Home /News /gandhinagar /GPSC-UPSCની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકાર ખાસ વ્યવસ્થા કરશે, જાણો મંત્રીએ શું કહ્યુ...

GPSC-UPSCની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકાર ખાસ વ્યવસ્થા કરશે, જાણો મંત્રીએ શું કહ્યુ...

ફાઇલ તસવીર

વિધાનસભામાં જવાબ આપતા મંત્રી મૂળુભાઈ બેરાએ જણાવ્યુ હતુ કે, રાજ્યમાં છોટાઉદેપુર, મોડાસા, બોટાદ, લુણાવાડા, વેરાવળ અને કડાણા મળીને કુલ સાત સરકારી ગ્રંથાલય કોમ્પ્યુટરાઈઝ્ડ કરવામાં આવ્યા છે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Gandhinagar, India
ગાંધીનગરઃ વિધાનસભા સત્ર દરમિયાન સાંસ્કૃતિક મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યુ હતુ કે, ‘રાજ્યના વિદ્યાર્થીઓ ઉચ્ચ શૈક્ષણિક કારકિર્દીના ઘડતર સાથે સ્પર્ધાત્મક પરીક્ષા માટે માહિતી મેળવી શકે તે માટે તમામ તાલુકા મથકોએ નવા ગ્રંથાલય ઉભા કરવામાં આવશે.’

વિધાનસભામાં મંત્રીનો જવાબ


આજે વિધાનસભામાં રાજ્યમાં સાર્વજનિક ગ્રંથાલયોમાં કોમ્પ્યુટરાઈઝેશનની સેવાઓના પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રીએ ઉમેર્યું હતુ કે, ‘રાજ્યમાં છોટાઉદેપુર, મોડાસા, બોટાદ, લુણાવાડા, વેરાવળ અને કડાણા મળીને કુલ સાત સરકારી ગ્રંથાલય કોમ્પ્યુટરાઈઝ્ડ કરવામાં આવ્યા છે. કોમ્પ્યુટરાઈઝેશન થવાથી પુસ્તકોની લેવલ-દેવડમાં સરળતા રહે છે. પુસ્તકો શોધવામાં વર્ગીકરણમાં સૂચિકરણમાં નોંધણી અને ડેટા એન્ટ્રીની પ્રક્રિયા વધુ સરળ બને છે જેના પરિણામે કર્મચારીની કાર્યક્ષમતામાં વધારો થયો છે.’

અદ્યતન સુવિધાવાળા ગ્રંથાલય બનાવવામાં આવશે


મંત્રી મુળુભાઈએ ઉમેર્યું હતુ કે, ‘રાજ્યમાં પાંચ કરોડના ખર્ચે 5 સ્માર્ટ ગ્રંથલાય કાર્યરત કરવામાં આવ્યા છે અને આગામી સમયમાં નવા ત્રણ સ્માર્ટ ગ્રંથોનું નિર્માણ કરવામાં આવશે. આ સ્માર્ટ ગ્રંથાલયમાં ઓડિયો-વીડિયોની સુવિધા, સીસીટીવી કેમેરા, અદ્યતન આઈડીની સુવિધા સહિત અદ્યતન બેઠક વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવશે. ’


તેમણે ઉમેર્યું છે કે, રાજ્યના યુવાઓ-વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષા માટે માર્ગદર્શન મળી રહે તે માટે કાર્યરત જિલ્લા - તાલુકા મથકે ગ્રંથાલાયો પાસે પૂરતું સાહિત્ય ઉપલબ્ધ છે. તેમજ વિદ્યાર્થીઓ આ ગ્રંથાલયમાં વાંચી શકે છે તે માટે સવારે 7 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી સુવિધા આપવામાં આવી છે.’
First published:

Tags: Gandhinagar News, Gandhinagar Sachivalaya, GPSC Exam, Gujarat Assembly, UPSC

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો