Home /News /gandhinagar /રાજ્યમાં આવતા મહિને IPSની સામૂહિક બદલી થવાની સંભાવના, 34 અધિકારીને પ્રમોશન મળી શકે

રાજ્યમાં આવતા મહિને IPSની સામૂહિક બદલી થવાની સંભાવના, 34 અધિકારીને પ્રમોશન મળી શકે

પ્રતીકાત્મક તસવીર

IPS transfer and promotion: ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel)ની સરકારમાં સિનિયર આઇએએસ ઓફિસરોની ફેરબદલમાં શહેરોના મ્યુનિસિપલ કમિશનરો તેમજ બોર્ડ-નિગમના મેનેજીંગ ડિરેક્ટરોનો પણ સમાવેશ થવાની સંભાવના.

ગાંધીનગર: ગુજરાત સરકારના વહીવટી તંત્રની સાથે પોલીસ વિભાગ (Police department)માં પણ બદલી અને પ્રમોશન (Tranfer and Promotion)ના કારણે ઉત્તેજના જોવા મળી રહી છે. પૂર્વ સરકારમાં નિયુક્ત થયેલા અને જે પોલીસ અધિકારીઓને એક જ જગ્યાએ ત્રણ વર્ષથી વધુ સમય થયો હશે તેમને બદલવાનું નક્કી કરવામાં આવ્યું છે. જોકે, પોલીસની સામૂહિક બદલી (IPS transfer) પહેલાં ઉચ્ચ પોલીસ અધિકારીઓને પ્રમોશન આપવામાં આવે તેવી સંભાવના છે. ચર્ચા પ્રમાણે 34 જેટલા અધિકારીઓને પ્રમોશન મળી શકે છે.

પોલીસમાં બઢતી આપવાનો જે નિર્ણય ગૃહ વિભાગે (Gujarat home department) કર્યો છે તે પ્રમાણે નવરાત્રી (Navratri 2021) અથવા તો ત્યારબાદ આ પ્રમોશન આપવામાં આવશે. ગુજરાત પોલીસમાં લાંબા સમયથી પેન્ડિંગ રહેલા પ્રમોશનમાં ડીઆઇજીથી આઇજીના ચાર ઓફિસરો, એસપીથી ડીઆઇજીના છ, એએસપીથી એસપીના છ અને ડીવાયએસપીથી એસપીના 18 ઓફિસરોનો સમાવેશ થાય છે.

રાજ્યના ગૃહ વિભાગે જણાવ્યું હતું કે, પોલીસની વિવિધ કેડરમાં પણ બઢતીની સંભાવના છે. ડીવાયએસપી કક્ષાના આમ તો 25 જેટલા ઓફિસરો છે, જેમને એસપી બનાવવામાં આવે. પરંતુ કેટલાક સામે ખાતાકીય તપાસ અને કેસ ચાલતા હોવાથી સાત ઓફિસરો પ્રમોશનથી વંચિત રહી જાય તેવું ચર્ચાઇ રહ્યું છે.

રાજ્યના પોલીસ વિભાગમાં જિલ્લા પોલીસ વડા, મહાનગરોના પોલીસ કમિશનર અને ગૃહ વિભાગની મહત્વની જગ્યાઓ પર મોટાપાયે ફેરબદલ સંભાવના છે. સચિવાલયમાં એવું પણ ચર્ચાઇ રહ્યું છે કે પહેલાં પોલીસ વિભાગમાં પ્રમોશન પછી ગૃહ વિભાગ તેમજ સચિવાલયના વિવિધ વિભાગો અને જિલ્લા વહીવટી તંત્રમાં બદલીઓ થશે. ભૂપેન્દ્ર પટેલની સરકારમાં સિનિયર આઇએએસ ઓફિસરોની ફેરબદલમાં શહેરોના મ્યુનિસિપલ કમિશનરો તેમજ બોર્ડ-નિગમના મેનેજીંગ ડિરેક્ટરોનો પણ સમાવેશ થવાની સંભાવના છે.

આ પણ વાંચો: અમદાવાદ અને ગાંધીનગરમાં પેટ્રોલની સદી: જાણો ગુજરાતના અન્ય શહેરમાં એક લીટર પેટ્રોલની કિંમત

જૂનમાં થઈ હતી 77 IAS અધિકારીઓની બદલી

રાજ્યમાં કોરોના વાયરસના (Coronavirus) કેસ કાબૂમાં આવતા અને સરકાર કોરોના એડમિનિસ્ટ્રેશનમાંથી રાહતનો શ્વાસ લેતા રાજ્યના 77 IAS (77 IAS Transfer Orders) અધિકારીઓની બદલી જૂન 2021 મહિનામાં કરવામાં આવી હતી. અધિકારીઓની બદલીનો ગંજીફો ચીપાતા રાજકોટ, જામનગર, સુરત, વડોદરા આણંદમાં કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર તેમજ સચિવ કક્ષાએ મોટા ફેરબદલ થયા હતા. તેના થોડા દિવસ પહેલા પણ 26 જેટલા IAS અધિકારીઓની બદલીના આદેશ કરાયા હતા.

ઉલ્લેખનીય છે કે 2022ના વર્ષમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. આથી હાલ જે પણ બદલીએ કરવામાં આવશે તેમાં ચૂંટણીના પાસાને પણ ધ્યાનમાં રાખવામાં આવશે તેવું માનવામાં આવી રહ્યું છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: આઇપીએસ, ગાંધીનગર, ગુજરાત, પોલીસ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन