liveLIVE NOW

Gujarat Election live: તમારો મત MLA કે સીએમ માટે નથી તમારો મત ગુજરાતનાં ભવિષ્ય માટે છે: જસદણમાં અમિત શાહ

Gujarat Election news: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચાર જાહેરસભાઓ યોજાશે. ગૃહમંત્રી અમિત શાહ, પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ જાહેર સભાઓ કરશે.

 • News18 Gujarati
 • | November 23, 2022, 13:54 IST |  Gandhinagar, India
  facebookTwitterLinkedin
  LAST UPDATED: 15 DAYS AGO
  15:53 (IST)
  વડાપ્રધાન મોદી હાલ દાહોદમાં સંબોધન કરી રહ્યા છે. તેમણે જણાવ્યુ કે, પેઢી દરપેઢી રાષ્ટ્રભક્તિના પાઠ જેણે ભણાવ્યા, પેઢી દરપેઢી રાષ્ટ્રભક્તિની પ્રેરણા જેણે આપી એવું મોટું નામ એટલે 'ગોવિંદ ગુરુ'   

  14:50 (IST)
  ભાજપના સ્ટાર પ્રચારક અને ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્ય નાથે કાળીયા ઠાકોરના દર્શન પૂજન કર્યા. ભગવાન કૃષ્ણના દર્શન અને પાદુકા પૂજન કરી ધન્યતા અનુભવી.

  14:14 (IST)
  વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે, ત્યારે આજે પીએમ મોદીએ મહેસાણામાં જાહેર સભા સંબોધી હતી. પીએમ મોદીએ કહ્યુ કે, દેશનું પહેલું સૂર્યગ્રામ એનું ગૌરવ મહેસાણા જિલ્લાને મળ્યું અને મોઢેરા સૂર્યગ્રામનું લોકાર્પણ થતાની સાથે જ આખી દુનિયામાં મોઢેરા ચમકી ગયું. જોડે-જોડે મહેસાણા જિલ્લો પણ ચમકી ગયો છે. પીએમ મોદીએ કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી એવી પાર્ટી છે, જેના માટે વ્યક્તિ કરતા પક્ષ મહાન અને પક્ષ કરતા દેશ મહાન, આ અમારા સંસ્કાર છે અને આ સંસ્કાર લઈને અમે કામ કરીએ છીએ. કોંગ્રેસનું મોડલ હતું, તમે વીજળી માંગો અને તમને ગોળીઓથી વીંધી નાખતા હતા, કોંગ્રેસના રાજની અંદર લોકો વીજળીના કનેક્શન માંગે એમાં પણ ભ્રષ્ટાચાર અને કનેક્શન મળે કે ના મળે એની ગેરંટી નહીં. આપણે ગુજરાતની અંદર 20 લાખ જેટલા નવા વીજળીના થાંભલા નાખ્યા. વીજળીના ક્ષેત્રે આજે હરણફાળ ભરી છે, અને ગુજરાતને એટલી ઊર્જા આપી છે, ગુજરાતને એટલું તેજસ્વી બનાવ્યું છે.

  12:39 (IST)
  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સવારે જસદણમાં, બપોરે સુરેન્દ્રનગર અને સાંજે સુરતનાં બારડોલીમાં જાહેર સભાને સંબોધશે. હાલ તેઓ જસદણમાં સંબોધન કરી રહ્યા છે. જેમાં તેમણે જણાવ્યુ કે, મેં કુંવરભાઇને કામ કરતા જોયા છે. અમિત શાહે કુંવરજીભાઇ બાવળિયાના કામના વખાણ કરીને તેમની જીત નિશ્ચય છે તેવું પણ જણાવ્યુ છે. અહીં સાંભળો આખું ભાષણ.

  12:19 (IST)
  PM મોદી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા ગયા છે. થોડીવારમાં PM મોદી મહેસાણા માટે રવાના થશે. મહેસાણામાં PM મોદી જનસભાને સંબોધશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ફરીથી ગુજરાતનાં પ્રવાસે આવ્યા છે. પીએમ મોદી બે દિવસમાં 8 સભાને સંબોધશે.

