Home /News /gandhinagar /Gujarat BJP: ગુજરાત ચૂંટણીમાં ભાજપનું મિશન 150: છેલ્લા પાંચ વર્ષમાં કોંગ્રેસમાંથી 19 ધારાસભ્યો ભાજપમાં જોડાયા

Gujarat BJP: ગુજરાત ચૂંટણીમાં ભાજપનું મિશન 150: છેલ્લા પાંચ વર્ષમાં કોંગ્રેસમાંથી 19 ધારાસભ્યો ભાજપમાં જોડાયા

2017થી લઈ 2022 સુધીમાં અનેક રાજકીય પરિવર્તનો આવ્યા છે.

Gujarat Election 2022: કાલે મોહનસિંહ રાઠવા આવ્યા, આજે ભગા બારડ જોડાયા અને આજે સાંજ સુધીમાં ભાવેશ કટારા પણ ભાજપમાં આવે તેવી સંભાવના 

  • News18 Gujarati
  • Last Updated :
  • Gandhinagar, India
ગાંધીનગર: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જાહેર થતાની સાથે જ ટિકિટ વાંચ્છુઓએ જયાં ટિકિટ મળે ત્યાં દોટ લગાવી છે. જેઓ વર્ષોથી એક પાર્ટીને વફાદાર હતા એવા લોકોને પણ પોતાની પાર્ટીમાંથી ટિકિટ નહી મળે તેવી ખાતરી થતા પાર્ટીમાંથી રાજીનામું આપીને બીજી પાર્ટીનો ખેસ ધારણ કરવા કૂદી પડયા છે. 2017થી લઈ 2022 સુધીમાં અનેક રાજકીય પરિવર્તનો આવ્યા છે. 2017માં જે નેતાઓએ ભાજપને 99 સીટ પર રોકી રાખી હતી તે જ નેતાઓ 2022માં ભાજપના સાથીદાર બનીને મેદાને ઉતર્યા છે.

કોંગ્રેસના ધારાસભ્ય હોય કે, કાર્યકારી અધ્યક્ષ અનેક નેતાઓ કોંગ્રેસથી નારાજ થયા અને કોંગ્રેસનો સાથ છોડી દીધો. ગઈકાલે  10 વખત કોગ્રેસમાંથી ચુંટાયેલા મોહનસિંહ રાઠવાએ કોંગ્રેસને રામરામ કરી દીધા છે. જે આદિવાસી પટ્ટા માટે કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે.  આજે તાલાળાના ધારાસભ્ય ભગાભાઈ બારડે પણ વિધાનસભાના અધ્યક્ષ નીમા બેન આચાર્યને રાજીનામું સોંપી દીધુ છે.  હજુ ઝાલોદના ભાવેશ કટારા ગમે તે ઘડીએ કેસરિયો ખેસ પહેરશે તે વાત નક્કી છે.

2017ની ચૂંટણીમાં કોંગ્રેસે ભાજપને પૂરતી લડત આપી હતી અને પાટીદાર આંદોલન સહિત અનેક આંદોલને કારણે ભાજપને 100નો આંક પાર કરવામાં સફળ ન થવા દીધી હતી. જ્યારે કોંગ્રેસે 77 બેઠક મેળવી હતી. 2022ની ચૂંટણી માટે એક આશાનું કિરણ બંધાયુ હતું પરંતુ વર્ષ 2022 આવતા આવતા કોંગ્રેસના 77 માંથી 61 જ ધારાસભ્ય રહ્યા. છેલ્લા 5 વર્ષ દરમિયાન દર વર્ષે કોંગ્રેસના ધારાસભ્યો રાજીનામા આપી અને ભાજપનો સાથ આપવા લાગ્યા. ભાજપ 99 બેઠક માંથી 111 બેઠક સુધી પહોંચી છે.

આ પણ વાંચો: તલાલાનાં ધારાસભ્ય ભગા બારડ ભાજપમાં જોડાયા

ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાત વિધાનસભામાં વિક્રમજનક બેઠકો મેળવવા માટે થઈને સામ-દામ, દંડ ભેદની નીતિ અખત્યાર કરવામા આવી રહી છે. અત્યાર સુધી કોંગ્રેસના કબજામાં હોય તેવી બેઠકો જીતવા માટે થઈને આખરી રણનીતિના ભાગરૂપે કેટલાક ધારાસભ્યો અને તેના પરિવારજનોને મનાવવામાં આવી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ કોંગ્રેસની સમસ્યા સતત વધી રહી છે.

કેમકે, આ વખતે કોંગેસ ના વોટ કાપવા માટે આમ આદમી અને એઆઇએમઆઇએમ બંન્ને પાર્ટી મેદાનમાં છે આવા સંજોગોમાં કોંગેસ પાસે તેના પ્રભુત્વવાળા વિસ્તારમાં ય જીત કાઠી થઇ પડે તેમ છે.

આ પણ વાંચો: Gujarat Election: કેજરીવાલનો મોટો ધડાકો

વર્ષ 2017 થી 2022 આવતા આવતા કોંગ્રેસે 18 ધારાસભ્ય ગુમાવ્યા છે. કોંગ્રેસના આંતરિક વિખવાદ અને નબળી લીડરશીપનું કારણ આગળ ધરીને ધારાસભ્યોએ પક્ષ પલટો કર્યો છે. અત્યાર સુધીમાં કોંગ્રેસમાંથી આટલા ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે.

1.કુંવરજી બાવળિયા- જસદણ
2.જે.વી કાકડિયા- ધારી
3. અલ્પેશ ઠાકોર- રાધનપુર
4. પ્રવિણ મારુ- ગઢડા.
5.બ્રિજેશ મેરજા- મોરબી
6. સોમાભાઈ પટેલ- લીંબડી
7. આશાબેન પટેલ- ઊંઝા
8. જવાહર ચાવડા- માણાવદર
9.મંગળ ગાવિત- ડાંગ
10. જીતુ ચૌધરી- કપરડા
11. પરસોત્તમ સાબરિયા- ધ્રાંગધ્રા
12.  પદ્યુમનસિંહ જાડેજા- અબડાસા
13.અક્ષય પટેલ- કરજણ
14.અશ્વિન કોટવાલ-ખેડબ્રહ્મા
15. ધવલસિંહ ઝાલા- બાયડ
16.વલ્લભ ધારવિયા – જામનગર
17. હર્ષદ રીબડિયા- વિસાવદર.
18. મોહનસિંહ રાઠવા- છોટા ઉદેપુર
19- ભગા ભાઇ બારડ - તાલાળા
" isDesktop="true" id="1281371" >

હજુ વધુ "એક" ધારાસભ્ય કોંગ્રેસ છોડીને કેસરીયો પહેરવા તૈયાર છે. સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર ઝાલોદના ધારાસભ્ય ભાવેશ કટારા પણ રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ જશે બારડને ભાજપ તાલાળા બેઠકની ટિકિટ આપી શકે છે જ્યારે ઝાલોદના ધારાસભ્ય ભાવેશ કટારાને કાપીને કોંગ્રેસે અન્ય ઉમેદવારને ઉભો રાખતા તેઓ કોંગ્રેસ છોડવા તૈયાર થયા છે. આજે મોડી સાંજ સુધીમા કટારા પણ રાજીનામું આપે તેવી પ્રબળ શક્યતા છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Gujarat Assembly Election 2022, ગાંધીનગર, ગુજરાત, ગુજરાત ચૂંટણી

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन