Home /News /gandhinagar /Gujarat Election 2022: PM મોદીના માતા હીરાબાએ ગાંધીનગરના રાયસણમાં કર્યું મતદાન

Gujarat Election 2022: PM મોદીના માતા હીરાબાએ ગાંધીનગરના રાયસણમાં કર્યું મતદાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા મતદાન કરવા પહોંચ્યા હતા.

Gujarat Election 2022 phase 2 voting: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા મતદાન કરવા પહોંચ્યા હતા. તેમણે રાયસણની દયાબેન વાડીભાઇ પટેલ સ્કૂલ પહોંચી મતદાન કર્યું હતું.

  • News18 Gujarati
  • Last Updated :
  • Gandhinagar, India
    ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા મતદાન કરવા પહોંચ્યા હતા. તેમણે રાયસણની દયાબેન વાડીભાઇ પટેલ સ્કૂલ પહોંચી મતદાન કર્યું હતું. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન થઇ રહ્યું છે. નેતાઓથી માંડીને સામાન્ય જનતા ઉત્સાહ સાથે મતદાન કરવા પહોંચી રહી છે, ત્યારે લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહી પર્વની ઉજવણી કરી રહ્યા છે. જ્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે 9 વાગ્ય આસપાસ અમદાવાદની સાબરમતી વિધાનસભામાં રાણીપ વિસ્તારમાં આવેલી નિશાન સ્કૂલ ખાતે મતદાન કર્યું હતું.

    સવારે 11 કલાક સુધીમાં સરેરાશ 19 ટકા મતદાન


    ગુજરાતમાં સવારે 11 કલાક સુધીમાં સરેરાશ 19 ટકા મતદાન નોંધાયુ છે. જેમાં છોટાઉદેપુર જિલ્લામાં સૌથી વધુ મતદાન નોંધાયું છે. છોટાઉદેપુર જિલ્લામાં 23 ટકા મતદાન નોંધાયું છે. જ્યારે સૌથી ઓછું અમદાવાદ જિલ્લામાં 16.81 ટકા મતદાન નોંધાયું છે. બનાસકાંઠામાં 21.10 ટકા, પાટણમાં 18.24. મહેસાણામાં 20.73, સાબરકાંઠામાં 22.20, અરવલ્લીમાં 20, અમદાવાદમાં 16.81, આણંદમાં 20 ટકા, ખેડામાં 19 ટકા, મહિસાગરમાં 17.18 ટકા, પંચમહાલમાં 18 ટકા, દાહોદમાં 17 ટકા, વડોદરામાં 19 ટકા અને છોટાઉદેપુરમાં 23.33 ટકા મતદાન નોંધાયું છે.

    પ્રથમ તબક્કામાં થયેલું મતદાન


    ગુજરાતમાં પહેલી ડિસેમ્બરના રોજ પ્રથમ તબક્કાનું મતદાન યોજોયું હતું. મતદાનના બીજા દિવસે ચૂંટણી પંચ તરફથી મતદાનના અધિકૃત આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. જે પ્રમાણે 19 જિલ્લાની 89 બેઠકો પર 63.14 ટકા મતદાન નોંધાયું છે. જેમાં સૌથી વધુ મતદાન નર્મદા જિલ્લામાં 78.24 ટકા નોંધાયું છે. બોટાદ જિલ્લામાં સૌથી ઓછું 57.58 ટકા મતદાન નોંધાયું છે. અમરેલી જિલ્લામાં 57.59 ટકા મતદાન નોંધાયું છે. સત્તાવાર આંકડા પ્રમાણે આદિવાસી વસ્તી ધરાવતા 5 જિલ્લામાં 65 ટકાથી વધુ મતદાન થયું છે.

    ગુજરાતમાં કુલ મતદારો કેટલા?


    ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ને (gujarat election 2022) લઈને ચૂંટણી પંચે મતદાર સુધારણા કાર્યક્રમ બાદ મતદારોની અંતિમ યાદી જાહેર કરી હતી. પંચ તરફથી જાહેર કરવામાં આવેલી યાદીમાં, રાજ્યમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે. આ સાથે જ, રાજ્યમાં 11,62,528 નવા મતદારો નોંધાયા છે. કુલ મતદારોમાં 2,53,36,610 પુરૂષ અને 2,37,51,738 મહિલા મતદારો સામે આવ્યા છે. જેમાં, 4 લાખથી વધુ વિકલાંગ મતદારો પણ નોંધાયા છે. કુલ મતદારોમાં 1,417 જેટલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ છે.

    2017ના ચૂંટણી પરિણામ પર એક નજર


    ગુજરાતમાં 14મી વિધાનસભાની ચૂંટણી 9મી ડિસેમ્બર, 2017 અને 14 ડિસેમ્બરના રોજ યોજાઈ હતી. 18મી ડિસેમ્બરના રોજ મતગણતરી કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળી હતી. જોકે, 2012ની ચૂંટણીની સરખામણીમાં કૉંગ્રેસનો વોટ શેર અને બેઠકમાં વધારો થયો હતો. ગુજરાતમાં 1985 પછી કોંગ્રેસ પાર્ટીએ સૌથી વધારે બેઠક મેળવી હતી. આ ચૂંટણીમાં બીજેપીને 99 બેઠક મળી હતી. કૉંગ્રેસને 77 બેઠક મળી હતી. એનસીપીને એક બેઠક મળી હતી. બીટીપીને બે બેઠક મળી હતી. અપક્ષના ફાળે ત્રણ બેઠક રહી હતી.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Gujarat Assembly Election 2022

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन