Home /News /gandhinagar /ગાંધીનગરમાં નોનસ્ટોપ હનુમાન ચાલીસા પાઠનો વર્લ્ડ રેકોર્ડ નોંધાશે, મેડિકલ કેમ્પનું પણ થશે આયોજન

ગાંધીનગરમાં નોનસ્ટોપ હનુમાન ચાલીસા પાઠનો વર્લ્ડ રેકોર્ડ નોંધાશે, મેડિકલ કેમ્પનું પણ થશે આયોજન

હનુમાન

હનુમાન ચાલીસાની સાથે દર કલાકે સેવાકીય કાર્યો પણ કરવામાં આવશે

ગાંધીનગરમાં પ્રથમવાર 33 કલાક 33 મીનીટ નોન સ્ટોપ હનુમાન ચાલીસાનું પઠન કરી વર્લ્ડ રેકોર્ડ સ્થપાશે. સેવા કાર્ય મેગા સર્વિસ પ્રોજેક્ટ ભારત માતા મંદિર, સેક્ટર-7એ, ગાંધીનગર ખાતે તા. 23 ઓગષ્ટ શુક્રવાર સવારે 8:00 કલાકથી શનિવાર સાંજ સુધી યોજાશે.

વધુ જુઓ ...
  Abhishek Barad, Gandhinagar:વિશ્વમાં પ્રથમ વખત લાયન્સ ઈન્ટરનેશનલની ક્લબો દ્વારા 33 કલાક 33 મિનીટ નોન સ્ટોપ હનુમાન ચાલીસા તથા મેગા સર્વિસ પ્રોજેક્ટનું વર્લ્ડ રેકોર્ડ આયોજન કરવામાં આવ્યું છે.

  ગાંધીનગરના આંગણે પ્રથમવાર વર્લ્ડ રેકોર્ડ કાર્યક્રમ 33 કલાક 33 મીનીટ નોન સ્ટોપ હનુમાન ચાલીસા તથા 33 કલાક દરમ્યાન દર એક કલાકે સેવા કાર્ય મેગા સર્વિસ પ્રોજેક્ટ ભારત માતા મંદિર, સેક્ટર-7એ, ગાંધીનગર ખાતે તા. 23/09/2022 શુક્રવાર સવારે 8:00 કલાકથી તા. 24/09/2022 શનિવાર સાંજે 6:00 કલાક સુધી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. લાયન્સ ઈન્ટરનેશનલ વિશ્વના 210 થી વધુ દેશોમાં 49888 ક્લબોમાં 1393457 થી વધુ સભ્ય સંખ્યા ધરાવતું વિશ્વનું સૌથી મોટું NGO છે. ગાંધીનગરમાં નવી શરૂ થયેલી 6 લાયન્સ ક્લબોએ સંયુક્ત રીતે ઉપરોક્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં અમદાવાદની પ્રખ્યાત મિલેનીયમ ઈવેન્ટ્સના નિરવ ગજ્જર ની ટીમ દ્વારા કરાઓકે મ્યુઝીક પર હનુમાન ચાલીસા અલગ અલગ કલાકારોના સુમધુર કંઠે 33 કલાક 33 મીનીટ નોન સ્ટોપ ગાવામાં આવશે.

  આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો/નગરના આગેવાનોને 33 કલાક દરમ્યાન કોઈપણ સમયે ઉપસ્થિત રહેશે ત્યારે હનુમાનદાદા ની આરતી તથા પ્રસાદનો લાભ મળે તથા તેઓ દ્વારા દર કલાકે એક સેવાકીય કાર્યનું વિતરણ કરવામાં આવશે. આ કાર્યક્રમ દરમ્યાન મેડીકલ વિભાગ અંતર્ગત 1.બ્લડ ડોનેશન 2. બ્લડ ગ્રુપ ચેક-અપ 3. ડાયાબીટીસ અને બી.પી. ચેક-અપ 4. મેડીકલ ચેક અપ કેમ્પ 5. આંખોની તપાસ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરાનાર છે. ગાંધીનગરના આંગણે પ્રથમવાર વર્લ્ડ રેકોર્ડ કાર્યક્રમ દરમ્યાન સેવાકીય વિતરણ ફૂડ પેકેટ - ગાંધીનગરના સલ્મ વિસ્તારોમાં, ફ્રુટ વિતરણ હોસ્પિટલમાં, પોષક વિટામિન્સ અને પાવડર વિતરણ આંગણવાડીમાં, સરકારી શાળાના બાળકોને કુડ પેકેટ - બિસ્કીટ - ચોકલેટ સ્ટેશનરી - સ્કુલ બેગ - કલર પેન - ડ્રોઈંગ બુક - ચોપડા - પેજ - પેન્સીલ - કંપાસ વિગેરે અલગ-અલગ શાળાઓમાં 7 થી 8 જગ્યાએ.મસાલા ખીચડી- ઢોકળા - પુરી શાક, બટાકા પીઆ- ઉપમાનું સરકારી શાળાના ધો. 1 થી 4 ના બાળકોને વિતરણ, કન્યા શાળાની વિધાર્થીનીઓને સેનેટરી પેડ્સનું વિતરણ, નાઈટ સીક્યોરીટીમાં ફરજ બજાવતાં કર્મીઓને ધાબળાનું વિતરણ, ગાંધીનગરમાં સફાઈ કર્મી મહિલાઓને સાડીનું વિતરણ, ગાંધીનગરના અંતિમ ધામમાં ફરજ બજાવતાં કર્મીઓને રાશનકીટનું વિતરણ, ગાંધીનગરના ધાર્મિક મંદિરોમાં જરૂરી ચીજ-વસ્તુઓનું વિતરણ જેનો દર્શનાર્થી ધાર્મિક પ્રજાને લાભ મળે, ગાંધીનગરની યુવતીઓને સ્વરક્ષણ માટે તારાથી રાયફલ શૂટિંગ ક્લબ દ્વારા રાયફલ શુટીંગની ફી તાલીમનું રજીસ્ટ્રેશન, દર્શનાર્થીઓને રોપા વિતરણ, દર્શનાર્થીઓ માટે 33 કલાક સુધી પ્રસાદનું વિતરણ, ઝુંપડપટ્ટીના 1 થી 2 વર્ષના બાળકોને નવા ટી-શર્ટ, ચડ્ડીનું વિતરણ, ગાંધીનગરની સરકારી સ્કુલના બાળકોની ડ્રોઈંગ સ્પર્ધા તથા ઇનામ વિતરણ, પક્ષીઓ માટે દાણા/ચણની સેવા, મુંગા પશુઓ માટે ઘાસચારાની સેવા, પ્લાસ્ટીક ફ્રી ગાંધીનગર માટે શાક માર્કેટમાં કપડાની થેલીઓનું વિતરણ જેવા અનેક સેવાકીય કાર્યો કરવામાં આવશે.

  આ કાર્યક્રમની સાથે ગાંધીનગરમાં વિશ્વની સૌથી મોટી લીઓ ક્લબ 1111 અને તેથી વધુ સભ્ય સંખ્યા ધરાવતી શરૂ કરવામાં આવશે. લાયન્સ ક્લબની યુવા પાંખ એટલે કે લીઓ ક્લબમાં 12 થી 18 વર્ષ ની વયના યુવતીઓને આલ્ફા લીઓ ક્લબ, 18 થી 30 વર્ષ ના યુવા/યુવતીઓને ઓમેગા લીઓ ક્લબમાં નિઃશુલ્ક જોડાઈ શકશે. જેમાં તેમણે લીડરશીપ, ટ્રેકીંગ, કલ્ચરલ પ્રવૃત્તિઓ, નવરાત્રી ગરબા, પીકનીક, સાહસિક પ્રવૃત્તિઓ, યુથ એક્ષચેન્જ પ્રોગ્રામ, મોટર સાઈકલ એપીડીશનમાં માઉન્ટેની ય રીંગ,ફેલોશીપ તથા વિવિધ પ્રકારના આનંદ, પ્રમોદના જેવા કાર્યક્રમો કરવામાં આવશે. લીઓ ક્લબના સભ્યપદ માટે આપનું નામ, સરનામું, ઉંમર, વ્યવસાય, અભ્યાસની વિગતો નીચેના ફોરમેટમાં ભરીને મો. 9898358757 (એલ.એમ. જોષી) વોટ્સઅપ કરવાનો રહેશે. લીઓ સભ્યોને વર્ષમાં 10 થી વધુ કાર્યક્રમોમાં ભાગ લેવાની તક મળશે. એક/બે દિવસના પ્રવાસો, કેમ્પીંગ, એડવેન્ચર ટુરમાં જોડાવવાનો લાભ મળશે. વર્ષમાં 4 થી 6 સમુહ ભોજન, મ્યુઝીકલ ઈવેન્ટસનો પણ લાભ મળશે.

  આ કાર્યક્રમ સાથે એક નવતર પ્રયોગ પણ કરવામાં આવી રહ્યો છે. જે રાજ્ય સરકારના સચિવાલય સેવાના તથા એલાઈડ કચેરીઓના 750 અધિકારી/કર્મચારીઓને લાયન્સ ઈન્ટરનેશનલની ફેકલ્ટીઓ તથા લીડીંગ પ્રોફેશનલ કોચ દ્વારા લીડરશીપની તાલીમ ગાંધીનગરમાં 'कर्मयोगीओ की पाठशाला' ચાલુ કરવામાં આવશે. આ પાઠશાલા નવેમ્બર 2022 / ડિસેમ્બર 2022માં ગાંધીનગર ખાતે રવિવાર 9:00 કલાકથી સાંજે 6:00 કલાક સુધી Full Day રહેશે. જેમાં લાભ લેનાર અધિકારીને ચા-કોફી-બ્રેકફાસ્ટ, લંચ, હાઈ-ટી તથા તાલીમ મટીરીયલ્સ આપવામાં આવશે. આમાં ફક્ત 45 વર્ષ કે તેથી નીચેની વયના વર્ગ-3, વર્ગ-2, વર્ગ-1ના અધિકારી / કર્મચારી ભાગ લઈ શકશે.

  આ સાથે સૈનિક પરિવારો માટે દેશભક્તિના ફિલ્મી ગીતો તથા ગીત સંગીતનો ભવ્ય રંગારંગ કાર્યક્રમ ઓક્ટોબર અથવા નવેમ્બર 2022માં ગાંધીનગરમાં આ ક્રાર્યક્રમમાં ગાંધીનગરમાં ભારતીય સેવાની બધી પાંખોમાં ફરજ બજાવતાં જવાનોને પરિવારજનો સાથે કરવામાં આવશે. આ ઉપરાંત મહાશિવરાત્રી 2023 દરમ્યાન ચાર પ્રહરની પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. આ દરમ્યાન રાત્રીના ચાર પ્રહરની પુજામાં 1008 વ્યક્તિઓ દ્વારા પુજા કરવામાં આવશે. આ તમામ કાર્યક્રમની માહિતી તેમજ રજીસ્ટ્રેશન માટે 9898358757 (લાભશંકર જોષી) કરાવી શકાશે.
  Published by:Santosh Kanojiya
  First published:

  Tags: Devotees

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन