Home /News /gandhinagar /વિજય રૂપાણી સરકારનો મોટો નિર્ણય: વધુ નવ શહેરમાં નાઇટ કર્ફ્યૂ, જાણો- શું ચાલુ રહેશે અને શું બંધ?

વિજય રૂપાણી સરકારનો મોટો નિર્ણય: વધુ નવ શહેરમાં નાઇટ કર્ફ્યૂ, જાણો- શું ચાલુ રહેશે અને શું બંધ?

મુખ્યમંત્રીએ આ ઉપરાંત કોરોના સંક્રમણનો વધુ પોઝિટીવીટી રેશિયો ધરાવતાં 17 નગરો સુરેન્દ્રનગર, ધ્રાંગ્રધ્રા, મોરબી, વાંકાનેર, ધોરાજી,ગોંડલ,જેતપુર,કાલાવડ, ગોધરા,વિજલપોર(નવસારી), નવસારી, બિલીમોરા, વ્યારા, વાપી, વલસાડ, ભરૂચ અને અંકલેશ્વરમાં પણ તારીખ 22 જાન્યુઆરી 2022થી દરરોજ રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કરફયુનો અમલ કરાવવાનો નિર્ણય કર્યો છે.

તમામ 29 શહેરોમાં મૉલ, શોપિંગ કોમ્પલેક્ષ, ગુજરી બજાર, સિનેમા હોલ, ઓડિટોરિમય, જીમ, સ્વીમિંગ પુલ, વોટરપાર્ક, જાહેર બાગ-બગીચાઓ, સલૂન, સ્પા, બ્યુટી પાર્લર અને અન્ય એમ્યુઝમેન્ટ પ્રવૃત્તિઓ બંધ રહેશે.

ગાંધીનગર: ગુજરાત (Gujarat coronavirus cases)માં કોરોનાએ ભરડો લીધો છે ત્યારે સરકાર તરફથી નિયમો વધુ કડક કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત રાજ્ય સરકાર તરફથી વધુ નવ શહેરમાં રાત્રિ કર્ફ્યૂ  (Night curfew) લાદવામાં આવ્યો છે. જેમાં હિંમતનગર, પાલનપુર, નવસારી, વલસાડ, પોરબંદર, બોટાદ, વિરમગામ, છોટાઉદેપુર અને વેરાવળ-સોમનાથનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આ તમામ શહેરોમાં રેસ્ટોરન્ટ  (Restaurants) બંધ રાખવાની રહેશે. જોકે, ટેક-હોમ કે ટેક અવેની સેવા ચાલુ રહેશે. ભારત સરકારના ગૃહ મંત્રાલય (Home ministry) સાથે 26 એપ્રિલની માર્ગદર્શિકા સંદર્ભે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી (CM Vijay Rupani)એ ગૃહ વિભાગ સાથેની તાકીદની બેઠક પછી આ મહત્ત્વની જાહેરાત કરી હતી.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ પદે મંગળવારે સવારે મળેલી તાકીદની બેઠકમાં ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા, મુખ્ય સચિવ અનિલ મુકીમ, અધિક મુખ્ય સચિવ (ગૃહ) પંકજકુમાર, પોલીસ મહાનિર્દેશક આશિષ ભાટિયા, આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિ સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સરકાર તરફથી લેવાયેલા નિર્ણયો:

1) અગાઉ જે 8 મહાનગરો સહિત 20 શહેરોમાં રાત્રિના 8થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ હતો. 20 શહેરો ઉપરાંત હિંમતનગર, પાલનપુર, નવસારી, વલસાડ, પોરબંદર, બોટાદ, વિરમગામ, છોટાઉદેપુર અને વેરાવળ-સોમનાથ સહિત કુલ 29 શહેરોમાં રાત્રિના 8થી સવારના 6 વાગ્યા સુધી રહેશે.

આ પણ વાંચો: બાલીમાં રશિયન મહિલાએ લોકોને એવા તો મૂર્ખ બનાવ્યા કે પાસપોર્ટ જપ્ત કરાયો!

2) રાજ્યના 29 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ ઉપરાંત વધારાના નિયંત્રણો મૂકવાની રાજ્ય સરકારની જાહેરાત.

3) આ નિયંત્રણ તા. 29મી એપ્રિલ-2021 બુધવારથી તા. 05મી મે-2021 બુધવાર સુધી અમલી રહેશે.

4) આ નિયંત્રણો દરમિયાન ઉપરોક્ત 29 શહેરોમાં તમામ આવશ્યક સેવાઓ ચાલુ રહેશે.

5) અનાજ-કરિયાણાની દુકાન, શાકભાજી, ફળ-ફળાદિ, મેડિકલ સ્ટોર, મિલ્ક પાર્લર, બેકરી તથા ખાદ્યપદાર્થોની દુકાનો ચાલુ રહેશે.

આ પણ વાંચો: ઇન્ટરનેટ પર સર્ચ કરીને ચર્ચિત સુસાઇડ પોઇન્ટ ખાતે પહોંચ્યો યુવક, બચાવનારા તમામ ક્વૉરન્ટીન!

6) આ 29 શહેરોમાં તમામ ઉદ્યોગો, ઉત્પાદન એકમો, કારખાનાઓ અને બાંધકામ પ્રવૃત્તિઓ યથાવત ચાલુ રહેશે. આ તમામ એકમોએ SOPનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

7) તમામ મેડિકલ અને પેરામેડિકલ સેવાઓ યથાવત રહેશે.

8) આ 29 શહેરોમાં તમામ રેસ્ટોરન્ટ બંધ રહેશે. માત્ર ટેક-અવે સેવાઓ ચાલુ રાખી શકાશે.

આ પણ વાંચો: મારી દીકરી મારું અભિમાન! કેન્દ્રીય મંત્રીએ શેર કરી કોવિડ વૉરિયર દીકરીની તસવીર

9) તમામ 29 શહેરોમાં મૉલ, શોપિંગ કોમ્પલેક્ષ, ગુજરી બજાર, સિનેમા હોલ, ઓડિટોરિમય, જીમ, સ્વીમિંગ પુલ, વોટરપાર્ક, જાહેર બાગ-બગીચાઓ, સલૂન, સ્પા, બ્યુટી પાર્લર અને અન્ય એમ્યુઝમેન્ટ પ્રવૃત્તિઓ બંધ રહેશે.

10) સમગ્ર રાજ્યમાં તમામ APMC બંધ રહેશે. માત્ર શાકભાજી અને ફળ-ફળાદિના વેચાણ સાથે સંલગ્ન APMC ચાલુ રાખી શકાશે.

11) સમગ્ર રાજ્યમાં ધાર્મિક સ્થળોએ જાહેર જનતાનો પ્રવેશ બંધ રહેશે, માત્ર સંચાલકો અને પૂજારીઓ પૂજાવિધિ કરી શકશે.
" isDesktop="true" id="1091503" >

12) સમગ્ર રાજ્યમાં પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ 50 ટકા ક્ષમતા સાથે ચાલુ રહેશે.

13) સમગ્ર રાજ્યમાં લગ્ન પ્રસંગમાં નિયમો અનુસાર વધુમાં વધુ 50 વ્યક્તિઓ હાજર રહી શકશે. અંતિમવિધિઓમાં 20 વ્યક્તિઓ હાજર રહી શકશે.
First published:

Tags: Coronavirus, Night Curfew, Restaurant, Vijay Rupani, ગુજરાત

विज्ञापन