Home /News /gandhinagar /બીજા તબક્કાનું મતદાન: ઇવીએમ સહિત જરૂરી વસ્તુઓ મતદાન મથક પહોંચી, કર્મચારીઓ લાગ્યા કામે
બીજા તબક્કાનું મતદાન: ઇવીએમ સહિત જરૂરી વસ્તુઓ મતદાન મથક પહોંચી, કર્મચારીઓ લાગ્યા કામે
મતદાનનાં એક દિવસ પહેલા કર્મચારીઓ કામે લાગ્યા છે.
Gujarat Election phase two Voting: દરેક બુથ પર EVM સહિતની જરૂરી સામગ્રી મોકલી દેવામાં આવી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને તમામ જિલ્લાઓમાં સીઆરપીએફની ટુકડીઓને પણ તૈનાત કરી દેવામાં આવી છે.
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાની 89 બેઠકો પર ગુરુવારે પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ગયું છે. હવે બાકીની 93 બેઠકો પર બીજા તબક્કનું મતદાન સોમવારે થવાનું છે. ત્યારે આજે તમામ મતદાન મથકો પર તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે. દરેક બુથ પર EVM સહિતની જરૂરી સામગ્રી મોકલી દેવામાં આવી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને તમામ જિલ્લાઓમાં સીઆરપીએફની ટુકડીઓને પણ તૈનાત કરી દેવામાં આવી છે. આ સાથે પહેલા તબક્કામાં મતદારોની નિરાશા જોયા બાદ ચૂંટણી કમિશ્નરએ મતદારો મત આપવા અપીલ કરતો સંદેશો પણ જાહેર કર્યો છે.
મતદાન કરવાની અપીલ
મહીસાગર જિલ્લા કલેકટરે લોકોને મતદાન કરવા અપીલ કરી છે. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતદાન યોજાશે. મતદારો વધુને વધુ મતદાન કરે તે માટે કલેકટરે અનુરોધ કર્યો. કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કોઈ લોકોને મતદાન બુથ સુધી પહોંચવા માટે તકલીફ ના પડે તે માટે દરેક મતદાન મથક પર જિલ્લા વહીવટતંત્ર દ્વારા પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે જ ચૂંટણી અધિકારીઓની પણ નજર રહેશે.
સુરક્ષા ટુકડી પણ તૈનાત કરાઇ
અમદાવાદ જિલ્લાની 21 વિધાનસભાની તમામ બેઠકોના પોલિંગ બુથ પર EVM મોકલાયા છે. બુથ પરની જરૂરી સામગ્રી સાથે કર્મચારીઓને મોકલાયા છે. ગાંધીનગર જિલ્લાની 5 વિધાનસભા બેઠકો માટે મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. જેમાં 1353 મતદાન મથકો પર જિલ્લાનાં 13 લાખથી વધુ મતદારો પોતાનાં મતાધિકારનો ઉપયોગ કરશે. જેને લઈ જિલ્લા સેન્ટર પરથી EVMને મતદાન મથકો પર રવાનાં કરાયા. સુરક્ષાને ધ્યાને રાખી જિલ્લામાં CRPFની 32 હાફ સેકશન, 8 ફુલ સેકશન ટુકડીઓ તૈનાત કરાઈ છે. આ સાથે જ જિલ્લામાં 5 આદર્શ મતદાન મથક, 5 દિવ્યાંગ મતદાન મથક, 5 ઇકોફ્રેન્ડલી મતદાન મથક અને 35 સખી મતદાન મથકો બનાવવામાં આવ્યા છે.
1. સમય સવારે 8 થી સાંજના 5 વાગ્યા સુધીનો છે સાંજે 6 વાગ્યા સુધી નહીં 2. બૂથમાં મોબાઈલ ફોનની મંજૂરી નથી 3. મતદાર માહિતી સ્લિપ માત્ર માહિતી માટે જ છે જે ઓળખનો માન્ય પુરાવો નથી
ECએ આગળ જણાવતાં કહ્યું કે, 'મતદાન મથકની અંદર મોબાઇલ લઇ જવાની સખ્ત મનાઇ છે. મોબાઇલ ફોનમાં આધારનો ફોટો પણ નહીં ચાલે કારણ કે મતદાન મથકની અંદર ફોન લઇ જવાની જ મનાઇ છે. તેથી મતદારોએ પોતાનાં આધારની હાર્ડકોપી સાથે રાખવી.
" isDesktop="true" id="1294658" >
મતદાનનો સમય 8 થી 5
ચૂંટણી કમિશ્નર જનતાને વિનંતી કરતાં કહ્યું કે 'મતદાનનો સમય 8થી 5 નો જ છે. અને કેટલાક સ્થળો પર 5 વાગ્યા બાદ પણ મતદારો વોટ આપવા આવે છે. ડેટા એનાલીસીસના તારણો બાદ જોવા મળ્યું કે, ગામડાઓમાં વધુ મતદાન થયું છે અને શહેરોમાં ઓછું મતદાન થયું છે. એટલે શહેરીજનો માટે મારી ખાસ વિનંતી છે કે, કામમાંથી થોડો સમય કાઢી અને મતદાન કરવા જઇને અને લોકશાહીનાં અવસરમાં ભાગીદાર બનીએ.