Home /News /gandhinagar /OBC અનામતનું ગૂંચવાયેલું કોકોડુંઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં થશે વિલંબ, ઝવેરી કમિશનના રિપોર્ટ બાદ લેવાશે નિર્ણય

OBC અનામતનું ગૂંચવાયેલું કોકોડુંઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં થશે વિલંબ, ઝવેરી કમિશનના રિપોર્ટ બાદ લેવાશે નિર્ણય

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 6 મહિનાનો વિલંબ થશે?

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 6 મહિનાનો વિલંબ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ચૂંટણીમાંથી OBC અનામત દૂર કરવાનો મુદ્દો ગૂંચવાવાના કારણે તેમાં વિલંબ થઈ શકે છે. ઝવેરી કમિશન આ મુદ્દે સરકારને રિપોર્ટ સોંપશે અને તે પછી ચૂંટણી અંગે યોગ્ય નિર્ણય લેવામાં આવશે.

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • Gandhinagar, India
    રાજ્યમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 6 મહિનાનો વિલંભ થવાની સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે. આ પાછળનું કારણ OBC અનામતનું ગૂંચવાયેલું કોકોડું છે. રાજકીય વિશ્લેષકનું માનવું છે કે ભાજપ, કોંગ્રેસ સહિત OBC નેતાઓ ઊંઘતા ઝડપાયા છે. કારણ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી અનામત નાબૂત કરવાનો મુદ્દાના કારણે હવે ગૂંચવાડો ઉભો થયો છે. જોકે, હવે બીજી તરફ સરકાર સમક્ષ જે રજૂઆતો થઈ છે તેને ધ્યાનમાં રાખીને સરકાર ઢીલું વલણ અપનાવશે તેમ માનવામાં આવી રહ્યું છે. આ જ કારણે ચૂંટણીમાં વિલંબ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

    આ સાથે આ વખતની સ્થાનિક સ્વરાજ્યની ગ્રામ પંચાયતની ચૂંટણીમાંથી OBC અનામત નાબૂદ કરવાનો મુદ્દો જાગ્યા પછી હવે રજૂઆતોને ધ્યાનમાં રાખીને આ વખતે ચૂંટણીમાંથી અનામત જાય નહીં તેવી પ્રયાસો કરવામાં આવશે.

    ગ્રામ પંચાયતની ચૂંટમીમાં OBC અનામતનો મુદ્દો


    ગ્રામ પંચાયતની ચૂંટણીમાં OBC અનામતનો મુદ્દો ચગ્યા પછી તેમાં 6 મહિનાનો વિલંભ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ઝવેરી કમિશન દ્વારા આ મામલે ફેબ્રુઆરીના અંત સુધીમાં સરકારને રિપોર્ટ સોંપવામાં આવશે. આ રિપોર્ટ બાદ જ ચૂંટણી અંગે યોગ્ય નિર્ણય લેવામાં આવશે.

    આ પણ વાંચોઃ MLA રિટા પટેલનો પોતાની જ સરકારના મંત્રીને પત્ર, તકલીફ અંગે અવાજ ઉઠાવ્યો

    રાજકીય વિશ્લેષક પ્રશાંત ગઢવી જણાવે છે કે, વિધાનસભાની ચૂંટણીમાં કોઈ મોટી નવાજૂની થઈ હોત તો આ મુદ્દો મોટો બની શકે તેમ હતો, પરંતુ ભાજપે જીતી અને ગ્રામ્ય કક્ષાએ ભાજપનું જે વર્ચસ્વ જોવા મળ્યું તેના કારણે ભાજપ દ્વારા ગામડાઓમાં પણ જરુરી કામગીરી કરવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે જણાવ્યું કે, જો આ અનામત 10 ટકા પ્રમાણે નાબૂદ થાય તો ચોક્કસથી સરકાર વિરુદ્ધ સરપંચોનો માહોલ ઉભો થઈ શકે છે.


    ભાજપ દ્વારા આ વખતે કારોબારીની બેઠક સુરેન્દ્રનગરમાં


    સામાન્ય રીતે ભાજપની કારોબારીની બેઠક કમલમમાં યોજવામાં આવતી હોય છે પરંતુ જે રીતે ગ્રામ્ય સ્તરે પણ રાજકારણમાં પોતાનો દબદબો વધારવા માટે ભાજપ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પાર્ટીને તે સ્પષ્ટ કરવું છે કે માત્ર શહેરી વિકાસની જ વાતો અમે નથી કરતા પરંતુ ગામડાઓમાં રહેતા લોકોની વચ્ચે પણ અમે રહીએ છીએ અને તેમના કામ કરવા છે.
    Published by:Tejas Jingar
    First published:

    Tags: Bjp gujarat, Government of gujarati, Gujarat Elections, Gujarat Politics, Gujarati news

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन