Home /News /gandhinagar /

કેમિકલકાંડમાં ગૃહ વિભાગની મોટી કાર્યવાહી: છ પોલીસ અધિકારી સસ્પેન્ડ, બેની બદલી કરવામાં આવી

કેમિકલકાંડમાં ગૃહ વિભાગની મોટી કાર્યવાહી: છ પોલીસ અધિકારી સસ્પેન્ડ, બેની બદલી કરવામાં આવી

હર્ષ સંઘવી ફાઇલ તસવીર

Gandhinagar news: બે DySP, એક CPI, PI, બે PSIને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. બોટાદના એસપી કરણરાજ વાઘેલા અને અમદાવાદ ગ્રામ્યના એસપી વિરેન્દ્ર યાદવની બદલી કરી દેવામાં આવી છે.

    ગાંધીનગર: બોટાદના કેમિકલકાંડમાં દિવસે દિવસે મૃતકોની સંખ્યા વધી રહી છે. ત્યારે આજે ગૃહ વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે. આ કેસના સંબંધિત પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ કેસમાં 6 અધિકારીઓ સસ્પેન્ડ તથા બે SPની બદલી કરી દેવામાં આવી છે.

    મળતી માહિતી પ્રમાણે, બે DySP, એક CPI, PI, બે PSIને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. બોટાદના એસપી કરણરાજ વાઘેલા અને અમદાવાદ ગ્રામ્યના એસપી વિરેન્દ્ર યાદવની બદલી કરી દેવામાં આવી છે.

    ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ આ અંગે કહ્યું, આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને કડકમાં કડક સજા થાય તે માટે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવશે. પોલીસ તરફથી 10 દિવસમાં આ કેસને લઈને ચાર્જશીટ દાખલ કરાશે. તો રોજીદ ગામના (rojid village) સરપંચના પત્ર મુદ્દે હર્ષ સંઘવીએ કહ્યું, સરપંચના પત્ર બાદ છ વખત પોલીસે જે તે વિસ્તારમાં દરોડા પાડ્યા હતા. 20 દિવસથી દેશી દારૂના અડ્ડાઓ બંધ હોવાથી બુટલેગરો મિથેનોલ લાવવા મજબૂર બન્યા હતા.

    કોવિડ મહામારીમાં અમદાવાદના ચાંદલોડિયાના મેડિકલ ઓફિસરની સરાહનીય કામગીરી

    આખા ગુજરાતમાં વિદેશી દારૂ પૂરો પાડતો બુટલેગર ઝડપાયો

    કથિત લઠ્ઠાકાંડને પગલે આખા ગુજરાતની પોલીસ બુટલેગરો સામે કાર્યવાહી કરવા લાગી છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી રાજ્યભરની પોલીસ વિવિધ જગ્યાએ દારૂની ભઠ્ઠીઓ અને બુટલેગરોને ત્યાં દરોડાં કરી રહી છે. આ જ કડીમાં આખા ગુજરાતમાં વિદેશી દારૂ પૂરો પાડતા એક બુટલેગરને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે આબુરોડના બુટલેગર આસુ અગ્રવાલ (Asu Agrawal) ઝડપી લીધી છે. મહેસાણા પોલીસ (Mehsana Police) વડાએ કડક વલણ અપનાવી મોટા બુટલેગરને ઝડપી પાડવામાં આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે આસુ અગ્રવાલ રાજસ્થાનથી આખા રાજ્યમાં દારૂ પૂરો પાડતો હતો. રિપોર્ટ પ્રમાણે આસુ અગ્રવાલ સામે એકલા મહેસાણા જિલ્લા (Mehsana district)માં જ 26 જેટલા ગુના નોંધાયેલા છે. પોલીસના હાથ ઝડપાય ન જવાય તે માટે આસુ અગ્રવાલ વોટ્સએપ કોલથી દારૂનો વેપાર કરતો હતો. (સંપૂર્ણ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો )



    રાજકોટ: જાહેરમાં દારૂ પાર્ટી કરનાર ચાર પૈકી એક યુવક ઝડપાયો

    બે દિવસ પહેલા રાજકોટ જિલ્લાનો એક વીડિયો વાયરલ (Rajkot liquor party video) થયો હતો. વીડિયોમાં ચાર યુવક દારૂની મહેફીલ માણી રહ્યા હતા. આ વીડિયો વાયરલ થયા બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો હતો. આ મામલે પોલીસે કડક કાર્યવાહી કરતા એક યુવકની ધરપકડ કરી છે. મળતી માહિતી પ્રમાણે નાના બાળકનો જન્મ દિવસ હોવાથી તેની ઉજવણીમાં દારૂની મહેફીલ (Liquor party in public) માણી હોવાનું ધરપકડ કરવામાં આવેલા યુવકે જણાવ્યું છે
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: ગાંધીનગર, ગુજરાત, બોટાદ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन