Home /News /gandhinagar /આશિષ ભાટિયાની નિવૃતિ બાદ વિકાસ સહાયને સોંપાશે ચાર્જ

આશિષ ભાટિયાની નિવૃતિ બાદ વિકાસ સહાયને સોંપાશે ચાર્જ

ડીજીપી આશિષ ભાટિયાની ફાઇલ તસવીર

Gandhinagar news: નવા ડીજીપીનું નામ હજી જાહેર કરવામાં નથી આવ્યું. પરંતુ હાલ 1988 બેચના આઇપીએસ અતુલ કરવાલનું નામ ચર્ચાઇ રહ્યુ છે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Gandhinagar, India
ગાંધીનગર: રાજ્યના મુખ્ય સચિવ પંકજ કુમાર તથા ડીજીપી આશિષ ભાટીયા આજે, 31 જાન્યુઆરીએ નિવૃત્ત થઈ રહ્યા છે. કુમારના સ્થાને નવા મુખ્ય સચિવ તરીકે 1987 બેચના આઇએએસ રાજ કુમાર આજે ચાર્જ લેવાના છે. રાજ્યના નવા પોલીસ વડા અંગે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. 1989 બેચના વિકાસ સહાયને પોલીસ વડા તરીકેનો ચાર્જ આપવામાં આવશે. UPSCની બેઠક બાદ નવા ડીજીપીની નિમણૂક કરવામાં આવશે. આશિષ ભાટિયાની નિવૃતિ બાદ વિકાસ સહાયને ચાર્જ આપવામાં આવશે.

આશિષ ભાટિયા બાદ સૌથી સિનિયર અધિકારી સંજય શ્રીવાસ્તવ છે. જોકે તેઓ પણ 30 એપ્રિલે નિવૃત્ત થઈ રહ્યા છે. મુખ્ય ડીજીપી તરીકે જે અધિકારીની નિમણૂક કરવામાં આવે તેમની નિવૃત્તિને ઓછામાં ઓછા 6 મહિના બાકી હોવા જોઈએ તેવો સુપ્રીમ કોર્ટનો નિર્દેશ છે. જેથી 3 મહિના માટે અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવને ડીજીપીનો ચાર્જ સોંપવામાં આવે તેવી પણ શકયતા છે.

આ સાથે રાજ કુમારના સીનિયર અને 1986 બેચના આઇએએસ તથા પંચાયત વિભાગના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રા સુપરસીડ થઇ સરકારના બોર્ડ-નિગમમાં મુકાશે. ચર્ચાઓ થઇ રહી છે કે, સંજય શ્રીવાસ્તવ પછી 1988 બેચના આઇપીએસ અતુલ કરવાલ ડીજીપી કક્ષાના અધિકારી છે. કરવાલ હાલ ડેપ્યુટેશન પર એનડીઆરએફમાં હોવાથી ગુજરાત પાછા ન આવે તો ત્રણ મહિના માટે શ્રીવાસ્તવને એક્સ્ટેન્શન આપી ડીજીપીનો ચાર્જ સોંપાઇ શકે છે.


પંકજકુમાર આજે નિવૃત્ત


27 ઓગસ્ટ 2021ના રોજ રાજ્ય સરકારે 1986ની બેચના આઈએએસ ઓફિસર પંકજ કુમારની ગુજરાતના નવા ચીફ સેક્રેટરી નિમણુંક કરી હતી. તેમણે અનિલ મુકીમની જગ્યાએ ચીફ સેક્રેટરી તરીકે 31 ઓગસ્ટથી ચાર્જ સંભાળ્યો હતો.



6 મે, 1962ના રોજ જન્મેલા પંકજ કુમારની 25 ઓગસ્ટ, 1986ના રોજ આઈએએસ તરીકે વરણી થઈ હતી. તેમણે યુપીએસસીની પરીક્ષા પાસ કરવાની સાથે આઈઆઈટી કાનપુરમાંથી સિવિલ એન્જિનિયરિંગ વિષયમાં બીટેકની ડિગ્રી પણ મેળવેલી છે.
First published:

Tags: ગાંધીનગર, ગુજરાત

विज्ञापन