Home /News /gandhinagar /ગુજરાત ચૂંટણીની જાહેરાત પહેલા સરકારે હોમગાર્ડ અને જીઆરડી જવાનનો વધાર્યો પગાર

ગુજરાત ચૂંટણીની જાહેરાત પહેલા સરકારે હોમગાર્ડ અને જીઆરડી જવાનનો વધાર્યો પગાર

હર્ષ સંઘવી ફાઇલ તસવીર

હોમગાર્ડના જવાનને પ્રતિદિન 300 રૂપિયાના બદલે 450 રૂપિયા મળશે. જેથી 150 રૂપિયાનો વધારો આપવામાં આવ્યો છે.

 • News18 Gujarati
 • Last Updated :
 • Gandhinagar, India
  ગાંધીનગર: ગુજરાત ચૂંટણીની તારીખ જાહેર થાય તે પહેલા રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય કર્યો છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નવો પગાર વધારો જાહેર કર્યો છે. હોમગાર્ડ અને GRD જવાનના દૈનિક ભથ્થામાં વધારો કરાયો છે. હવે હોમગાર્ડના જવાનને પ્રતિદિન 300 રૂપિયાના બદલે 450 રૂપિયા મળશે. જેથી 150 રૂપિયાનો વધારો આપવામાં આવ્યો છે. આ સાથે GRD જવાનને પ્રતિદિન 200 રૂપિયાના બદલે 300 રૂપિયા આપવામાં આવશે. 1 નવેમ્બર 2022થી હોમગાર્ડ અને GRDના જવાનોનો પગાર વધારો લાગુ પડશે.

  આ અંગેની જાહેરાત કરતા રાજ્યગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, જીઆરડી અને હોમગાર્ડના જવાનો માટે આજનો દિવસ દિવાળી જેવો બનશે. હોમગાર્ડનાં સભ્યને પ્રતિદિન 300નાં બદલે 450 રૂપિયા મળશે. જીઆરડીનાં સભ્યાને હાલનાં પ્રતિદિન 200ને બદલે 300 રૂપિયા મળશે. માનદ વેતન સુધારાની અમલવારી 1-11-2022થી ગણવામાં આવશે.

  આ પણ વાંચો: ગુજરાત ચૂંટણીની તારીખ આજે થશે જાહેર

  નોંધનીય છે કે, હિમાચલપ્રદેશની ચૂંટણી સાથે જ ગુજરાતનું પણ ચૂંટણી થવાની શક્યતા સેવાઇ રહી છે. હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થવાનું છે. ત્યાં 12મી નવેમ્બરના દિવસે મતદાન યોજાવવાનું છે. જ્યારે 24 દિવસ પછી પરિણામ જાહેર થવાનું છે. તો આ 24 દિવસ દરમિયાન ચૂંટણી પંચ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનું આયોજન કરે તેવી પ્રબળ શક્યતાઓ છે.  સામાન્ય રીતે ચૂંટણીમાં મતદાન થાય ત્યારબાદ ત્રણથી ચાર દિવસમાં જ પરિણામ જાહેર કરી દેવામાં આવે છે. તેવામાં હિમાચલ પ્રદેશની ચૂંટણીમાં મતદાન પછી 24 દિવસે પરિણામ જાહેર થવાનું છે.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Gujarat Elections, ગાંધીનગર, ગુજરાત, હર્ષ સંઘવી

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन