Home /News /gandhinagar /ચૂંટણીની તારીખ જાહેર કરતા પહેલા ગુજરાતમાં પંચનો ધમધમાટ, બે દિવસ ફરીથી રાજ્યના પ્રવાસે

ચૂંટણીની તારીખ જાહેર કરતા પહેલા ગુજરાતમાં પંચનો ધમધમાટ, બે દિવસ ફરીથી રાજ્યના પ્રવાસે

બે દિવસ માટે કેન્દ્રીય ચૂંટણી પંચ ગુજરાતના પ્રવાસે છે.

દસમી ઓક્ટોબરે વિધાનસભાની બેઠક દીઠ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવશે તે પૂર્વે પંચના ઉચ્ચ અધિકારીઓની ટીમે હાલ ગુજરાતની મુલાકાત લીધી છે.

ગાંધીનગર: આગામી સમયમા ગમે તે ધડીએ ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઇ શકે છે. જેને લઇને ગુજરાતમાં પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાનના પ્રવાસો વધી રહ્યા છે. આજથી બે દિવસ અમિત શાહના પ્રવાસનો ધમધમાટ છે. જ્યારે - ૨૯-૩૦ સપ્ટેમ્બરના પીએમમ ગુજરાતની મુલાકાતે આવવાના છે.  આ બધાની વચ્ચે આજે કેન્દ્રીય ચૂંટણી પંચે પણ ચૂંટણીની તૈયારીઓની ધડબડાટી બોલાવી છે. ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીની તૈયારીઓની આખરી સમીક્ષા માટે આજથી બે દિવસ માટે કેન્દ્રીય ચૂંટણી પંચ ગુજરાતના પ્રવાસે છે.

રાજીવકુમાર અને અનુપચંદ્ર પાન્ડેના નેતૃત્વમાં પંચના ૧૦થી વધુ સિનીયર અધિકારીઓ સાથે પંચે ગાંધીનગર સ્થિત હોટલ લીલા ખાતે વિધાનસભાની ચૂંટણી અંગેની સમીક્ષાની કામગીરી હાથ ધરી હતી. હિમાચલ પ્રદેશથી મુલાકાત પછી પંચ સીધુ  ગુજરાતની મુલાકાતે આવ્યુ છે.  પંચ દ્વારા ગુજરાતની તમામ બેઠકો માટે સમીક્ષા શરૂ કરવામાં આવી છે. છેલ્લા બે મહિનામાં ચોથીવાર ચૂંટણી પંચના અધિકારીઓ ગુજરાત આવ્યા છે. પંચ બે દિવસ સુધી ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરનાર છે. પહેલા દિવસે કલેક્ટરો, જિલ્લા પોલીસ વડાઓ સાથે બેઠક કરી કરાયેલી તૈયારીઓની સમીક્ષા કરશે.

આ પણ વાંચો: ગુજરાતમાં પહેલીવાર ગર્ભાશયનું ટ્રાન્સપ્લાન્ટ

બીજા દિવસે રાજકીય પક્ષો સાથે પણ અલગથી બેઠક કરશે. પંચ આ વખતે ખર્ચ નિયંત્રણને લઈ અતિ આગ્રહી બન્યુ હોવાથી જુદી જુદી એન્ફોર્સમેન્ટ એજન્સીના અધિકારીઓ સાથે પણ બેઠક કરનાર છે. પંચે મતદારયાદી નોંધણીના નવા નિયમો અમલી બનાવ્યા છે. એટલે નવા નોંધાયેલા મતદારો સાથે પણ અલગથી બેઠક કરશે તેમજ મતદાર જાગૃત્તિ અભિયાનને લઈ પણ ખાસ સમીક્ષા કરશે.

આ પણ વાંચો: Power corridor: અજય ભાદુ પાછા ગુજરાત આવી રહ્યા છે

દસમી ઓક્ટોબરે વિધાનસભાની બેઠક દીઠ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવશે તે પૂર્વે પંચના ઉચ્ચ અધિકારીઓની ટીમે હાલ ગુજરાતની મુલાકાત લીધી છે. આ અગાઉ પણ પંચ બે દિવસીય ગુજરાત મુલાકાતે આવ્યુ હતુ. આ દરમિયાન તેઓએ તમામ જિલ્લા કલેક્ટરો અને પોલીસ વડાઓ સાથે બેઠક કરી હતી.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Gujarat Elections, ગાંધીનગર, ગુજરાત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन