Home /News /gandhinagar /IPS Transfer: રાજ્યમાં 22 IPSની બઢતી સાથે બદલી, 82 DySP કક્ષાના અધિકારીઓની પણ બદલી

IPS Transfer: રાજ્યમાં 22 IPSની બઢતી સાથે બદલી, 82 DySP કક્ષાના અધિકારીઓની પણ બદલી

રાજ્યના 22 આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે.

IPS Transfer: રાજ્યમાં લાંબા સમયથી જેની ચર્ચા હતી તે આઈપીએસ અધિકારીઓની બદલીઓ અને બઢતીનો ગંજીફો ચીપાઈ ગયો છે. રાજ્યના 22 આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે.

  Gujarat IPS Transfer: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી હવે ગમે તે સમયે જાહેર થઇ શકે છે. તેવામાં રાજ્યમાં 22 આઇપીએસ કક્ષાના અધિકારીઓની બઢતી સાથે બદલી કરાઇ છે. ત્યાં જ એવી માહિતી પણ સામે આવી રહી છે કે, આગામી સોમવાર સુધીમાં હજુ ઘણા આઇપીએસ કક્ષાના અધિકારીઓની બદલીઓ થવાની પૂરી શક્યતાઓ છે.

  રાજ્યમાં લાંબા સમયથી જેની ચર્ચા હતી તે આઈપીએસ અધિકારીઓની બદલીઓ અને બઢતીનો ગંજીફો ચીપાઈ ગયો છે. રાજ્યના 22 આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ યાદીમાં આઇપીએસ ઓફિસર ઉષા રાડાનો પણ સમાવેશ થાય છે જેઓને સુરત શહેરના ઝોન-3ના પોલીસ કમિશનર તરેકે મૂકાયા છે.  રાજ્યમાં IPS અધિકારીઓની બદલીનો દોર યથાવત છે. જેમાં આજે ADGP આર.બી.બ્રહ્મભટ્ટની CID ક્રાઈમમાં બદલી, M.D જાનીને સાબરકાંઠામાં મુકાયા છે, શફિન હસન અમદાવાદ DCP ટ્રાફિકમાં બદલી કરાઈ છે. ઉષા રાડા ડે.પોલિસ કમિશનર ઝોન-3 સુરતમાં બદલી કરાઇ છે. અજીત રાજીયાનની સાઈબર ક્રાઈમ અમદાવાદ ખાતે બદલી કરાઇ છે. સાગર બાગમારી સુરત ઝોન-4માં બદલી અને એસ.વી. પરમાર રાજકોટ સીટી ઝોન-1માં બદલી કરાઇ છે.

  આ પણ વાંચો- અમદાવાદમાં મંદિરની બહાર એમડી ડ્રગ્સનું વેચાણ કરતો ડ્રગ પેડલર ઝડપાયો

  આ સાથે જ રાજ્યમાં 82 ડીવાયએસપી કક્ષાના અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આમ રાજ્યમાં વિધાનસભાની ચૂંઠણી પહેલા જ રાજ્યના આઇપીએસથી લઇ ડીવાયએસપી કક્ષાના અધિકારીઓની ધડાધડ બદલીના આદેશો થઇ રહ્યા છે.

  આ પણ વાંચો- હવે દરેક મોટા મર્ડર મિસ્ટ્રીના ખુલશે રહસ્યો! 70 બેગમાં બંઘ કરાયેલા છે મૃતદેહ

  ગૃહ વિભાગ દ્વારા DySPની બદલીના આદેશ આપવામાં આવ્યો છે. વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં શનિવારની રાત્રે કુલ 82 DySPની બદલી કરાઇ છે. જેમાં એચ.કે.વાઘેલાની પાટણથી ગાંધીનગર બદલી, ડી.ડી ચૌધરીની ભાવનગરથી પાટણ બદલી, એમ.કે.રાણા VIP સિક્યોરિટી ગાંધીનગર ખાતે બદલી, સી.સી.ખટ્ટાણાની SC-ST સેલ પોરબંદર ખાતે બદલી, સ્મિત ગોહિલ સાબરકાંઠા ખાતે બદલી, અતુલ વાણંદની મહેસાણાથી અમરેલી બદલી, ડી.વી.રાણા L ડિવિઝન અમદાવાદ શહેર ખાતે બદલી, ડી.એસ પટેલ વિભાગીય પો.અધિકારી ગાંધીનગર બદલી કરાઇ છે.
  Published by:rakesh parmar
  First published:

  Tags: Gujarat police, Gujarati news, IPS officers transfers, IPS officers transfers news, Transfer

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन