Home /News /gandhinagar /શિક્ષણ વિભાગના કર્મીઓને 15 ઓક્ટોબર પહેલા આની ખરીદી કરવા માટે આપ્યું ફરમાન

શિક્ષણ વિભાગના કર્મીઓને 15 ઓક્ટોબર પહેલા આની ખરીદી કરવા માટે આપ્યું ફરમાન

જિતુ વાઘાણીની ફાઇલ તસવીર

ગાંધીજંયતિ નિમિત્તે રાજ્યભરમાં ખાદી ઉત્સવ શરુ થયો છે - સમગ્ર રાજ્યમાં ખાદી પર વિશેષ ડિસ્કાઉન્ટ સ્કીમ રાખવામાં આવે છે. ગઇકાલે સીએમ ભૂપેનદ્ર પટેલ અને જીતુ વાઘાણી એ પણ ખાદીની ખરીદી કરીને યુવાઓને ખાદી અપનાવવાની પ્રેરણા આપી હતી. 

ગાંધીનગર:  ગાંધીજંયતિ નિમિત્તે રાજ્યભરમાં ખાદી ઉત્સવ શરુ થયો છે - સમગ્ર રાજ્યમાં ખાદી પર વિશેષ ડિસ્કાઉન્ટ સ્કીમ રાખવામાં આવે છે. ગઇકાલે સીએમ ભૂપેનદ્ર પટેલ અને જીતુ વાઘાણી એ પણ ખાદીની ખરીદી કરીને યુવાઓને ખાદી અપનાવવાની પ્રેરણા આપી હતી. શિક્ષણ વિભાગના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને તારીખ 15મી, ઓક્ટોબર સુધી ખાદીની ખરીદીનો આદેશ કરાયો છે.

રાજ્ય સરકારે યુવાઓને પસંદ પડે એ રીતે ખાદીના કપડાને ફેસન ટચ આપવાના અને ટ્રેન્ડી બનાવવાના પ્રયાસ ધણા સમયથી આદર્યા છે.  ખાદી ફોર નેશન ખાદી ફોર ફેશનના સ્લોગનનો પ્રચાર પ્રસાર કર્યો છે. જોકે, ખાદી માટેની જાગૃતતા એ પાછો અલગ વિષયછે - યુવાઓમાં અને બાળકોમાં નાનપણથી જ ખાદી પ્રેમ કેળવાય તે માટે શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીની સૂચના અનુસાર રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ખાદી ફોર નેશન ખાદી ફોર ફેશનના ભાગરૂપે શિક્ષણ વિભાગના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને તારીખ 15મી, ઓક્ટોબર સુધી ખાદીની ખરીદીનો આદેશ કર્યો છે.

આ પણ વાંચો: વડોદરામાં ગરબા રમતાં યુવતી પી રહી છે સિગરેટ?

શૈક્ષણિક સંસ્થાઓના હોદ્દેદારો અને વિદ્યાર્થીઓને પણ ખાદી ખરીદવાનો આદેશમાં ઉલ્લેખ કર્યો છે. રાજ્યના શિક્ષણ વિભાગે ખાદી કોર નેશન-ખાદી ફોર ફેશનના સત્રને ચરિતાર્થ કરવાની સાથેસાથે વણાટકામ ક્ષેત્રમાં સંકળાયેલા જરૂરીયાતમંદ લોકોને રોજગારી આપવા માટે 2જી ઓક્ટોબરથી તારીખ 15મી ઓક્ટોબર સુધીમાં ખાદીની ખરીદી કરવાનો રાજ્યના શિક્ષણ વિભાગે આદેશ કર્યો છે.

આ પણ વાંચો: અમદાવાદના પ્રસિદ્ધ વડાપાંવનો ચટાકો છે તો જરૂર વાંચો!

શિક્ષણ વિભાગ સાથે સંકળાયેલા તમામ અધિકારીઓ, કર્મચારીઓ તેમજ શિક્ષણ વિભાગ હસ્તકની પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના આચાર્યો, શિક્ષકો અને બિન શૈક્ષણિક સ્ટાફે ખાદીની ખરીદી કરવાની રહેશે.
વધુમાં ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ સાથે સંકળાયેલા અને કાર્યરત તમામ શૈક્ષણિક કર્મચારીઓને ખાદી ખરીદી અભિયાનમાં સામેલ થવા અપીલ કરવામાં આવી છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: ગાંધીનગર, ગુજરાત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन