Home /News /gandhinagar /સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપનામાં ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને, સૂર્ય ગુજરાત યોજનાનો સમયગાળો માર્ચ-2025 સુધી લંબાવાયો

સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપનામાં ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને, સૂર્ય ગુજરાત યોજનાનો સમયગાળો માર્ચ-2025 સુધી લંબાવાયો

સૂર્ય ગુજરાત યોજનાનો સમયગાળો માર્ચ-2025 સુધી લંબાવાયો

Surya Gujarat Yojana: ગુજરાત સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપનામાં દેશમાં પ્રથમ સ્થાને છે, સોલાર રૂફટોપ ઉપર સબસીડી આપતી “સૂર્ય ગુજરાત” યોજનાનો કાર્યાત્મક સમયગાળો માર્ચ-2025 સુધી લંબાવવામાં આવ્યો, રાજ્યના 7 લાખ જેટલા રહેણાંક ગ્રાહકોને અંદાજીત રૂ.4,989 કરોડ સબસીડીનો લાભ મળશે.

વધુ જુઓ ...
    Surya Gujarat Yojana: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રીન્યુએબલ એનર્જી ક્ષેત્રે અગ્રેસર રહેવાના સ્વપ્નને વેગ આપવાના મક્કમ નિર્ધાર સાથે રાજ્યની ઉર્જાવાન સરકારના મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલ દ્વારા “સૂર્ય ગુજરાત” યોજનાનો કાર્યાત્મક સમયગાળો લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વર્ષ 2019થી શરૂ કરાયેલી આ “સૂર્ય ગુજરાત” યોજનાની સમય મર્યાદા માર્ચ-2022 સુધીની હતી. સોલાર રૂફટોપ ઉપર સબસીડી આપતી આ યોજનાનો કાર્યાત્મક સમયગાળો માર્ચ-2025 સુધી લંબાવવામાં આવ્યો છે તેવી જાણકારી ઉર્જા મંત્રી કનુ દેસાઇ દ્વાપા આવવાં આવી હતી.

    ઉર્જા મંત્રીએ આગળ કહ્યું કે, આ નિર્ણયથી રાજ્યના 7 લાખ જેટલા રહેણાંક ગ્રાહકોને 3000 મેગા વોટની સોલાર કેપેસીટી માટે અંદાજીત રૂપિયા 4,989 કરોડ સબસીડીનો લાભ ત્રણ વર્ષમાં મળશે. આ યોજના અંતર્ગત અત્યાર સુધી રાજય અને કેન્દ્ર સરકાર દ્વારા રૂ.2000 કરોડની સહાયથી ત્રણ લાખથી વધુ વીજ ગ્રાહકોને ત્યાં સોલાર સિસ્ટમનું સ્થાપન કરવામાં આવ્યુ છે, જેની ક્ષમતા 1183 મેગાવોટ જેટલી છે. હાલ, સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપનમાં ગુજરાત દેશમાં પ્રથમ સ્થાન આવી ગયુ છે જે ગુજરાતની વિકાસ ગતિની ઝાંખી કરાવે છે.

    આ પણ વાંચો: LPG માટે આવ્યા નવા નિયમો, વર્ષમાં માત્ર 15 જ સિલિન્ડર ખરીદી શકાશે

    કનુ દેસાઈએ વધુમાં ઉમેર્યુ કે, રહેણાક શ્રેણીના વીજગ્રાહકો માટે રાજ્ય સરકાર દ્વારા પાંચમી ઑગષ્ટ 2019થી સોલાર રૂફટોપ સબસીડી યોજના “સૂર્ય ગુજરાત”જાહેર કરાઈ છે. આ યોજના અંતર્ગત રહેણાક હેતુના વીજ ગ્રાહકોને સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરવા માટે પ્રથમ 3 કિલોવોટ સુધી નિયત કરેલ કિંમતના 40% સબસીડી તથા 3 કિલોવોટથી વધુ અને 10 કિલોવોટ સુધી 20% સબસીડી મળવાપાત્ર છે. આ ઉપરાંત ગ્રુપ હાઉસિંગ સોસાયટી રેસિડેન્સિયલ વેલ્ફેર એસોસિએશનની કોમન સુવિધાઓના વીજજોડાણો ઉપર ઘર દીઠ 10 કિલોવોટની મર્યાદામાં 500 કિલોવોટ સુધી 20% સબસીડી આપવામાં આવે છે.

    મંત્રીએ વધુમાં ઉમેર્યુ કે, આ યોજના માટે રાજ્યના રહેણાક ગ્રાહકોનો ખુબ સારો પ્રતિસાદ મળ્યો છે. રુફટોપ સોલર સિસ્ટમની સ્થાપના માટે રહેણાક ક્ષેત્રમાં વિશાળ સંભાવનાઓ રહેલી છે. જે પુનઃપ્રાપ્ય ઉર્જાના લક્ષ્યાંકને હાંસલ કરવામાં વધુ યોગદાન આપશે. એટલુ જ નહિ, સોલાર રૂફટોપના ઈન્સ્ટોલેશનથી વીજ બીલમાં ઘટાડો થશે અને ઉત્પાદિત વધારાની વીજળી ગ્રીડમાં વેચી વધારાની આવક ઉભી કરી એક વપરાશકર્તા-ઉત્પાદક તરીકે પણ ભૂમિકા નિભાવશે.
    Published by:Vimal Prajapati
    First published:

    विज्ञापन
    विज्ञापन