Home /News /gandhinagar /

Gujarat Election 2022: બનાસકાંઠા જિલ્લાની તમામ બેઠકો જીતવા ભાજપે ઘડી રણનીતિ

Gujarat Election 2022: બનાસકાંઠા જિલ્લાની તમામ બેઠકો જીતવા ભાજપે ઘડી રણનીતિ

સી.આર. પાટીલ

Gujarat Election 2022: 28 જુલાઇના રોજ બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસના અગ્રણી કાર્યકરો મોટી સંખ્યામાં ગાંઘીનગર પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પેજ સમિતિના પ્રણેતા સી.આર.પાટીલના વરદ હસ્તે ખેસ અને ટોપી ઘારણ કરી ભાજપમાં જોડાયા છે.

ગાંધીનગર : ગુજરાતમાં આ વર્ષે ડિસેમ્બર સુધીમાં ચૂંટણી (Gujarat Election 2022) યોજાઈ શકે છે. જેને લઈને હાલ તમામ રાજકીય પાર્ટીએ કમર કસી રહી છે. ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ મોટી રાજકીય ઉપથપાથલ પણ જોવા મળી રહી છે. અનેક કાર્યકરો પક્ષ પલટો કરી રહ્યા છે. આ ચૂંટણીમાં બનાસકાંઠા જિલ્લા (Banaskantha District)ની તમામ બેઠકો જીતવા માટે ભારતીય જનતા પાર્ટીએ કમર કસી છે. જે અનુસંધાને ગઈકાલે બનાસકાંઠામાં જિલ્લાના આગેવાનો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે.

ગાંઘીનગર પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે બનાસકાંઠા જિલ્લાના આગેવાન સ્વરૂપભાઇ રાણા (Swarupbhai Rana) તેમજ બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસના આગેવાનો પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ (C.R. Patil)ના હસ્તે ખેસ અને ટોપી ધારણ કરી ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) અને દેશના ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah)ની વિકાસની રાજનીતિથી પ્રેરાઇ અને દેશની જનતાના  સેવાકીય કાર્ય કરવા જુદી-જુદી રાજકીય પાર્ટીના કાર્યકરો અને સામાજિક આગેવાનો ભાજપમાં જોડાઈ રહ્યા છે.

કૉંગ્રેસના અગ્રણી કાર્યકરો ભાજપમાં જોડાયા


ગઈકાલે એટલે કે 28 જુલાઇના રોજ બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસના અગ્રણી કાર્યકરો મોટી સંખ્યામાં ગાંઘીનગર પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પેજ સમિતિના પ્રણેતા સી.આર.પાટીલના વરદ હસ્તે ખેસ અને ટોપી ઘારણ કરી ભાજપમાં જોડાયા છે. જેમાં બનાસકાંઠના આગેવાન સ્વરૂપભાઇ રાણા, પૂર્વ જિલ્લા પંચાયતના સભ્યો પુષ્પાબેન માજીરાણા, ભરતકુમાર રાણા, યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ સહિતના કાર્યકરો વિધિવત રીતે ભાજપમાં જોડાયા છે.

આ કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી રજનીભાઇ પટેલ, પ્રદિપસિંહ વાઘેલા, પ્રદેશના પ્રવકતા યમલભાઇ વ્યાસ, પ્રદેશના સહપ્રવકતા ડો.રૂત્વીજ પટેલ, પ્રદેશના ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર, પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ ડો.પ્રશાંત કોરાટ, અનુસુચિત જાતિ મોરચાના પ્રદેશના પ્રમુખ હર્ષદભાઇ વસાવા, બનાસકાંઠા જિલ્લાના પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના અન્ય અપડેટ્સ:


અમદાવાદમાં મોડી રાત્રે કર્ણાવતી ક્લબ સામે અકસ્માત

શહેરના (Ahmedabad accident) તાજેતરમાં જ ગોતા બ્રિજ પર કાર ચાલકની ટક્કર વાગતાં બ્રિજ પરથી નીચે પટકાતા દંપતીએ જીવ ગુમાવવાનો વખત આવ્યો હતો. આવી અનેક ઘટનાઓ બાદ કેટલાક લોકો છે કે, જે હજી પણ સુધારવાનું નામ લઈ રહ્યા નથી અને ગફલતભરી રીતે કાર ચલાવીને નિર્દોષ લોકોની જીદંગીને જોખમમાં મૂકતા હોય છે. આવો જ એક બનાવ શહેરના કર્ણાવતી કલબ નજીક (Karnavati accident) બન્યો છે. જેમાં બે નિર્દોષ યુવકોએ જીવ ગુમાવ્યો છે. (વાંચો સંપૂર્ણ અહેવાલ...)

શહેરને પ્રદૂષિત કરતા લોકોની હવે ખેર નથી

અમદાવાદ શહેરમાં કેટલાક વેપારીઓ પોતાના ફાયદા માટે લોકોના જીવને જોખમમાં મૂકી દેતા હોય છે. જેને લઈને જીપીસીબી (Gujarat Pollution Control Board)ને કાર્યવાહી કરવાની સત્તા આપવામાં આવી છે. અમદાવાદના રામોલ વિસ્તારમાં PCBએ ઘટનાની ગંભીરતાને જોઈને જીપીસીબીને સાથે રાખી એક ખુલ્લા મેદાનમાં ગંદકી ફેલાવવા મામલે કાર્યવાહી કરીને એક વેપારીની ધરપકડ કરી લીધી છે. હાલ પીસીબીએ આરોપી સામે 284, 278 અને પર્યાવરણ સુરક્ષા અધિનિયમ 1986 કલમ 7,8,15(1) મુજબ ગુનો દાખલ કર્યો છે. આ ગુનામાં અન્ય કોઈ આરોપી સામેલ છે કે નહીં તેની તપાસ શરૂ કરવામાં આવી છે. (વાંચો સંપૂર્ણ અહેવાલ...)
Published by:Vinod Zankhaliya
First published:

Tags: C.R Patil, Election 2022, ગુજરાત, ભાજપ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन