Home /News /gandhinagar /રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં ધો. 1થી 8 સુધી ગુજરાતી ભાષાનું ફરજિયાત શિક્ષણ અપાશે

રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં ધો. 1થી 8 સુધી ગુજરાતી ભાષાનું ફરજિયાત શિક્ષણ અપાશે

રાજ્યના તમામ બાળકો એ,બી,સીની સાથે ક,ખ,ગ પણ ભણશે.

Gujarat News: ગુજરાતની રાજ્યભરની શાળાઓમાં ગુજરાતી વિષય ફરજિયાત ભણાવવામાં આવે તે માટે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતી ભાષા ફરજિયાત કરતુ બિલ વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવ્યુ હતુ.

  • News18 Gujarati
  • Last Updated :
  • Gandhinagar, India
ગાંધીનગર: રાજ્યના તમામ બાળકો એ,બી,સીની સાથે ક,ખ,ગ પણ ભણશે. આજે ગુજરાતની તમામ શાળાઓમાં ગુજરાતી ભાષા ફરજિયાત કરવા અંગેનું બિલ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવ્યુ હતુ. જે સર્વાનુમતે વિધાનસભામાંથી પસાર થઇ ગયુ છે. હવે રાજ્યની તમામ બોર્ડની શાળામાં ધોરણ એકથી આઠમાં ગુજરાતી વિષય ફરજિયાત ભણાવવામાં આવશે.

ગુજરાતની રાજ્યભરની શાળાઓમાં ગુજરાતી વિષય ફરજિયાત ભણાવવામાં આવે તે માટે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતી ભાષા ફરજિયાત કરતુ બિલ વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવ્યુ હતુ. હવે રાજ્યની તમામ શાળામા ધોરણ એકથી આઠમાં ગુજરાતી ભાષા ફરજિયાત કરવામાં આવશે. ગુજરાત હાઈકોર્ટની ટકોર બાદ આજે બિલ રજૂ કરવામાં આવ્યુ છે.

દંડ અને સજાની જોગવાઈ પણ હશે


આ બિલમાં ગુજરાતી વિષય ન ભણાવતી શાળાઓ માટે દંડ અને સજાની જોગવાઈ રાખવામાં આવી છે. રાજ્યમાં ચાલતી અંગ્રેજી માધ્યમની શાળાઓ સીબીએસસી બોર્ડની શાળાઓ અને ઇન્ટરનેશનલ બોર્ડની શાળાઓ દ્વારા આ નિયમોનો ઉલ્લંઘન કરવામાં આવતું હતું.

આ પણ વાંચો: બે વર્ષની બાળકીની હત્યા કરાયેલી મળી લાશ

જે મામલે રાજ્ય સરકાર સામે ગુજરાત હાઇકોર્ટે પર લાલ આંખ કરી હતી. ત્યારે હવે રાજ્ય સરકાર ગુજરાતી ભાષા માટે હવે કાયદો બનાવવા જઈ રહી છે.


તમામ બોર્ડમાં હવે ગુજરાતી


આ કાયદા પ્રમાણે ધોરણ એકથી આઠમાં તમામ શૈક્ષણિક બોર્ડ એટલે કે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ, સીબીએસસી શિક્ષણ બોર્ડ અને ઇન્ટરનેશનલ શિક્ષણ બોર્ડની શાળાઓએ પણ ફરજિયાત પણે વિદ્યાર્થીઓને ગુજરાતી વિષયનો અભ્યાસક્રમ આપવાનો રહેશે.


જો આ નિયમનું ઉલ્લંઘન કરવામાં આવશે તો શાળાને પ્રથમ વર્ષે દંડ કરવામાં આવશે તો બીજા વર્ષે એ નિયમનો ઉલ્લેખન કરવામાં આવશે તો બીજી વખત દંડ કરવામાં આવશે અને જો ત્રીજા વર્ષે નિયમનું ઉલંઘન થશે તો શાળાની વાર્ષિક આવકમાંથી ટકાવારી પ્રમાણે દંડ કરવામાં આવશે.
First published:

Tags: Gandhinagar News, Gujarat News