Home /News /gandhinagar /માણસામાં PWD મતદારોને મતદાન મથકે લઈ જવા માટે વાહનની વ્યવસ્થા કરવામાં આવી

માણસામાં PWD મતદારોને મતદાન મથકે લઈ જવા માટે વાહનની વ્યવસ્થા કરવામાં આવી

PWD મતદારો માટે વાહનની વ્યવસ્થા

Gujarat election 2022: વિધાનસભા સામાન્ય ચુંટણી અંતર્ગત 37- માણસા વિઘાનસભા મતદાર વિભાગના PWD મતદારોને મતદાન મથક સુધી લાવવા લઈ જવા વાહનની સુવિધા ઉભી કરવામાં આવી છે.

ગુજરાત: વિધાનસભા સામાન્ય ચુંટણી અંતર્ગત 37- માણસા વિઘાનસભા મતદાર વિભાગના PWD મતદારોને મતદાન મથક સુધી લાવવા લઈ જવા વાહનની સુવિધા ઉભી કરવામાં આવી છે. માણસાના દિવ્યાંગ મતદારો કંટ્રોલ રૂમ નંબર 0276- 27066252 પર ફોન કરી વાહન સુવિધાની માહીતી મેળવી શકશે. જેથી તેમને મતદાન કરવા જવા માટે સરળતા રહેશે અને મતદાન કરી શકશે.

દિવ્યાંગ મતદારો માટે વાહન સુવિધા ઉભી કરાઈ


37 માણસા વિઘાનસભા મતદાર વિભાગમાં આવતાં દિવ્યાંગો સરળતાથી મતદાન મથકે જઇને પોતાના મતાઅધિકારનો ઉપયોગ કરી શકે તે માટે વાહન સુવિઘા ઉપલબ્ધ કરવામાં આવી છે. આ મુદ્દે માણસા વિઘાનસભા મતદાર વિભાગના ચૂંટણી અઘિકારીએ ન્યુઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ‘અવસર લોકશાહીનો અંતર્ગત 37- માણસા વિઘાનસભા મતદાર વિભાગમાં લોકશાહીના આ મહાપર્વમાં દિવ્યાંગ મતદારો પણ સહભાગી બને તે માટે ખાસ વાહન સુવિધા ઉભી કરવામાં આવી છે.’

આ પણ વાંચો: મતદાન મથક પર મતદાન માટે જતા આ કાળજી રાખવી પડશે

કાલે સામાન્ય ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન


ગાંધીનગર જિલ્લામાં આવતીકાલે પાંચમી ડીસેમ્બરના રોજ વિઘાનસભા સામાન્ય ચૂંટણીનું મતદાન યોજાશે. 37-માણસા વિધાનસભા મતદાર વિભાગમાં દિવ્યાંગ મતદારોને મતદાન મથક સુધી લાવવા લઈ જવા વાહનની સુવિધા કરવામાં આવી છે. વાહન સુવિઘા માટે 37-માણસા વિધાનસભા મતદાર વિભાગના દિવ્યાંગ મતદારો કંટ્રોલ રૂમ નંબર 0276- 270662 પર ફોન કરી શકશે.  માણસા વિઘાનસભા બેઠકના દિવ્યાંગ મતદારો વાહન સુવિધાનો સરળતાથી લાભ મેળવી શકે તે માટે આટલા વાહનચાલકોનો સંપર્ક કરી શકાશે.


વાહન ચાલકોના સંપર્કોની યાદી
ડ્રાઇવરના નામનંબર
ચૌહાણ ભુપતસિંહ લક્ષ્મણસિંહ9016801892
ઠાકોર પશાજી નાથાજી7874565742
દંતાણી પ્રફુલભાઈ મણીલાલ9904604054
ઠાકોર શુરેશજી ગાભાજી9824367011
ઠાકોર કાળાજી ભવાનજી9723715710
સેનમ બાબુભાઈ કાન્તીભાઈ9925604416
દેસાઇ સવજીભાઈ સરતાનભાઈ9824933534
ચાવડા કરણસિંહ અર્જુનસિંહ7265047042
ઠાકોર મિતેષ બકાજી7203060270
સદામહુસેન ઈસુલમીયા9714069212
રાઠોડ સલિકઅહેમદ ઉસ્માનમીયા8849535107
પરમાર દિનેશભાઈ હિરાભાઈ97141196619
બેલિમ જાકિર હુસેન  આમસમીયા8980620503
ચાવડા સમીરસિંહ અર્જુનસિંહ7779065082
ઠાકોર રમેશજી પશાજી6354238547
Published by:Vimal Prajapati
First published:

Tags: Assembly Election 2022, Gujarat Assembly Election 2022, Gujarat vidhansabha election 2022

विज्ञापन
विज्ञापन