Home /News /gandhinagar /જગતના તાતને રડાવતા બટાકા પર સરકાર રાહત પેકેજની જાહેરાત કરશે? શું છે ખેડૂતોની માંગ?

જગતના તાતને રડાવતા બટાકા પર સરકાર રાહત પેકેજની જાહેરાત કરશે? શું છે ખેડૂતોની માંગ?

બટાકા પર રાહત પેકેજની સરકાર કરી શકે છે જાહેરાત

Potato Relief Package: ગુજરાતમાં બટાકાના ખેડૂતોને ભાવ ના મળવાના કારણે રડવાનો વારો આવ્યો છે. ખેડૂતો દ્વારા ચિંતા વ્યક્ત કરીને રાહત પેકેજની જાહેરાત કરવાની માંગ કરવામાં આવી છે. જેમાં વિપક્ષનો પણ ખેડૂતોને ટેકો મળ્યો છે. રાહત પેકેજ અંગે મહત્વનો નિર્ણય સરકાર ટૂંક સમયમાં લઈ શકે છે.

વધુ જુઓ ...
ગાંધીનગરઃ ખેડૂતો માટે માથાનો દુખાવો બનેલો બટાકાના ભાવ હાલ રાજ્યમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે. આ મામલે સરકાર બેઠક બાદ રાહત પેકેજની જાહેરાત કરી શકે છે.  ખેડૂતો ને સીધો લાભ પહોંચે એ રીતે રાહત પેકેજ જાહેર કરવાની માંગણી કરવામાં આવી રહી છે.  બટાકા પકવતા ખેડૂતો હાલ રાતા પાણી એ રડી રહ્યા છે કેમકે તેમને તેમના ઉત્પાદન ખર્ચ જેટલી પણ વેચાણ કિંમત નથી મળી રહી . આ મુદ્દો ચાલુ બજેટ સત્ર દરમ્યાન ગૃહમાં પણ બહુ ગાજયો છે.  બટાટા ઉત્પાદનના અગ્રેસર જિલ્લાના ધારાસભ્યો સાથે કૃષિમંત્રી રાઘવજી પટેલ ટૂંકમાં જ બેઠક કરશે. જેમાં ખેડૂતોની વ્યથા અને માંગણી પર ચર્ચા કરવામાં આવશે અને આ ચર્ચા બાદ સરકાર દ્વારા બટાકા ઉત્પાદકો માટેના રાહત પેકેજની જાહેરાત કરી શકે છે.

સૂત્રોનું માનીએ તો બુધવારે મળેલી રાજ્યમંત્રી મંડળની બેઠકમાં રાહત પેકેજ અંગેનો સૈદ્ધાંતિક નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે આ અંગેના પેકેજ માટે સરકાર ધારાસભ્યો સાથે વાતચીત કરી પેકેજની તૈયારી કરશે. સચિવાલયના સૂત્રો દ્વારા મળતી વિગતો પ્રમાણે ખેડૂતોને સીધો લાભ થાય તે રીતે પેકેજ જાહેર કરવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી રહી છે.


7/12ના ઉતારાના આધારે ખેડૂતોને સીધી રાહત મળે તેવી માંગ કરવામાં આવી રહી છે. સરકારના પેકેજનો ફાયદો અન્ય કોઈને નહી પણ ખેડૂતોને સીધો મળે તે માટે ખેડૂતો દ્વારા ધારાસભ્યો પણ દબાણ કરવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળે છે.


એકલા ગાંધીનગર જિલ્લાની વાત કરીએ તો  બટાકાનું વાવેતર 15 હજારથી વધુ છે હેક્ટરમાં થયુ છે અને ખેડૂતોની હાલત બજારમાં ભાવ નહીં મળતાં કફોડી બની છે. બટાકાએ ખેડૂતોને રડાવ્યા છે તે મામલે વિધાનસભા ગૃહમાં વિપક્ષ દ્વારા પણ સત્તા પક્ષને આડે હાથ લેવાયો હતો. નોંધનીય છે કે પાછલી ચૂંટણીમાં માત્ર 17માં સમેટાઈ ગયેલી કોંગ્રેસને સત્તા પક્ષ દ્વારા વિપક્ષ નો દરજ્જો અપાયો નથી, પરંતુ તેઓ ગૃહમાં વિપક્ષની જવાબદારી બરાબર નિભાવી રહ્યા છે જેથી કરીને ખેડૂતોને ટેકો મળી રહે. ડુંગળી અને બટાકાના ભાવ, નકલી પીએસઆઈની ટ્રેનિગ જેવા મુદ્દે કોંગેસે ગૃહમાં સત્તા પક્ષ ને ઘેર્યો હતો.
Published by:Tejas Jingar
First published:

Tags: Bhupendra Patel, Gandhinagar News, Gujarat Government, Gujarati news, Potato farmer, Potato-prices

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો