિતાની કંપની સંભાળે છે


માત્ર 15 વર્ષની ઉંમરે હર્ષ સંઘવી પોતાના પિતાની કંપનીને સંભાળતા થયા હતા. ધોરણ 10ના અભ્યાસ દરમ્યાન પિતા રમેશભાઈ સંઘવી તેમના માતાની સારવાર અર્થે હોસ્પિટલમાં હોવાથી પોતાનો અભ્યાસ છોડી પરિવારની ડાયમંડ કંપની ગિરનાર કોર્પોરેશન સંભાળતા થયા હતા.

હર્ષ સંઘવીને ચાર બહેન અને એક ભાઈ છે


હર્ષ સંઘવીનાં પરિવારમાં ચાર બહેન અને એક ભાઈ છે. પોતે 10 ધોરણ નાપાસ છે. પરંતુ તેમની બન્ને મોટી બહેનોએ ઉચ્ચ અભ્યાસ કર્યો છે. સુરતનાં શ્રીમંત પરિવારમાંથી આવતા હર્ષે સંઘવી ગૌવ ગંગા યાત્રા કાર્યક્રમ મીડિયા કન્વીનર તરીકે કામ કરી પોતાની રાજકીય પ્રતિભાના દર્શન કરાવ્યા હતા.

આ પણ વાંચો: ગુજરાતમાં આગામી સપ્તાહમાં કેવું રહેશે હવામાન

હર્ષ સંઘવી ગુજરાતના સૌથી યુવા ધારાસભ્ય


વર્ષે 2006 માં ભારત સુરક્ષા યાત્રા દરમ્યાન પણ કામગીરી કરી હતી. વર્ષે 2012માં હર્ષ સંઘવી ગુજરાતના સૌથી યુવા ધારાસભ્ય તરીકે મંજુરા વિધાનસભામાંથી ચૂંટણી જીત્યા હતા. તે સમયના તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હર્ષે સંઘવીને વિધાનસભાની ટિકિટ આપી હતી.

હર્ષ સંઘવી ગુજરાતનાં યુવા ગૃહમંત્રી છે. ગૃહમંત્રી બનતાની સાથે જ ગુજરાતને ડ્રગ્સ મુક્ત કરવા તેમણે અભ્યાન ચાલુ કરી દીધું છે. હર્ષ સંઘવી કહે છે કે, એક સમયે તે પણ સિગારેટનાં વ્યસની હતા. પરંતુ નરેન્દ્ર મોદીનાં કહેવાથી સિગારેટનું વ્યસન છોડી દીધું હતું.
" isDesktop="true" id="1315842" >

હર્ષ સંઘવી કડકડાટ અંગ્રેજી બોલે છે


મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરકારમાં હર્ષ સંઘવી ગૃહમંત્રી છે. પરંતુ લોકોને જાણીને નવાઈ લાગશે કે, ભુપેન્દ્ર પટેલ સરકારમાં અંગ્રેજીમાં કડકડાટ વાતો કરનાર આંગળીનાં વેઢે ગણાતા મંત્રીઓમાં તેમનો સમાવેશ થાય છે. હર્ષ સંઘવી 16થી વધુ દેશોનો પ્રવાસ કરી ચુક્યા છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Gujarat Politics, ગાંધીનગર, ગુજરાત, હર્ષ સંઘવી

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन