Home /News /gandhinagar /Gujarat Election 2022 Dates: ગુજરાતમાં એક અને પાંચ ડિસેમ્બરે યોજાશે મતદાન, 8 ડિસેમ્બરે આવશે પરિણામ

Gujarat Election 2022 Dates: ગુજરાતમાં એક અને પાંચ ડિસેમ્બરે યોજાશે મતદાન, 8 ડિસેમ્બરે આવશે પરિણામ

ચૂંટણી પંચ દ્વારા ગુજરાત ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે.

Gujarat Assembly Elections 2022 Date: કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાત ચૂંટણીની તારીખ જાહેર કરી દીધી છે. બે તબક્કામાં યોજાનારી ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર મતદાન યોજાશે. જ્યારે બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન યોજાશે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Gandhinagar, India
    ગાંધીનગર : ગુજરાતીઓની આતુરતાનો અંત આવ્યો છે. ચૂંટણી પંચ દ્વારા ગુજરાત ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યુ છે કે, ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાશે. ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરનાં રોજ મતદાન થશે. આ સાથે તેમણે જણાવ્યુ કે, 8 ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર મતદાન યોજાશે. જ્યારે બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન યોજાશે.

    ક્યાં સુધી ઉમેદવારો ફોર્મ પાછી ખેંચી શકશે?


    પ્રથમ તબક્કા માટે પાંચ નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જ્યારે, પ્રથમ તબક્કા માટે 14 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. પ્રથમ તબક્કા માટે 15 નવેમ્બર સુધી ફોર્મ ચકાસવામાં આવશે. 17 નવેમ્બર સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. બીજા તબક્કા માટે 10 નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જેમાં 17 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. જ્યારે 18 નવેમ્બરે ફોર્મ ચકાસણી હાથ ધરાશે અને 21 તારીખ સુધી ફોર્મ પરત ખેંચી શકશે.

    આ પણ વાંચો: 'ગુજરાત ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસને ધક્કો લાગશે, આપનો પંજાબ જેવો વિજય થશે'

    પ્રથમ અને બીજા તબક્કામાં ક્યાં ક્યાં મતદાન થશે?


    ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાશે. ગુજરાત ચૂંટણી માટે 1 અને 5 ડિસેમ્બરનાં રોજ મતદાન થશે. આ સાથે 8 ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર પહેલી ડિસેમ્બરનાં રોજ કચ્છ, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગમાં મતદાન યોજાશે. બીજા તબક્કામાં 93 બેઠક પર 5 ડિસેમ્બરે મતદાન યોજાશે. જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, પંચમહાલ, મહિસાગર, દાહોદ, છોટાઉદેપુરમાં મતદાન યોજાશે.

    આ પણ વાંચો: જાણો કયા જિલ્લામાં ક્યારે મતદાન યોજાશે

    ગત ચૂંટણીમાં કોણે બાજી મારી હતી?


    ગુજરાતમાં 14મી વિધાનસભાની ચૂંટણી 9મી ડિસેમ્બર, 2017 અને 14 ડિસેમ્બરના રોજ યોજાઈ હતી. 18મી ડિસેમ્બરના રોજ મતગણતરી કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળી હતી. જોકે, 2012ની ચૂંટણીની સરખામણીમાં કૉંગ્રેસનો વોટ શેર અને બેઠકમાં વધારો થયો હતો. ગુજરાતમાં 1985 પછી કોંગ્રેસ પાર્ટીએ સૌથી વધારે બેઠક મેળવી હતી.
    " isDesktop="true" id="1278197" >



    આ ચૂંટણીમાં બીજેપીને 99 બેઠક મળી હતી. કૉંગ્રેસને 77 બેઠક મળી હતી. એનસીપીને એક બેઠક મળી હતી. બીટીપીને બે બેઠક મળી હતી. અપક્ષના ફાળે ત્રણ બેઠક રહી હતી.


    કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાત ચૂંટણીની તારીખ જાહેર કરી દીધી છે. બે તબક્કામાં યોજાનારી ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર મતદાન યોજાશે. જ્યારે બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન યોજાશે.

    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Gujarat Assembly Election 2022, Gujarat Elections, ગુજરાત, ગુજરાત ચૂંટણી

    विज्ञापन
    विज्ञापन