Home /News /gandhinagar /

Video: યુવા વિદ્યાર્થી બન્યો ગુજરાતનો એક દિવસનો મુખ્યમંત્રી, 182 વિદ્યાર્થીઓએ એક દિવસ વિધાનસભા ચલાવી

Video: યુવા વિદ્યાર્થી બન્યો ગુજરાતનો એક દિવસનો મુખ્યમંત્રી, 182 વિદ્યાર્થીઓએ એક દિવસ વિધાનસભા ચલાવી

મોક એસમ્બલી યોજાઇ

Gujarat Latest news: 'રાજ્યનો યુવાવર્ગ સક્ષમ, અનુભવી અને રાષ્ટ્રપ્રેમી બનશે, યુવાનોમાં નેતૃત્વશક્તિ ખીલવે અને લોકશાહીની પ્રત્યક્ષ તાલીમ આપે તેવી આ ‘યુવા મોડેલ એસેમ્બલી’નું આયોજન કરનારી ગુજરાત  વિધાનસભા સમગ્ર દેશમાં પ્રથમ છે.'

ગાંધીનગર : રાજ્યની યુવા પેઢી રાજનીતિમાં આવે તે માટે થઈને આજે ગાંધીનગર વિધાનસભા ખાતે એક વિશેષ યુવા પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 9:00 વાગે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને અધ્યક્ષ ડો. નિમાબેન આચાર્ય યુવા મોક એસેમ્બલીનું પ્રારંભ કરાવ્યો હતો. સમગ્ર ગુજરાતમાંથી પસંદ કરવામાં આવેલા 182 વિદ્યાર્થીઓએ એક દિવસ પૂરતી વિધાનસભા ચલાવી અને લોકશાહીની પ્રક્રિયાનો ખ્યાલ આવે તે માટેનુ આયોજન કરવામાં આવ્યું છે. પ્રશ્નોત્તરી સાથે ગૃહના કામકાજનો પ્રારંભ થયો હતો.

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને આ કાર્યક્રમનું ઉદઘાટન કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતની શાળાના વિદ્યાર્થીઓ આજે યુવાનો મોક વિધાનસભામા  જન પ્રતિનિધિત્વ અદા કરવાના છે. ભારત વિશ્વના સૌથી વધુ યુવાનો ધરાવતો દેશ છે તેની સાથે સૌથી જૂની લોકશાહી ધરાવતો દેશ હોવાનું આપણને ગૌરવ છે. લોકશાહીના પાયામાં એકમોમાં જન પ્રતિનિધિ સૌથી મહત્વનું એકમ છે.
ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન છે. વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ગુજરાત દેશનું મોડેલ સ્ટેટ બન્યું છે. પાછલા બે-અઢી દાયકાની ગુજરાતની વિકાસ યાત્રાના ચાલક બળ તરીકે વિધાનસભા ગૃહની આદર્શ કામગીરી પણ મહત્વની બની રહી છે. આવા પવિત્ર ગૃહમાં ગુજરાતના ઉજ્જવળ ભાવિના નિર્માતા એવા યુવાનોને મોડલ એસેમ્બલીમાં સહભાગી થતા જોઈ ખૂબ ગૌરવ થાય છે તેમ તેમણે ઉમેર્યુ હતું.

તેમણે વધુમાં કહ્યું કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે. આ અમૃત મહોત્સવ વર્ષે ગુજરાત વિધાનસભા ગૃહમાં યુવા મોડેલ એસેમ્બલીનું આયોજન એક સુભગ સુયોગ છે. ગુજરાતની લોકતાંત્રિક પરંપરાઓને સૌ યુવાનો સાથે મળીને આગળ લઈ જશે તેવી વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.

વિધાનસભા અધ્યક્ષ નિમાબેન આચાર્યએ જણાવ્યું હતું કે આજીવન યાદ રહે તેવી આજની ઘડી છે વિધાનસભામાં ભાગ લેવા આવેલા વિદ્યાર્થીઓને આવકારું છું આપણું યુવાધન શક્તિશાળી બને તે અને દેશની પ્રગતિમાં પોતાનું યોગદાન આપે તે આશયથી વિદ્યાર્થીઓને અહીં બોલાવવામાં આવ્યા છે. અમદાવાદ વડોદરા, સુરત રાજકોટ ગાંધીનગર ના વિદ્યાર્થીઓ ના ઇન્ટરવ્યૂ કરવામાં આવ્યા હતા અને આ ઇન્ટરવ્યૂ સ્કૂલ પોસ્ટ સંસ્થા દ્વારા આયોજિત કરવામાં આવ્યા હતા.3,500 જેટલી શાળાના સંપર્કના અંતે 182 ધારાસભ્યોની પસંદગી કરવામાં આવી છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને રાજકારણ પ્રત્યે ઉત્સાહ વધારવાનો છે.

રાજ્યનો યુવાવર્ગ સક્ષમ, અનુભવી અને રાષ્ટ્રપ્રેમી બનશે, યુવાનોમાં નેતૃત્વશક્તિ ખીલવે અને લોકશાહીની પ્રત્યક્ષ તાલીમ આપે તેવી આ ‘યુવા મોડેલ એસેમ્બલી’નું આયોજન કરનારી ગુજરાત  વિધાનસભા સમગ્ર દેશમાં પ્રથમ છે.
ભારત સૌથી વધુ યુવાનો ધરાવતો દેશ છે. વિશ્વના ૩૬૦ કરોડ યુવાનો પૈકી ૬૦ કરોડ યુવાનો ભારતમાં છે. વડાપ્રધાને યુવાનો દેશમાં મજબૂત આધાર બનશે એવો વિશ્વાસ વ્યક્ત કરીને નવી શિક્ષણ નીતિ સહિતના યુવાલક્ષી વિવિધ ક્રાંતિકારી નિર્ણયો લીધા છે.તેમણે ઉમેર્યું કે, યુવા મોડેલ એસેમ્બલી એ એક એવું અનોખું પ્લેટફોર્મ છે, જે યુવા વિદ્યાર્થીઓને સંસદીય કાર્યપદ્ધતિ અને પ્રણાલીઓ સાથે સંપર્કમાં આવવાની સુવર્ણ તક પૂરી પાડશે.

આજની મોડલ વિધાનસભામાં પ્રશ્નોત્તરી સરકારી ખરડા બજેટને સંકલ્પ જીવન સંસદીય કાર્યપ્રણાલી નો સમાવેશ કરવામાં આવ્યો છે ગુજરાત વિધાનસભાના અધિકારીઓએ ગાંધીનગરની સરકારી કોલેજના વિદ્યાર્થીઓ તથા રાજ્યની અલગ અલગ સ્કૂલના વિદ્યાર્થીઓને પસંદગી કર્યા બાદ તેમને ગુગલમીટ દ્વારા તાલીમ પણ આપી હતી.

આજે સવારે 9:00 વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધી ચાલનારી યુવા મોડેલ એસેમ્બલી દરમિયાન પ્રશ્નોત્તરી કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગની માંગણીઓ પરની ચર્ચા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ની માંગણીઓ પટની ચર્ચા પર ચર્ચા અને બિનસરકારી સંકલ્પમાં ગ્લોબલ વોર્મિંગ અને ક્લાયમેટ ચેન્જ વિશે સરકારી સંકલ્પ શાળા પ્રવેશો સર્વિસ અંગે બિન સરકારી સંકલ્પ પણ રજૂ કરવામાં આવી. બપોરે સાડા ત્રણ કલાકે વિધાનસભામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ નું વિતરણ કરવામાં આવશે અને આભાર વિધિ પણ કરવામાં આવી.

અમદાવાદના 63 ગાંધીનગર ના 21 વિદ્યાર્થીઓ એક દિવસના ધારાસભ્ય

ગુજરાત વિધાનસભાના યોજાઈ રહેલી યુથ પાર્લામેન્ટ ના કાર્યક્રમમાં રાજકોટના 39, જામનગરના 4, અમરેલીના 7, ગોંડલના 5, કચ્છના 10, અમદાવાદના 63, ગાંધીનગરનાં 21, વડોદરાના 14, સુરતનાં 16, આણંદ મહેસાણા અને નડિયાદના 1-1 વિદ્યાર્થીની પસંદગી કરવામાં આવી છે.

ઘર બેઠા કરી શકાશે વાહન અને મોબાઈલ ફોન ચોરીની ફરિયાદ, જાણો કઈ રીતે કરી શકાશે e-FIR

અત્રે ઉલ્લેખનીય છે કે બે મહિના સુધી સંસદીય બાબતો લોકશાહી અને લોકશાહીમાં પ્રજાના પ્રતિનિધિત્વનું મહત્વ જેવા વિષયો ઉપર પસંદ થયેલા આ યુવાનો ને તાલીમબદ્ધ કરવામાં આવ્યા છે.  છેલ્લા ત્રણ દિવસથી આ તમામ વિદ્યાર્થીઓ ગુજરાત સરકારના મહેમાન બન્યા છે અમદાવાદની સમરસ હોસ્ટેલ ખાતે આ તમામ વિદ્યાર્થીઓને ઉતારો આપવામાં આવ્યો હતો એક દિવસ તેઓ આઈઆઈએમ ,આલ્ફામોલ સહિતની જગ્યા મુલાકાત લીધી હતી.
રાજકોટ ના 39 વિદ્યાર્થીઓ ગાંધીનગરની એસેમ્બલીમાં ભાગ લઈ રહ્યા છે જેમાં 10 છોકરાઓ અને 29 છોકરીઓ ભાગ લઈ રહી છે.

વિપક્ષ છે ગૃહમા પણ મુંગુ મંતર. 

ગુજરાત વિધાનસભાની આજની યુવા એસેમ્બલીમાં વિપક્ષના ધારાસભ્યોની હાજરી છે પરંતુ આ તમામ ધારાસભ્યો મૂંગા મંતર છે. પ્રશ્નોત્તરી કાળ દરમિયાન એક પણ પેટા પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો ન હતો અને ગૃહનું કામકાજ એક તરફી ચાલ્યું હતું.
Published by:Kaushal Pancholi
First published:

Tags: ગાંધીનગર, ગુજરાત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन