liveLIVE NOW

Gujarat Election 2022: બીજા તબક્કાના મતદાનનો સમય પૂર્ણ, જ્યાં મતદાર હશે ત્યા હજુ પણ મતદાન ચાલુ રહેશે

Gujarat Election 2022 Phase 2 Voting Live Updates: રાજ્યમાં બીજા તબક્કાની ચૂંટણીના મતદાનનો સમય પૂર્ણ થઇ ગયો છે. જોકે આ દરમિયાન જ્યાં મતદાતા હશે ત્યાં મતદાન ચાલુ રહેશે.

 • News18 Gujarati
 • | December 05, 2022, 17:13 IST |  Gandhinagar, India
  facebookTwitterLinkedin
  LAST UPDATED: 2 MONTHS AGO
  17:12 (IST)
  ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કા કરતા સારૂ મતદાન થયુ છે અને બીજા તબક્કામાં શહેરો કરતા ગામડાઓમાં સારૂ એવું મતદાન થયું છે. 

  17:0 (IST)
  ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાનનો સમય પૂર્ણ. જ્યાં મતદાર હશે ત્યા હજુ પણ મતદાન ચાલુ રહેશે. થોડીવારમાં સત્તાવાર મતદાન જાહેર થશે. હાલ 62 ટકાથી વધુ મતદાન થઈ ચૂક્યું છે. અમદાવાદમાં સૌથી ઓછુ મતદાન. શહેરી વિસ્તારો કરતા ગામડામાં વધુ મતદાન.

  16:51 (IST)
  ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કાના મતદાનને ગણતરીની મિનિટોનો સમય બાકી રહ્યો છે. ત્યારે અત્યાર સુધીમાં સરેરાશ 62 ટકાથી વધુ મતદાન થયું હોવાનું અનુમાન છે. અત્યાર સુધી અમદાવાદમાં સૌથી ઓછું મતદાન થયુ છે. છેલ્લી ઘડીએ મતદાન મથકોમાં મતદારો ઉમટ્યા છે. જ્યા મતદાર હશે ત્યા 5 પછી પણ મતદાન ચાલુ રહેશે.

  16:49 (IST)
  દાંતાના ધારાસભ્ય અને કોંગ્રેસી ઉમેદવાર કાંતિ ખરાડી ઉપર થયેલા હુમલા મામલે નવસારીના વાંસદાના ધારાસભ્ય અને આદિવાસી નેતા અનંત પટેલે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, દાંતાના કોંગી ઉમેદવાર પર હુમલો આદિવાસી અસ્મિતા પર હુમલો છે. કાંતિ ખરાડી પર હુમલો કરનારા હુમલાખોરો ન પકડાય તો આવતી કાલે ગુજરાતમાં આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. આરોપીઓ ન પકડાય તો ગુજરાતમાં ચક્કાજામ કરવાની ચીમકી. અનંત પટેલે વિડીયો બનાવી સોશ્યલ મીડિયામાં પોસ્ટ કર્યો.

  16:42 (IST)
  ધંધુકાના કુંડળ સ્વામિનારાયણ મંદિરના જ્ઞાનજીવનદાસજી સ્વામીએ સંતો સાથે મતદાન કર્યું. સંતોએ પણ પોતાની ફરજ નિભાવી લોકશાહીના મહાપર્વની ઉજવણી કરી.


  16:20 (IST)
  બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થવાને હવે 30 મિનિટ જ બાકી છે ત્યારે શહેરી વિસ્તારો કરતા ગ્રામ્ય મતદારોમાં મતદાનને લઇ સારો એવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદ કરતા અન્ય વિસ્તારોમાં વધુ મતદાન થયું છે. શહેરમાં ઓછા મતદાનને લીધે ભાજપ નેતાઓ એક્શનમાં આવી ગયા છે. છેલ્લા સમયે લોકોને વધુ મતદાન માટે અપીલ કરી છે. 

  16:8 (IST)
  વડોદરામાં મતદાનને લઈ મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પાદરામાં મતદાતાઓની લાંબી કતાર જોવા મળી રહી છે. મોટી સંખ્યામાં મહિલાઓની મતદાન માટે ભીડ જોવા મળી છે.

  16:1 (IST)
  રાજ્યમાં બીજા તબક્કાના મતદાનમાં અત્યાર સુધીમાં સરેરાશ 59 ટકા મતદાન થયું છે. બપોર બાદ મતદારોમાં પ્રચંડ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે. આંકડા જોતા મતદાનના રેકોર્ડ તૂટી શકે છે. બેઠક પ્રમાણે સૌથી ઓછું એલિસબ્રિજમાં 42.6 ટકા થયું છે તો અરવલ્લી, પંચમહાલ અને છોટાઉદેપુરમાં વધુ મતદાન થયુ છે. તો થરાદમાં સૌથી વધુ 72.39 અને સાબરાંઠામાં 67.7 ટકા મતદાન થયું છે.

  15:57 (IST)
  લોકશાહીના પર્વ મતદાનની રાજયમાં ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે. ડીસામાં વેન્ટિલેટર પર રહેલા દર્દીએ મતદાન કર્યું હતું. 80 વર્ષના વૃદ્ધે એમ્બ્યુલન્સમાં આવી મતદાન કેન્દ્ર પર મતદાન કર્યું હતું. તબીબની ટીમ સાથે ઓક્સિજન સાથે વ્હીલચેરમાં આવી વૃદ્ધ તીરથ ખત્રીએ મતદાન કર્યું.


  15:57 (IST)
  ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાનને  હવે માત્ર એક કલાકનો સમય બાકી રહ્યો છે.અત્યાર સુધીમાં સરેરાશ 54 ટકાથી વધુ મતદાન થયું છે. 

  ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ગયું છે. બીજા તબક્કાના મતદાનમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના 14 જિલ્લાની 93 બેઠકોનો સમાવેશ છે. બીજા તબક્કામાં 833 ઉમેદારો ચૂંટણી લડી રહ્યા છે જેમનું ભાવિ આજે મતદાતા નક્કી કરશે. થોડી જ ક્ષણો બાદ આ તમામ ઉમેદવારોના ભાવિ EVMમાં સીલ થઇ જશે. જેનું પરિણામ 8 ડિસેમ્બરના રોજ આવશે. બીજા તબક્કાની ચૂંટણીમાં 69 મહિલા ઉમેદવારોનો પણ સમાવેશ થાય છે. 13 બેઠકો અનુસુચિત જનજાતિ માટે રિઝર્વ બેઠકો છે. આ સાથે 6 બેઠકો અનુસુચિત જાતિ માટે અનામત છે.

  આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદની રાણીપની નિશાન સ્કૂલમાં મતદાન કરવાના છે. અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. બીજા તબક્કાની ચૂંટણીના મતદારોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યના 7 મંત્રીઓ, ભાજપના ઉમેદવાર હાર્દીક પટેલ અને અલ્પેશ ઠાકોર જેવા નેતાઓના ભાવિ પણ મતદારો નક્કી કરશે. તો કોંગ્રેસના સુખરામ રાઠવા અને જિજ્ઞેશ મેવાણી અને આમ આદમી પાર્ટીના ભરતસિંહ વાઘેલા અને ભીમાભાઇ ચૌધરી પણ કાંટાની ટક્કર આપી રહ્યા છે.

  પહેલા તબક્કાના મતદાનની ટકાવારી


  ગુજરાતમાં પહેલી ડિસેમ્બરના રોજ પ્રથમ તબક્કાનું મતદાન યોજોયું હતું. મતદાનના બીજા દિવસે ચૂંટણી પંચ તરફથી મતદાનના અધિકૃત આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. જે પ્રમાણે 19 જિલ્લાની 89 બેઠકો પર 63.14 ટકા મતદાન નોંધાયું છે. જેમાં સૌથી વધુ મતદાન નર્મદા જિલ્લામાં 78.24 ટકા નોંધાયું છે. બોટાદ જિલ્લામાં સૌથી ઓછું 57.58 ટકા મતદાન નોંધાયું છે. અમરેલી જિલ્લામાં 57.59 ટકા મતદાન નોંધાયું છે. સત્તાવાર આંકડા પ્રમાણે આદિવાસી વસ્તી ધરાવતા 5 જિલ્લામાં 65 ટકાથી વધુ મતદાન થયું છે.
  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन