Home /News /gandhinagar /Gujarat Election Results 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: આ જગ્યાએથી તમે ચૂંટણી પરિણામ Live જોઈ શકશો
Gujarat Election Results 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: આ જગ્યાએથી તમે ચૂંટણી પરિણામ Live જોઈ શકશો
Gujarat Assembly Election Results 2022 Date, Time, Live Streaming, When and Where to Watch: તો આજે તમને જણાવીએ કે, આ તમામ મહત્ત્વની વિગતો તમે નીચેની વિવિધ લિંક પરથી મેળવી શકો છો.
Gujarat Assembly Election Results 2022 Date, Time, Live Streaming, When and Where to Watch: તો આજે તમને જણાવીએ કે, આ તમામ મહત્ત્વની વિગતો તમે નીચેની વિવિધ લિંક પરથી મેળવી શકો છો.
ગાંધીનગર: ગુજરાતની સત્તામાં પરિવર્તિન આવશે કે પુનરાવર્તન તેની પર સૌ કોઇની નજર છે. આવતી કાલે એટલે કે, ગુરૂવારે ગુજરાતીઓ સહિતા તમામ દેશવાસીઓની આતુરતાનો અંત થશે અને ખબર પડશે કે ગુજરાતમાં ભાજપ, આપ કે કોંગ્રેસ કોણ સત્તા બનાવશે.
8 ડિસેમ્બરે મત ગણતરી યોજાવવાની છે ત્યારે મતગણતરી પહેલાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ત્યારે મોટો પ્રશ્ન એ થાય કે, આ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં પરિણામોની લાઇવ અપડેટ અને તમામ મહત્ત્વની વિગતો ક્યાંથી જાણવી? તો આજે તમને જણાવીએ કે, આ તમામ મહત્ત્વની વિગતો તમે નીચેની વિવિધ લિંક પરથી મેળવી શકો છો.
આ ઉપરાંત તમે ભારતના ઇલેક્શન કમિશનની વોટર ટર્ન(Voter Turnout) આઉટ નામની એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી શકો છો.
બે બેઠક પર 80 ટકાથી વધુ મતદાન
આ વખતનાં ગુજરાત ચૂંટણીમાં મતદાનનાં આંકડા તપાસીએ તો, થરાદ અને ડેડિયાપાડા બે બેઠક પર 80 ટકાથી વધુ મતદાન થયું છે. જ્યારે 70 ટકાથી વધુ મતદાન થયું હોય તેવા માત્ર પાંચ જિલ્લા છે. જેમાં નર્મદા, તાપી, બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી જિલ્લાનો સમાવેશ થાય છે. 60થી 69 ટતા મતદાન નોંધાયું હોય તેવા 22 જિલ્લા છે. આ ઉપરાંત સૌથી વધુ મતદારો ધરાવતા અમદાવાદ જિલ્લામાં માત્ર 59.05 ટકા મતદાન નોંધાયું છે. આ મતદાનમાં બનાસકાંઠાના થરાદમાં સૌથી વધુ 86.91 ટકા મતદાન થયું છે. જ્યારે ગાંધીધામમાં સૌથી ઓછું 47.86 ટકા મતદાન થયું છે.
પહેલા ગુજરાત વિધાનસભા ચૂંટણીનાં પ્રથમ તબક્કાનું સરેરાશ મતદાન 63.31 ટકા નોંધાયું હતુ અને બીજા તબક્કાનું સરેરાશ મતદાન 65.30 ટકા નોંધાયું છે. આ બંનેનું સરેરાશ મતદાન 64.33 ટકા થયું છે.
" isDesktop="true" id="1296363" >
2007 બાદ ગુજરાતમાં આ સૌથી ઓછું મતદાન નોંધાયું છે. ગત વર્ષોની ટકાવારી જોઇએ તો 2007માં 59.77%, 2012માં 72.02% અને 2017માં 69.01% મતદાન નોંધાયું હતુ.