વિસાવદર: ચૂંટણી બાદ પણ ગુજરાતનું રાજકારણ ગરમાયેલું છે. ગુજરાતમાં શપથવિધિ પહેલા વિસાવદર AAPના વિજેતા ભૂપત ભાયાણી મોટી જાહેરાત કરી શકે છે. આપનાં જીતેલા ઉમેદવાર ભાજપમાં જોડાઇ શકે છે. જો આવું થાય તો આપ પક્ષમાં મોટું ગાબડું પડી શકે છે. જોકે, આ ચર્ચા પર સ્પષ્ટતા આપતા ભુપત ભાયણીએ જણાવ્યુ કે, મારી જનતાને મળીને તે લોકો કહેશે તે પ્રમાણે હું કરીશ. ભાજપમાં જોડવવાની વાત અફવા છે.
'આ વાત અફવા છે'
આપનાં ધારાસભ્ય ભુપત ભાયાણીએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યુ કે, હજુ ભાજપમાં જોડાવવાનો કોઇ એવો નિર્ણય કર્યો નથી. આ વાત અફવા છે. મને પાટીલ અને પીએમ મોદીએ શુભકામના આપી છે. જેનો અર્થ એમ નથી કે હું તેમની સાથે છું. આ ઉપરાંત તેમણે જમાવ્યુ કે, મારી જનતા, ખેડૂતોને કહેશે તે પ્રમાણે નિર્ણય કરીશ. હું જોડવવાનો છું એવું હજુ સ્પષ્ટ નથી. મારે હજી મારી જનતાને મળવાનું બાકી છે. મારી જનતા જે કહેશે એ પ્રમાણે નિર્ણય કરીશ.
'મારી જનતા કહેશે તે પ્રમાણે નિર્ણય કરીશ'
આ ઉપરાંત તેમણે વિજયભાઇ રૂપાણી સાથેનાં સંબંધ અંગે જણાવ્યુ કે, અમારો વિજય રૂપાણી સાથે પરિવાર જેવા સંબંધો છે. જેનો અર્થ એવો નથી કે, મને ભાજપનું સમર્થન છે. મારી જનતા કહેશે તે પ્રમાણે નિર્ણય કરીશ.
જોકે, આ સમાચાર વચ્ચે એવા પણ સમાચાર મળી રહ્યા છે કે, ભાજપનાં વિસાવદરનાં ઉમેદવાર હર્ષદ રીબડિયાએ આ અંગે પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટીલ સાથે મુલાકાત કરી હતી. આ અંગે આધારભૂત સૂત્રોનાં માધ્યમથી ખબર મળી રહી છે કે, હર્ષદ રાબડિયાએ સી. આર. પાટિલને રજૂઆત કરી હતી કે, આપનાં ધારાસભ્ય ભૂપત ભાયાણીને ભાજપમાં ન જોડશો.
વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણીએ જીત મેળવીને ભાજપ અને કોંગ્રેસને પછાડ્યા હતા. ભાજપે અહીં કોંગ્રેસ છોડીને આવેલા હર્ષદ રીબડિયાને ટિકિટ આપી હતી તો કોંગ્રેસે કરશન વડોદરિયાને મેદાને ઉતાર્યા હતા.
જોકે, આપ પાર્ટીનાં ભૂપત ભાયાણી આ બંને ઉમેદવારોને ઘૂળ ચટાડી હતી. ભૂપત ભાયાણીની રાજકીય સફર સરપંચથી સીધી જ ગાંધીનગર સુધી પહોંચી છે. ભાજપમાં રહેલા ભૂપત ભાયાણીએ બે વર્ષ પહેલા જ પાર્ટી છોડી હતી અને આપમાં જોડાયા હતા.
ગુજરાતની રાજનીતિ અંગે મોટા સમાચાર, ભૂપત ભાયાણી થોડીવારમાં કરશે જાહેરાત
વિસાવદરમાં આપની જીત પાછળનું મુખ્ય કારણ ભાજપના ઉમેદવાર હર્ષદ રિબડીયા માનવામાં આવી રહ્યા છે. તેમણે છેલ્લી ઘડીએ કોંગ્રેસ છોડી ભગવો ધારણ કર્યો હતો. ભાજપે હર્ષદ રિબડીયાને ટિકિટ આપી હતી. તેમજ કોંગ્રેસની સ્થાનિક નબળી નેતાગીરી, આ બન્ને લાભ આપ ઉમેદવારને જીતાડવામાં મદદ કરી. હર્ષદ રિબડીયાએ પેટા ચૂંટણીમાં કેશુભાઇ પટેલના પુત્ર ભરત પટેલને હરાવી સનસનાટી મચાવી હતી. જે બાદ તેઓ આ ચૂંટણી વખતે ભાજપમાં આવ્યા અને આમ આદમી પાર્ટીના ભુપેન્દ્રભાઇ ભાયાણી સામે હારી ગયા છે. કારણ કે લોકોએ પાર્ટી બદલવું ઉમેદવારને પસંદ ન કર્યા. તે વાતનો લાભ સીધો આપ પાર્ટી મળ્યો છે.