  11:24 (IST)
  બોટાદ એસપી કચેરી ખાતે જી.આર.ડી હોમગાર્ડ તેમજ પોલીસ કર્મચારીઓનું બેલેટ પેપરથી મતદાન કરાયું. મતદાનના દિવસે આ કર્મચારીઓ ફરજ પર હોય તે સમયે મતદાન ન થઈ શકતું હોય જેના કારણે આજે આ તમામ કર્મચારીઓ દ્વારા કરાયું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પારદર્શકતા સાથે મતદાન થઈ રહ્યું છે.

  10:54 (IST)
  વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ફરીથી ગુજરાતનાં પ્રવાસે આવ્યા છે. પીએમ મોદી બે દિવસમાં 8 સભાને સંબોધશે. આજે બપોરે 12.20 વાગે અમદાવાદ એરપોર્ટ પહોચશે. એરપોર્ટથી સીધા મહેસાણા જશે. બપોરે 1.00 વાગે મહેસાણાં સભા સંબોધશે. 1.55 વાગે મહેસાણાથી દાહોદ જશે. બપોરે 3.30 વાગે દાહોદમાં સભા સંબોધશે. સાંજે 5.30 વાગે વડોદરામાં સભા સંબોધશે. સાંજે 7.30 વાગે ભાવનગરમાં સભા સંબોધશે ત્યારબાદ રાત્રે 8.30 વાગ ભાવનગરથી અમદાવાદ જવા નીકળશે. રાત્રે 9.20 એ અમદાવાદ એરપોર્ટ પહોચશે, ગાંધીનગર રાજભવનમાં રાત વિતાવશે. 

  10:52 (IST)
  ઢોર નિયંત્રણ કાયદો લાવ્યા બાદ ગુજરાત સરકારની સામે માલધારી સમાજે અનેક વખત રજૂઆતો કરી હતી. એ ઉપરાંત માલધારી વસાહતો અને પશુપાલન કરતા માલધારીઓ સામે પોલીસની કનડગત સહિતના મુદ્દાઓનું નિરાકરણ નહીં આવતાં માલધારી સમાજ રોષે ભરાયો છે. હવે માલધારી મહાપંચાયતના પ્રવક્તા નાગજી દેસાઈએ એક વીડિયો મારફત જાહેરાત કરી છે કે સમગ્ર ગુજરાતના માલધારીઓ ભાજપના વિરોધમાં મતદાન કરશે. આ જાહેરાતને પગલે ભાજપમાં ભારે સોપો પડી ગયો છે. માલધારીઓને હવે કેવી રીતે મનાવવામાં આવશે એના પર સૌની નજર છે.

  ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે થોડા જ દિવસો બાકી રહ્યા છે. આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસ ગુજરાતની ચૂટણી જીતવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. વડાપ્રધાનથી માંડીને રાજ્યોના મુખ્યમંત્રીઓ ગુજરાતના વિવિધ વિધાનસભા મતવિસ્તારોમાં જાહેર સભાઓ યોજીને પક્ષની તરફેણમાં મતદાન કરવા અપીલ કરી રહ્યા છે. આજે એક દિવસના વિરામ બાદ વડાપ્રધાન મોદી ગુજરાતમાં ફરી પ્રચંડ પ્રચાર કરશે. ગુજરાતમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચાર જાહેરસભાઓ યોજાશે. ગૃહમંત્રી અમિત શાહ, પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ જાહેર સભાઓ કરશે.

  વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ફરીથી ગુજરાતનાં પ્રવાસે આવ્યા છે. પીએમ મોદી બે દિવસમાં 8 સભાને સંબોધશે. આજે બપોરે 12.20 વાગે અમદાવાદ એરપોર્ટ પહોચશે. એરપોર્ટથી સીધા મહેસાણા જશે. બપોરે 1.00 વાગે મહેસાણાં સભા સંબોધશે. 1.55 વાગે મહેસાણાથી દાહોદ જશે. બપોરે 3.30 વાગે દાહોદમાં સભા સંબોધશે. સાંજે 5.30 વાગે વડોદરામાં સભા સંબોધશે. સાંજે 7.30 વાગે ભાવનગરમાં સભા સંબોધશે ત્યારબાદ રાત્રે 8.30 વાગ ભાવનગરથી અમદાવાદ જવા નીકળશે. રાત્રે 9.20 એ અમદાવાદ એરપોર્ટ પહોચશે, ગાંધીનગર રાજભવનમાં રાત વિતાવશે.
  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन