Home /News /gandhinagar /શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય, રાજ્યમાં બનશે 10 નિવાસી સૈનિક સ્કૂલ
શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય, રાજ્યમાં બનશે 10 નિવાસી સૈનિક સ્કૂલ
રાજ્યમાં બનશે સૈનિક સ્કૂલ(જામનગર બાલાચડી સૈનિક સ્કૂલ ફાઈલ ફોટો
)
Gujarat Sainik School: રાજ્યના શિક્ષણ વિભાગે એક મોટો નિર્ણય લીધો છે. ગુજરાતમાં શક્તિ સ્કૂલની સ્થાપના કરવામાં આવશે. આ અંગે શિક્ષણ વિભાગ દ્વારા ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. જે અંતર્ગત આગામી વર્ષે એપ્રિલમાં પરીક્ષા લેવામાં આવશે.
ગાંધીનગર: ગુજરાત શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે મજબૂત બને એ નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના સીએમ હતા ત્યારનુ તેમનું સપનું રહ્યું છે. પીએમ નરેન્દ્ર મોદીના વિઝન અંતર્ગત રાજ્યના શિક્ષણ વિભાગે એક મોટો નિર્ણય લીધો છે. હવે ભારત સરકારની સૈનિક સ્કૂલની સામાજિક ભાગીદારીથી ગુજરાતમાં શક્તિ સ્કૂલની સ્થાપના કરવામાં આવશે. આ અંગે શિક્ષણ વિભાગ દ્વારા ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. જેમાં પ્રથમ તબક્કે રાજ્યમાં રક્ષા શક્તિ સ્કૂલની સ્થાપના આવશે. જેમાં ધોરણ-6થી 12ના 5 હજાર જેટલા વિદ્યાર્થીઓને આપવામાં આવશે.
સરકાર દ્વારા 10 સ્કૂલોની સ્થાપના કરવામાં આવશે જે પૈકી 2 સ્કૂલો વિદ્યાર્થીનીઓ માટે હશે. શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ-5માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે. જેમાં મેરિટમાં આવનારા વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવાનું આયોજન કરવામાં આવ્યું છે. ચાલુ માસના અંત સુધીમાં નિવાસી સૈનિક સ્કૂલ માટે જાહેરાત આપવામાં આવશે. ત્યારબાદ અરજીઓ આવ્યા પછી સ્ક્રુટીની કરવામાં આવશે અને તેના આધારે 10 સ્કૂલોની પસંદગી કરવામાં આવશે.
આ માટેની પ્રવેશ પરીક્ષાઓ એપ્રિલ-2023માં લેવાશે અને જૂન-2023થી પ્રવેશ શરુ થશે. સ્કૂલમાં પ્રવેશ માટે સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલના વિદ્યાર્થીઓ માટે 75 ટકા બેઠકો અનામત રહેશે. 25 ટકા બેઠકો પર જ ખાનગી શાળાઓના બાળકોને પ્રવેશ ફાળવવાનું નક્કી કરાયું છે. રક્ષા શક્તિ સ્કૂલ માટે એક ગર્વનિંગ કાઉન્સીલ રહેશે. જેના અધ્યક્ષ પ્રાથમિક અને માધ્યમિકના સચિવ રહેશે. જ્યારે કમિશનર ઓફ સ્કૂલ સભ્ય સચિવ રહેશે.
બે ભાષા અભ્યાસક્રમ
આ સ્કૂલોમાં પ્રવેશ માટેના ફોર્મ ભરવાની કાર્યવાહી આગામી ફેબ્રુઆરી મહિનામાં હાથ ધરવામાં આવશે જેમા દરેક સ્કૂલમાં 500 જેટલા વિદ્યાર્થીઓની ક્ષમતા રહેશે. આ સ્કૂલો માટે એક વિશિષ્ટ પ્રકારનો અભ્યાસક્રમ વિકસાવવામા આવશે. સ્કૂલમાં ધોરણ-6થી 8માં ગુજરાતી અને અંગ્રેજી એમ બે ભાષાનુ માધ્યમ રહેશે. જ્યારે તેઓ ધોરણ-9થી 12 સુધી પહોંચશે ત્યારે એક એક વિષયમાં અંગ્રેજી પર વધુ ભાર મુકાશે.
રક્ષા શક્તિ સ્કૂલ સ્થાપવા માટે સંચાલક પાસે તમામ મૂડી રોકાણ અને સ્કૂલના ધારા ધોરણ અનુરૂપ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેટ અપ પ્રયોગશાળા ઓડિટોરિયમ સ્માર્ટ ક્લાસ રૂમ વિવિધલક્ષી પ્રવૃત્તિ ખંડ હોવા અનિવાર્ય છે આ સિવાય ગવર્નિંગ કાઉન્સિલની ભલામણોને નિર્ભર રહીને અંતિમ પસંદગી કરવામાં આવશે.
પ્રતિ વિદ્યાર્થી ૭૫,૦૦૦ હજાર રૂપિયા ખર્ચ
રક્ષાશક્તિ સ્કૂલ્સની સ્થાપના અને સંચાલન માટેનો સમગ્ર મૂડી ખર્ચ પ્રોજેક્ટ પાર્ટનર્સ દ્વારા આવશે. શિક્ષણ વિભાગને સરકાર દર વર્ષે જે તે સંસ્થામાં નોંધાયેલા દરેક વિદ્યાર્થી દીથ સમ રકમ પ્રોજેક્ટ પાર્ટનર્સને રિકરિંગ ખર્ચ પેટે સહાય પૂરી પાડશે. નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩ માટે ખર્ચ સહાય પ્રતિ વર્ષ પ્રતિ વિદ્યાર્થી રૂ.૭૫,૦૦૦/- (પંચોતેર હજાર રૂપિયા) આપવામાં આવશે. આગામી નાણાંકીય વર્ષથી દર વર્ષે ૭% ના દરે વધારવામાં આવશે.