Home /News /gandhinagar /રાજ્ય સરકાર ફરી હાથ ધરશે જમીન સર્વની કામગીરી, જામનગર અને દ્વારકાથી કરાશે શરૂઆત

રાજ્ય સરકાર ફરી હાથ ધરશે જમીન સર્વની કામગીરી, જામનગર અને દ્વારકાથી કરાશે શરૂઆત

રાજ્ય સરકારનો મોટો નિર્ણય

જામનગર અને દેવભૂમિ દ્વારકામાં અગ્રતાના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવશે. ભુપેન્દ્ર સરકાર 2.0 બનતા જ અનેક મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં જમીન રી-સર્વેની કામગીરી આ બન્ને જીલ્લાઓમાં કરવામાં આવશે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Gandhinagar, India
ગાંધીનગર: રાજ્ય સરકારે આજે થયેલી કેબિનેટ બેઠકમાં મહત્વનો નિર્ણય લીધો છે. કેબિનેટમાં જણાવવામાં આવ્યું હતું કે, રાજ્યમાં ફરીથી જમીન માપણી ક્ષતિ સુધારણાને લઈને એક પાયલોટ પ્રોજેક્ટ હાથ ધર્યો છે. જણાવી દઈએ કે, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં અગ્રતાના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવશે. ભુપેન્દ્ર સરકાર 2.0 બનતા જ અનેક મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં જમીન રી-સર્વેની કામગીરી આ બન્ને જીલ્લાઓમાં કરવામાં આવશે.

આ પણ વાંચો: બેટ દ્વારકા અને ગીર-સોમનાથમાં મેગા ડિમોલીશન, અનેક ગેરકાયદે બાંધકામ તોડી પડાયા

ઉલ્લેખનીય છે કે, આ પહેલા જ્યારે રિસર્વે કરવામાં આવેલા હતા, ત્યારે એજન્સીએ કરેલા ડિજિટલ સર્વે ઉપર અનેક સવાલો ઊભા થયા હતા અને ઠેર ઠેર વિરોધ જોવા મળ્યો હતો, કારણ કે ડિજિટલ રીસર્વેના પરિણામે ખેડૂતો ખેડૂતો વચ્ચે મતભેદ અને મનભેદ ઊભા થયા હતા. તેની પાછળનું મુખ્ય કારણ સેટેલાઈટથી કરવામાં આવેલો સર્વે હતો.

આ ડિજિટલ સર્વેમાં ખેડૂતોના ખેતરની હદ બદલાઈ ગઈ હતી. જોકે હવે રાજ્ય સરકાર જામનગર અને દેવભૂમિ દ્વારકામાં પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરી રહી છે. જેમાં ડિજિટલ સર્વે નહીં, પરંતુ ફિઝિકલ સર્વે કરી કામગીરી પૂર્ણ કરવામાં આવશે. આ અંગે વિગતો આપતા રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી  ઋષિકેશ પટેલે કેબિનેટ બ્રિફીંગમાં જણાવ્યું હતુ કે, મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં જમીનની નવી માપણી કર્યા બાદના રી-સર્વે પ્રમોલગેશનની અરજીના ઝડપી નિકાલ માટે મહત્વનો નિર્ણય હાથ ધર્યો છે.

આ પણ વાંચો: હાઈવે બનાવામાં અડચણ બનતા મંદિરને તોડવા આવ્યા અધિકારીઓ; મશીનો તૂટી ગયા, બાદમાં શિફ્ટ કરાવ્યું મંદિર

મંત્રીએ જણાવ્યું હતું કે, જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લામાં પાયલટ પ્રોજેક્ટ તરીકે નવી માપણી કર્યા બાદ રી-સર્વે પ્રમોલગેશનના ના-વાંધા નિકાલ માટે સરકારને અરજીઓ મળી હતી. આ અરજીઓ મુજબ ક્ષતિ સુધારણાની કામગીરી અગ્રતાના ધોરણે કરવા માટે રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. આગામી સમયમાં તબક્કાવાર રાજ્યના અન્ય જીલ્લાઓમાં પણ ખુબ જ ઝડપથી આ જમીન માપણી ક્ષતિ સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવશે. જોકે હવે જોવાનું એ રહેશે કે પહેલા જે સર્વેની કામગીરી કરવામાં આવી હતી, તે પ્રમાણેની ભૂલો આ સર્વેમાં થાય છે કે નહીં અથવા તો જે ભૂલો થઈ છે તેનું નિવારણ આ સર્વેમાં થાય છે કે નહીં.
Published by:Samrat Bauddh
First published:

Tags: Devbhumi dwarka, Gujarat Government, Jamnagar News

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन