Home /News /gandhinagar /

ઉત્તર ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ: મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં ધોધમાર વરસાદ

ઉત્તર ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ: મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં ધોધમાર વરસાદ

ઊંઝામાં ભારે વરસાદ

North Gujarat Rain: સોમવારે સવારે છ વાગ્યે પૂરા થતા 24 કલાક દરમિયાન રાજ્યના 100 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ અમરેલી જિલ્લાના લાઠી શહેરમાં 65 એમ.એમ. નોંધાયો છે. અમરેલી જિલ્લાના બાબરામાં પણ 65 એમ.એમ. વરસાદ પડ્યો છે.

વધુ જુઓ ...
    અમદાવાદ: આજથી ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી (North Gujarat rainfall) છે. ખાસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી (Gujarat heavy rain forecast) છે. બીજી તરફ ઉત્તર ગુજરાતના અનેક જિલ્લામાં સવારથી વરસાદી માહોલ જામ્યો છે. ઉત્તર ગુજરાતના ઊંઝા સહિત, વડનગર, ખેરાલુ મહેસાણામાં સવારથી વરસાદ વરસી રહ્યો છે. ઉંઝામાં સવારથી વરસાદી માહોલ વચ્ચે ભારે વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને પગલે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. રસ્તાઓ પર પાણી ભરાવાને પગલે વાહન ચાલકો પરેશાન થયા છે.

    પાટણમાં વરસાદ


    પાટણ જિલ્લામાં સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સમગ્ર જિલ્લામાં કાળા ડિબાંગ વરસાદી વાદળો સાથે પાટણમાં વરસાદનું આગમન થયું છે. એક દિવસના વિરામ બાદ ફરી પાટણમાં ધીમીધારે વરસાદનું આગમન થયું છે. પાટણ, હાજીપૂર, રૂની, કમીવાડા, રાજપુર સહિતના પંથકમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે.

    ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ


    હવે ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદને પગલે રસ્તાઓ પાણી પાણી થઈ ગયા છે. બીજી તરફ વડનગરમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. વડનગરમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. ભિલોડામાં પણ વિરામ બાદ મેઘરાજાની પધરામણી થઈ છે. ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે.

    24 કલાકમાં પડેલો વરસાદ


    સોમવારે સવારે છ વાગ્યે પૂરા થતા 24 કલાક દરમિયાન રાજ્યના 100 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ અમરેલી જિલ્લાના લાઠી શહેરમાં 65 એમ.એમ. નોંધાયો છે. અમરેલી જિલ્લાના બાબરામાં પણ 65 એમ.એમ. વરસાદ પડ્યો છે. ગુજરાતમાં અત્યારસુધી સરેરાશ 76.21 ટકા વરસાદ પડ્યો છે. જેમાં કચ્છમાં 125.60 ટકા, ઉત્તર ગુજરાતમાં 62.59 ટકા, સૌરાષ્ટ્રમાં 71.05 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 65.68 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 87.39 ટકા સરેરાશ વરસાદ પડ્યો છે.

    આ પણ વાંચો: ગુજરાતમાં વરસાદની પળેપળની અપડેટ જાણવા ક્લિક કરો

    ભારે વરસાદની આગાહી


    ગુજરાતમાં આજથી ચોમાસાનો (Gujarat Todays rain forecast) વધુ એક રાઉન્ડ શરૂ થવા જઇ રહ્યો છે. હવામાન વિભાગ (Gujarat weather updates) દ્વારા આજથી પાંચ દિવસ રાજ્યના અનેક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આજથી એટલે આઠમી ઓગસ્ટથી 10મી ઓગસ્ટ સુધી અતિભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાત (South Gujarat) અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની પણ આગાહી આપવામાં આવી છે.



    આ ઉપરાંત દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ અને ગાંધીનગર શહેરમાં પણ ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક વિજીનલાલના જણાવ્યા પ્રમાણે બંગાળની ખાડીમાં સર્જાયેલા લૉ પ્રેશરને કારણે રાજ્યમાં સારો વરસાદ પડશે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Gujarat monsoon, Gujarat Weather, Monsoon 2022, ચોમાસુ, વરસાદ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन