Home /News /gandhinagar /Gandhinagar Election Results 2022: ગાંધીનંગરમાં ભાજપની ક્લીન સ્વીપ, તમામ પાંચ બેઠક કરી પોતાના નામે
Gandhinagar Election Results 2022: ગાંધીનંગરમાં ભાજપની ક્લીન સ્વીપ, તમામ પાંચ બેઠક કરી પોતાના નામે
ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ
Gandhinagar Election Results 2022 Update: ગુજરાત વિધાનસભા ચૂંટણીની મતગણતરી થોડા જ સમયમાં શરુ થવાની છે. જેમાં 35 ગાંધીનગર સાઉથ, નોર્થ, કાલોલ, માણસા, દહેગામનો ગાંધીનગર જિલ્લામાં સમાવેશ થાય છે. આ સીટો સીટો પર મતગણતરી થોડા જ સમયમાં શરુ થશે. ગાંધીનગર માટે 5 ડિસેમ્બર એટલે બીજા તબક્કામાં મતદાન થયું હતું.
કલોલ બેઠક પર ભાજપના લક્ષ્મણજી ઠાકોરની જીત, આ બેઠક પર પાટીદાર મતદારોની નારાજગીને કારણે 2017માં ભાજપ ચૂંટણી હારી ગયું હતું અને કોંગ્રેસને અહીંથી જીત મળી હતી.
માણસા પર ભાજપના જયંતિભાઈ સોમાભાઈ પટેલની જીત થઇ છે. આ ગૃહમંત્રી અમિત શાહની હોમ ટાઉન સીટ છે અને એક દાયકાથી કોંગ્રેસ પાસે હતી. આ બેઠક જીતી ભાજપે કોંગ્રેસની જીતની હેટ્રિકને નિષ્ફળ બનાવી છે.
ગાંધીનંગરમાં ભાજપની ક્લીન સ્વીપ, તમામ પાંચ બેઠક કરી પોતાના નામે, તમામ પાંચ બેઠક કરી પોતાના નામે
ગાંધીનગર દક્ષિણમાં ભાજપ ઉમેદવાર અલ્પેશ ઠાકોરની 115089 વોટ સાથે જીત થઇ છે. દહેગામથી ભાજપના બલરાજસિંહ ચૌહાણની જીત...
ગાંધીનગર ઉત્તરથી ભાજપના રીટાબેન પટેલની જીત, રીટાબેન પટેલે ગાંધીનગર નોર્થ પર 79635 મત સાથે જીત નોંધાવી છે.
ગાંધીનગર જિલ્લામાં ભાજપ ભવ્ય જીત તરફ, પાંચે બેઠકો પર આગળ છે. આ ગૃહ પ્રધાન અમિત શાહનો લોકસભા વિસ્તાર છે અહીં ભાજપની ભવ્ય જીત થતી દેખાઈ રહી છે.ગાંધીનગર ઉત્તર બેઠક પર પર ભાજપના રીટાબેન પટેલની જીત નિશ્ચિત.
અત્યાર સુધીની મતગણતરી મુજબ ગાંધીનગર ઉત્તર વિધાનસભા સીટ પર ભાજપની રીટાબેન પટેલ આગળ છે.
ગાંધીનગરની પાંચે સીટ પરથી ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહી છે
ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી અલ્પેશ ઠાકોર આગળ
ગાંધીનગર ઉત્તર વિધાનસભાપરિણામ
ગાંધીનગર નોર્થમાં કોંગ્રેસ ભાજપ વચ્ચે સીધો મુકાબલો જોવા મળી રહ્યો છે. અહીં નિર્દલીય ઉમેદવારો મળીને કુલ 10 ઉમેદવરો મેદાનમાં છે. ગાંધીનગર ઉત્તરમાં 2017માં કોંગ્રેસે જીત નોંધાવી હતી. 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ગાંધીનગર ઉત્તરમાંથી રીટાબેન કેતનકુમાર પટેલને ટિકિટ આપી છે. કોંગ્રેસે વીરેન્દ્રસિંહ મફાજી વાઘેલને મેદાનમાં ઉતાર્યા છે અને AAPએ પટેલ મુકેશભાઈ કરશનભાઈને મેદાનમાં ઉતાર્યા છે.
ગાંધીનગર દક્ષિણ વિધાનસભા પરિણામ
ગાંધી નગર દક્ષિણ વિધાનસભા બેઠક ગુજરાતના ગાંધીનગર જિલ્લાની 5 વિધાનસભા બેઠકો પૈકીની એક લોકપ્રિય બેઠક છે. અહીં અપક્ષ સહિત કુલ 11 ઉમેદવારોએ ચૂંટણી લડી છે. BJPએ અલ્પેશ ખોડાજી ઠાકોરને અહીં મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસે 54 વર્ષીય ડૉ. હિમાંશુ પટેલ (અડાલજ)ને ટિકિટ આપી છે. આમ આદમી પાર્ટીએ દેવેન્દ્રભાઈ (દોલતભાઈ) પ્રવિણચંદ્ર પટેલને મેદાનમાં ઉતાર્યા છે.
કલોલ વિધાનસભા પરિણામ
આ બેઠક પર 12 ઉમેદવારોએ ચૂંટણી લડી હતી. અહીં બીજા તબક્કામાં 5 ડિસેમ્બરે મતદાન થયું હતું. આ બેઠક પર પાટીદાર મતદારોની નારાજગીને કારણે 2017માં ભાજપ ચૂંટણી હારી ગયું હતું અને કોંગ્રેસને અહીંથી જીત મળી હતી. ભારતીય જનતા પાર્ટીએ કલોલ વિધાનસભા મતવિસ્તારમાંથી ઠાકોર લક્ષ્મણજી પુંજાજીને ટિકિટ આપી છે. જ્યારે કોંગ્રેસે અહીંથી બળદેવજી ચંદુજી ઠાકોરને ટિકિટ આપી છે. આ બેઠક માટે આમ આદમી પાર્ટીએ કાંતિજી આત્મારામ ઠાકોરને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. આ વખતે આ બેઠક પર ત્રિકોણીય મુકાબલો જોવા મળી શકે છે.
માણસા વિધાનસભા પરિણામ
આ ગૃહમંત્રી અમિત શાહની હોમ ટાઉન સીટ છે અને એક દાયકાથી કોંગ્રેસ પાસે છે. આ બેઠક પર કોંગ્રેસની જીતની હેટ્રિકને નિષ્ફળ બનાવવા ભાજપે જયંતિભાઈ સોમાભાઈ પટેલને મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસે બાબુસિંહજી મોહનસિંહજી ઠાકોર પર દાવ લગાવીને જીત જાળવી રાખવાનો પ્રયાસ કર્યો હતો, જ્યારે આ વખતે આમ આદમી પાર્ટીએ ભાસ્કરભાઈ બાબુભાઈ પટેલને ટિકિટ આપીને લડત ત્રિકોણીય બનાવી હતી.
દહેગામ વિધાનસભા પરિણામ
ગાંધીનગર જિલ્લામાં દહેગામનો સમાવેશ થાય છે. અહીં ભાજપે ચૌહાણ બલરાજસિંહ કલ્યાણસિંહને ઉમેદવાર બનાવ્યા છે. કોંગ્રેસ તરફથી ચૌહાણ વખાતસિંહ અમરસિંહમેદાનમાં છે. આમ આદમી પાર્ટીના સુહાગ પંચાલ વચ્ચે ચૂંટણી જંગ છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે દહેગામ બેઠક પર જીત મેળવી હતી. આ બેઠક પર કુલ 50.88 ટકા મતદાનમાં ભાજપના ચૌહાણ બલરાજસિંહ કલ્યાણસિંહે કોંગ્રેસના રાઠોડ કામિનીબા ભૂપેન્દ્ર સિંહને 10,860 મતોથી હરાવ્યા હતા. ચૌહાણ બલરાજને 74,445 મત મળ્યા. કોંગ્રેસને 63,585 વોટ મળ્યા હતા. વોટ ટકાવારીની વાત કરીએ તો અહીં ભાજપને 50.88 ટકા અને કોંગ્રેસને 43.46 ટકા વોટ મળ્યા છે. 2012ની સરખામણીમાં આ ચૂંટણીમાં 4.04 ટકા મતોનું નુકસાન થયું હતું.